તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરદે કે પીછે:અમેરિકાની દુવિધા અને ચીનમાં અસંતોષ

23 દિવસ પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
  • કૉપી લિંક

અમેરિકામાં રાષ્ટ્રપતિ પરનો અપરાધ સાબિત કરવા માટે સેનેટમાં બે તૃતિયાંશ મત મેળવવાના હોય છે. ઇમ્પીચમેન્ટ પ્રક્રિયામાં ગુપ્ત મતદાન થતું નથી. દરેક સદસ્યએ પોતાના વિચારો અભિવ્યક્ત કર્યા બાદ પોતાનો મત આપવાનો હોય છે. કોઈ સદસ્ય મૌન રહીને મત આપી શકતો નથી. ઇરવિંગ વેલેસની એક નવલકથા 'ધ મેન'માં આ પ્રકારનું પ્રકરણ વર્ણવાયું છે. નવલકથામાં દર્શાવાયું છે કે, એક હવાઈ દુર્ઘટનામાં અમેરિકન પ્રેસિડન્ટ અને સીનિયર સાથીનું મૃત્યુ થાય છે. કાયદા મુજબ સૌથી સિનિયર સેનેટર અધ્યક્ષ પદે બિરાજે છે. જોગાનુજોગ, એ સેનેટર એક અશ્વેત વ્યક્તિ છે. ઉલ્લેખનીય છે કે, નવલકથા ઓબામાના પ્રેસિડન્ટ બન્યા પૂર્વ લખાઈ છે. ક્યારેક કાલ્પનિક નવલકથાઓમાં ઘટનાનું પૂર્વ અનુમાન જ હકીકત બની જાય છે. વર્ષ 1898માં એક સામાન્ય લેખક મોરીસ રિચર્ડસનની નવલકથામાં એક ભવ્ય અને આધુનિક જહાજના આઇસબર્ગ સાથે અથડાવવાની ઘટનાનું વિવરણ આપ્યું હતું. તેના એક દાયકા બાદ ટાઇટેનિક ડૂબ્યું. આશ્ચર્યજનક એ છે કે હકીકતે બનેલી ઘટનામાં મરનારની સંખ્યા લગભગ એટલી જ છે જેટલી કાલ્પનિક નવલકથામાં પ્રસ્તુત કરાઈ છે. ફિલ્મ ટાઇટેનિકમાં એક ગરીબ યુવક અને અમીર ખાનદાનની છોકરીની પ્રમેકથા સામેલ કરવાના લીધે ફિલ્મ મહાન સાબિત થઈ. ઉલ્લેખનીય છે કે, ઇમ્પીચમેન્ટની નવલકથામાં અશ્વેત પ્રેસિડન્ટ માટે તેના પ્રખર વિરોધીની કન્યા કામ કરે છે. ચૂંટણી બાદ, ચૂંટણી પહેલા અને મતગણનાના સમયની કડવાશ બાજુ પર રાખીને કરાય છે. પ્રેસિડન્ટ માટે કામ કરતી શ્વેત કન્યા ખુલ્લેઆમ એવો આરોપ લગાવે છે કે અશ્વેત પ્રેસિડન્ટે તેની સાથે દુષ્કર્મનો પ્રયત્ન કર્યો. સેનેટમાં અવિશ્વાસની દરખાસ્ત અને મતદાન શરુ થાય છે. અમેરિકામાં રંગભેદ મૃત થયેલો જણાય છે પણ આ કુરીતિ અજર-અમર છે. સિડની પોઇટિયર ફિલ્મ હુ ઇઝ કમિંગ ટૂ ડિનર એ વિષય બનેલી શ્રેષ્ઠ ફિલ્મ છે. પ્રેસિડન્ટ વિરુદ્ધ મતદાન થાય છે અને બે તૃતિયાંષ બહુમત માટે છેલ્લા મતદાતાનો વારો હતો. આ એ જ વ્યક્તિ છે, જેની પુત્રીએ દુષ્કર્મના પ્રયાસનો આરોપ લગાવ્યો છે. આ કારણે સૌએ માની જ લીધું છે કે, હને અશ્વેત પ્રેસિડન્ટ અપરાધી સાબિત થશે અને સજા ભોગવશે. રંગભેદથી ગ્રસિત સેનેટર ઉભો થિને નિવેદન આપે છે કે, તેની દીકરી લાંબા સમયથી માનસિક રોગની શિકાર છે. તે ઘટનાઓની કલ્પના કરે છે અને તેને જ હકીકત સમજી બેસે છે. એટલે કે અશ્વેત પ્રેસિડન્ટ દ્વારા દુષ્કર્મનો પ્રયત્ન તેની કલ્પના માત્ર છે. જેથી અશ્વે પ્રેસિડન્ટ દોષી નથી. તે પોતાની દીકરીની માનસિક બીમારીનો રેકોર્ડ પણ સદનમાં રજૂ કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પ સંપૂર્ણ રીતે પરાજિત છે પણ તેમના સમર્થકો ઉત્પાત મચાવી રહ્યા છે. અમેરિકામાં ટ્રમ્પિડમ વિષમય વિચારધારા છે. ડોનાલ્ડ ટ્રમ્પના પરાજય બાદ પણ આ વિચારધારા એક તોફાનની જેમ જીવન મૂલ્યો તોડવામાં લાગેલી છે. વૈસારિક સંકુચિતતા અમર છે. તર્ક અને વિજ્ઞાન સંમત વિચારધારાના હિમાયતીઓ આજે એક નવી માઇનોરિટી છે જેમની પાસે અલ્પસંખ્યકોને મળતી સુવિધાઓ નથી. એ કેટલી આશ્ચર્યજનક બાબત છે કે વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં સંકુચિતતા એક સમહમતીના રૂપમાં દિવસે ને દિવસે મજબૂત થઈ રહી છે. વિશ્વના અનેક દેશોમાં આ જ થઈ રહ્યું છે. શક્તિશાળી અને ધનાઢ્ય ચીનમાં પણ આંતરિક આક્રોશ અને અસંતોષ છે. ભવિષ્યમાં ચીન આ જ આક્રોષનો શિકાર બનશે. અભાવ, અસમાનતા અને આક્રોષ આ કાળચક્રની મુશ્કેલીઓ છે. ઓમ શાંતિ શાંતિનો અર્થ છે કે બધું જ સમજી લીધા બાદની તે માનસિક અવસ્થા જેમાં ચંચળ લહેરોથી ઘેરાયેલા હોવા છતાં સ્વયંને જાણી લેવી અને સ્થિરતા જાળવી રાખવી. તે જ આત્મનઃ વિદ્ધિ મંત્રનો અર્થ છે. આજે અમેરિકામાં જે બાઇડેન અને કમલા હેરિસ સંકુચિતતા અને નકારાત્મકતાની વિરુદ્ધ પગલાં લઇને અમેરિકાના એલ ડોરાડોના સપનાનો હકીકતમાં બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો