તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવન-પથ:જીવલેણ નશાથી બચો, જીવન અમૂલ્ય છે

7 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

આ વાત કદાચ નશા માટે તદ્દન સાચી છે કે, ‘હમ હો ગએ ઉસી કે, જો ન હો સકા હમારા. મૌત બિન પુછે નિકલ જાતી હૈ, હમેં તો જિંદગી ને મારા’. નશાની જિંદગી આવી જ સ્થિતિ, આવાં જ દૃશ્યો બતાવે છે. આપણે અવાર-નવાર સાંભળીએ છીએ કે, માર્ગ અકસ્માતમાં આખા પરિવારનું મોત, મિત્રમંડળ એક સાથે હોમાયું. દુ:ખ ત્યારે થાય છે જ્યારે ખબર પડે છે કે, ગાડી ચલાવનારો, તેમાં બેસેલા લોકો નશામાં હતા. મૃત્યુને તેમણે જ આમંત્રણ આપ્યું હતું. નશો કરીને ગાડી ન ચલાવો કે જિંદગીને પણ આગળ ન ધપાવો. મૃત્યુ તો એક દિવસ આવવાનું જ છે, પરંતુ એક મૃત્યુ સ્વાભાવિક હોય છે, એક મૃત્યુ બીજાની ભૂલથી થાય છે, પરંતુ પોતાની જ ભૂલથી મૃત્યુને આમંત્રણ આપો તે નશાનું પરિણામ છે. અહીં ઘરના વડીલોની ભૂમિકા મહત્ત્વની થઈ જાય છે. આજકાલ પાર્ટી, ઉજવણી વગેરેના નામે મદીરાપાન સામાન્ય બાબત બની ગઈ છે. ત્યાર પછી જ્યારે નશો ચડે છે ત્યારે વ્યક્તિનો હાથ ભલે ગાડીના સ્ટીયરિંગ પર હોય, પરંતુ એ સ્ટીયરિંગનું સંચાલન તેનો નશો કરતો હોય છે. ત્યાર પછી આવાં દુ:ખદ દૃશ્યો સર્જાવાના જ છે. જનારો તો પોતાની ભૂલથી દુનિયા છોડી જાય છે, પરંતુ તેની પાછળ રહી ગયેલા લોકોનું શું? નશાના કારણે જે પરિવારોમાં નુકસાન થયું છે, જેમણે પોતાનાં સ્વજનો ગુમાવ્યા છે, આ સમાજ આજે આપણી સૌ સમક્ષ માગ કરી રહ્યો છે કે તમે નશો ના કરો અને આ બદીથી દૂર રહો.

અન્ય સમાચારો પણ છે...