તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહાકવિ વેદવ્યાસ અને શ્રી ગણેશ વચ્ચે એવું નક્કી થયું કે, વેદવ્યાસ બોલશે અને શ્રી ગણેશ દરેક શ્લોકનો અર્થ સંપૂર્ણ રીતે સમજીને જ લખશે. આ રીતે વેદવ્યાસને સમય મળી ગયો. કોઈ પણ કથાને તેની આંતરિક બાબતો સાથે સમજવામાં સમય લાગે છે. જ્યારે કોઈ વ્યક્તિ સંપૂર્ણ અર્થ સમજી જાય છે ત્યારે તેને શાંતિનો અનુભવ થાય છે. આ જ રીતે ભૌતિક સુવિધાઓને જીવવા, ભોગવવા અને ભોગવ્યા પછી આધ્યાત્મના દરવાજા ખુલે છે. મહાભારત પર તમામ ભાષાઓમાં અસંખ્ય ગ્રંથ રચાયા છે. મને ચતુર્વેદી બદરીનાથની ‘મહાભારત’ શ્રેષ્ઠ રચના લાગી છે.કુરુક્ષેત્રના મેદાનમાં 18 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું. તેને રોકવાના પ્રયાસ કરાયા હતા. કુંતીએ કર્ણને એ સાચું કહ્યું કે, એ તેનો જ્યેષઠ પુત્ર છે અને દુર્યોધન, કર્ણની શક્તિ અને અભેદ્ય ત્વચાના બળે આ યુદ્ધમાં કૂદ્યો છે. જો કર્ણ પાંડવના પક્ષે લડવા રાજી થઈ જાય તો સંભવત: દુર્યોધન યુદ્ધનો વિચાર છોડી દેશે. કર્ણએ કહ્યું કે, તે મિત્રતાના દેવામાં ડૂબેલો છે, આથી દુર્યોધનનો પક્ષ છોડી શકે એમ નથી. કર્ણએ કુંતીને આશ્વાસન આપ્યું કે, જીત પાંડવોની જ થશે. તેઓ આ અંદાજ એવી રીતે લગાવ્યો કે, પાંડવ પક્ષના યોદ્ધા જે દિશામાં છે ત્યાં વૃક્ષો હરિયાળા અને પક્ષીઓનો કલરવ છે. સામે પક્ષે દુર્યોધનના વિસ્તારમાં વૃક્ષો સુકાઈ રહ્યા છે અને પક્ષી પણ નથી. યુદ્ધ પછી મૃતકોની ગણતરી કરાઈ. કેટલા લોકો બચ્યા કે મરી ગયા તે જાણી શકાયું નહીં. લાપતા લોકોની સંખ્યાનો પણ અંદાજ નથી. વિષ્ણુ ખરેની એક લાંબી કવિતામાં લાપતા લોકોની સંખ્યા 24,165 જણાવાઈ છે અને તેમની યાત્રાની કલ્પના પણ કરાઈ છે. સંભવત: આ લાપતા લોકોએ કેટલીક વસતી વસાવી છે, નવી સભ્યતા અને સંસ્કૃતિના નિર્માણનો પ્રયાસ કર્યો છે. 7 વર્ષ સુધી લાપતા વ્યક્તિ મળી ન આવે તો તેને મૃત જાહેર કરાય છે. ક્યારેક આ રીતે મૃત જાહેર કરાયેલો વ્યક્તિ ખુદને જાહેર કરે છે અને પોતાના જીવીત અને અજ્ઞાત રહેવાના સમયે તેણે કેવી રીતે જીવન પસાર કર્યું તેના પુરાવા પણ રજૂ કરે છે.પોપ ગાયિકા રિહાનાએ ખેડૂત આંદોલન પ્રત્યે કરુણા અભિવ્યક્ત કરી તો રિવોલ્વર રાની કંગના રણોતે કહ્યું કે, અમેરિકા પર હંમેશા ચીનનો કબ્જો રહોય છે, જાણે કે અમેરિકા ચીનનું ઉપનિવેશ છે. હવે એવી પણ ચર્ચા થઈ રહી છે કે, જેને નજરઅંદાજ કરવી જોઈતી હતી. શું રિવોલ્વર રાની જાણે છે કે, ચીને ભારતના એક જમીનના ભાગ પર મકાનો બનાવીને ત્યાં આખી વસાહત સ્થાપી દીધી છે? સ્વીડનમાં વસેલી 18 વર્ષની ગ્રેટા થનબર્ગ પર્યાવરણ માટે કામ કરે છે. થનબર્ગે પણ આંદોલનને ટેકો આપ્યો છે. હકીકતમાં અત્યારે એટલો અંધકાર છવાયેલો છે કે, કંઈ સ્પષ્ટ દેખાતું નથી. આ અંધકાર જ તંત્ર માટે સગવડ છે. કેટલાક આંદોલન પણ કવિતા જેવા હોય છે.જયપ્રકાશ ચૌકસે, ફિલ્મ સમીક્ષક
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.