તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવન-પંથ:તમારી લાગણીઓ પ્રત્યે સાવચેતી રાખો

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજય શંકર મહેતા
  • કૉપી લિંક

તમારી સંપત્તિ, પદ-પ્રતિષ્ઠાનો તો લોકો દુરુપયોગ કરી શકે છે અને કર્યો પણ હશે. પરંતુ કેટલાક લોકો અત્યંત સાવચેતીપૂર્વક તમારી લાગણીઓનો પણ ઉપયોગ-દુરુપયોગ કરી જશે. સમાજમાં જુદા-જુદા વર્ગના લોકો તમારી લાગણીઓનો કેવી રીતે ઉપયોગ કરે છે, તેની રીત પ્રત્યે જાગૃત રહેવું પડશે. જેવી રીતે અનેક કલાકાર આપણી લાગણીઓ જગાડે છે, નેતા ફાયદો ઉઠાવે છે, અદાલત સમજાવે છે, અધિકારી એ લાગણીઓથી કમાણી કરે છે, મીડિયા તેને ભડકાવે છે, આ સ્થિતિમાં તમે શું કરશો? તમારી લાગણીઓ પ્રત્યે હંમેશાં જાગૃતી અને સાવચેતી રાખો. લાગણી આપણી નબળાઈ પણ બની જાય છે અને તાકાત પણ. લોકો દુરુપયોગ ન કરી શકે, તેના માટે લાગણીશૂનિય પણ ન થશો. ઘરની ચાર દિવાલની અંદર પોતાની લાગણીઓનો ભરપૂર ખર્ચ કરો. પરંતુ જ્યારે બહારની દુનિયામાં હોય તો અત્યંત સાવચેતીથી ખર્ચ કરો. તમારી સામે જ્યારે પણ કોઈ વ્યક્તિ આવે, સૌથી પહેલા સમજો કે તે જે કહી રહ્યો છે તેના પાછળ કંઇક અજાણ્યું પણ હશે. જે અજાણ્યું છે પરંતુ વ્યાજબી છે તો તમારી લાગણીનો ઉપયોગ કરવા દો અને ગેરવ્યાજબી છે તો સવચેત થઈ જાઓ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો