તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેનેજમેન્ટ ફંડા:અલગ બનો અને પોતાની આગવી ઓળખ બનાવો

એન. રઘુરામન2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શું તમે ધ્યાન આપ્યું છે કે, મહિલાઓની હેન્ડબેગ ધીમે-ધીમે પુનરાગમન કરી રહી છે? તમને મહામારીથી પહેલાની અને અત્યારની હેન્ડબેગ્સમાં કંઈ અંતર દેખાય છે? કોરોના પછી મોટાભાગની મહિલાઓને બેન્ક કાર્ડ, ચાવીઓ, ફોનની સાથે માસ્ક અને સેનિટાઈઝરની જરૂર પડે છે. એટલે હેન્ડબેગની જરૂરિયાત ન હોવાથી તે ગાયબ થવા લાગી હતી. જોકે, તે ફરી પાછી આવી છે. હું વાત કરી રહ્યો છું રંગીન હેન્ડબેગ્સની. એ દિવસો ગયા જ્યારે ગાર્ડન બ્લેક અને બ્રાઉન લેધર બેગ સામાન્ય હતી, જે દરેક ડ્રેસ સાથે મેચ થતી હતી. આજે લેમન, ઓરેન્જ, બેરી પિન્ક, રેડ, પર્પલ અને લાઈમ જેવા ચમકદાર રંગોના હેન્ડસફ્રી શોલ્ડર બેગ ફેશનમાંછે. કેટલાક રંગોના તો કદાચ તમે નામ પણ સાંભળ્યા નહીં હોય, જેમ કે શુગર માઉસ પિન્ક, પર્મા વાયોલેટ, એસિડ યેલો, એગેવ ગ્રીન અને બાર્બી પિન્ક. અંતિમ સિવાયના એક પણ રંગની હું કલ્પના કરી શકતો નથી. ગયા રવિવારે એક હાઈ-પ્રોફાઈલ પાર્ટીમાં મેં એક મહિલાને પુછ્યું તો તેઓ બોલ્યાં માસ્કથી ચહેરો ઢંકાયેલો રહે છે, એટલે મહિલાઓ ચમકદાર રંગોની મદદથી અલગ દેખાવા માગે છે, ભલે એ તેમના કપડાંને મેચ ન થતું હોય. કેટલીક મહિલાઓ, જે અલગ સ્ટાઈલ અપનાવવા માગતી નથી, હજુ પણ મસ્ટર્ડ, કોરલ, લાલ અને લીલા ઘાટા શેડ્સ જેવા ક્લાસિક રંગ પસંદ કરી રહી છે. હુંતેમના એક મનોવૈજ્ઞાનિક કારણથી સહમત હતો. તેમણે કહ્યું, ‘મહિલા જ્યારે ઉદાસ હોય છે, ત્યારે યોગ્ય અને ચમકદાર હેન્ડબેગ તેને થોડી સાહસિક, જુસ્સાવાળી અને આશાવાદી હોવાનો અનુભવ કરાવે છે. ચમકદાર રંગોનો અર્થ એ નથી કે મહિલા કડક છે કે તેનાથી ડરવાની જરૂર છે’. તેમણે કેટલું સાચું કહ્યું છે. સૃષ્ટિએ પણ કેટલીક આવી જ વસ્તુઓ બનાવી છે, ચમકદાર પરંતુ ગમી જાય તેવી. ચમકદાર રંગોના હેન્ડબેગ્સે મને તેલંગાણાના વારંગલની યાત્રા યાદ અપાવી દીધી, જે લાલ મરચા માટે વખણાય છે અને આ મહિના દરમિયાન તે સડક કિનારે ખૂબ વેચાય છે. આ મરચાની છાલ ગુદાવાળી હોય છે અને સુકાઈ ગયા પછી લેધરની જેમ થોડી કડક થઈ જાય છે. તેને તેલુગુમાં ‘પાંડુ મિરાપાકાયા’ કહે છે. આ પાકા લાલ મરચા સુગંધીદાર અને મોઢામાં મીઠાસ છોડી દે છે. છતાં તેમને કાચી ખાતા નથી અને વ્યંજનોને રંગ આપવા માટે સારી મનાય છે. તેમનો વધુ પડતો ઉપયોગ અથાણામાં થાય છે, જેને પારદર્શક વાસણમાં મુકાય છે. તે દેશના બીજા ભાગનાં મરચાથી અલગ ઓળખ ધરાવે છે, જ્યાં મસાલેદાર ભોજન ખાવામાં આવે છે. આ જ રીતે તમિલનાડુમાં મદુરઈમાં એક નાનકડું ગામ છે, જેને તમિલમાં ‘ઓતૈવીડૂ’ (એક ઘર) કહે છે. જેમાં લગભઘ 250 ઘર અને 650 મતદાર છે. અહીં પરંપરા છે કે લોકોનાં પોસ્ટર ચોંટાડવા અને બેનર લટકાવવા પર પ્રતિબંધ છે. ઝંડા, લાઉડસ્પીકર લગાવવા અને પ્રચાર માટે નેતાઓ કે ઉમેદવારોના પ્રવેશ તથા મતદારોને પ્રભાવિત કરવા માટે પૈસા વહેંચવા પર પણ પ્રતિબંધ છે. તેઓ ત્રણ પેઢીથી આ નિયમોનું પાલન કરી રહ્યા છે. તમામ રાજકીય પાર્ટીઓ ગામના નિયમ માને છે. ગામના લોકો ઉમેદવારોને ગામના પ્રવેશ સ્થળે બોલાવે છે, તેમના ચૂંટણી વચનો સાંભળીને પાછા મોકલી દે છે.ચૂંટણી પ્રચારનો અર્થ છે નારેબાજી, રંગ-બેરંગી સજાવટ અને રાજકીય નેતાઓની રેલીઓ. જોકે, દક્ષિણના કેટલાક ગામડાઓમાં આવી ગતિવિધિઓને મંજુરી નથી, જે ઈચ્છે છે કે ગામમાં ચૂંટણી પછી પણ સાંપ્રદાયિક એકતા અને શાંતિ જળવાઈ રહે. વિરુધુનગર જિલ્લાના મરુધનગુલમ ગામમાં ઉમેદવારોને લાઉડસ્પીકર કે બેનર વગેરે વગર પ્રચાર કરવા દેવાય છે.ફંડા એ છે કે, સૃષ્ટિને પણ અલગ દેખાવાનું ગમે છે, પરંતુ તે અંતર તેને વધુ મીઠું અને પ્રેમાણ બનાવે, તીખું (વાંચો અભિમાની) નહીં. એટલે અલગ બનો અને વધુ ઉદાર બનો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો