ભાસ્કર વિશેષ / બ્રિટને વિઝા નિયમ બદલ્યા તો ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા એક વર્ષમાં 93 ટકા વધી, સ્કિલ્ડ વર્કર્સ પણ વધ્યા

After Britain changes visa rules, Indian students increase by 93% in one year

  • ભારતના 37,540 વિદ્યાર્થીઓ, 57,199 સ્કિલ્ડ વર્કર્સને પણ વિઝા
  • યુકે ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટનો રિપોર્ટ- સપ્ટેમ્બરમાં નિયમ બદલ્યા પછી ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યાનો આંકડો વધી રહ્યો છે

Divyabhaskar.com

Mar 03, 2020, 05:39 AM IST

લંડન: બ્રિટનમાં વિઝા નિયમોમાં ફેરફાર થયા પછી ઉચ્ચ શિક્ષણ માટે અહીં આવનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા એક વર્ષમાં 93 ટકા વધી ગઈ જે દુનિયામાં સૌથી વધુ છે. તે ઉપરાંત ભારતીય કુશળ કર્મચારીઓની સંખ્યા પણ 3 ટકા વધી છે. 2019માં આવા ભારતીયો માટે 57 હજારથી વધુ વિઝા જારી કરાયા. આ કેટેગરીમાં જારી કુલ વિઝાના અડધાથી વધુ છે. જોકે કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાં ચીન ટોચે છે. આ ખુલાસો યુકે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટના તાજેતરના રિપોર્ટમાં થયો છે. બ્રિટનમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા વધવાનું કારણ સપ્ટેમ્બરમાં બદલાયેલા વિઝા નિયમને મનાઈ રહ્યું છે. તેમાં વિદ્યાર્થીઓને કોર્સ પૂરો કર્યા પછી બે વર્ષના વર્ક-વિઝા આપવાની વ્યવસ્થા છે. જ્યાં સુધી ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઝડપથી વધવાની વાત છે તો નિષ્ણાતો મુજબ અમેરિકાની તુલનાએ બ્રિટનમાં અભ્યાસ બજેટ ફ્રેન્ડલી અને સસ્તું છે.
ભારતીય કુશળ કર્મચારીઓની સંખ્યા 3 ટકા વધી
બ્રિટનમાં નોકરી માટે પહોંચનારા ભારતીય કુશળ કર્મચારીઓની સંખ્યા પણ એક વર્ષમાં 3 ટકા વધી છે. 2018ના 55,479ની તુલનાએ 2019માં 57,199 લોકો બ્રિટન પહોંચ્યા. જોકે આ મામલે સૌથી વધુ 62 ટકા વધારો ફિલિપાઇન્સની સંખ્યામાં થયો છે પણ કુલ કર્મચારીઓની સંખ્યા મામલે ભારત ટોચના ક્રમે છે. તે પછી અમેરિકા, ચીન, ફિલિપાઇન્સ, નાઈજિરિયા અને ઓસ્ટ્રેલિયા છે.
અભ્યાસ પછી 2 વર્ષનો વર્કવિઝા મળવાથી વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા વધી
બ્રિટને સપ્ટેમ્બર 2019માં ટિયર-4(સ્ટડી વિઝા)ના નિયમ બદલ્યા હતા. ગ્રેજ્યુએટ ઈમિગ્રેશન રુટ એટલે કે જીઆઇઆર હેઠળ બ્રિટને વિદેશી વિદ્યાર્થીઓ માટે 2 વર્ષના પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ વિઝાની શરૂઆત કરી છે. તેના માટે 2021માં ગ્રેજ્યુએટ થનારા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.

દેશ 2018 2019 અંતર
ભારત 19497 37540 93%
ચીન 99708 1.20 લાખ 20%
અમેરિકા 15023 14883 -1%
સાઉદી 8188 9229 13%
હોંગકોંગ 9155 9200 0.49%

X
After Britain changes visa rules, Indian students increase by 93% in one year

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી