શ્રદ્ધાંજલિ / અમેરિકામાં પણ અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો યોજાયા

Tributes to Arun Jaitley were also held in America

  • ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી (OFBJP)દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન

Divyabhaskar.com

Aug 27, 2019, 03:00 PM IST

રુચિતા પટેલ, એટલાન્ટાથી: ભાજપના દિગ્ગજ નેતા અરુણ જેટલીના અવસાન બાદ અમેરિકામાં ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી (OFBJP)દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અરુણ જેટલીના દેશના અર્થતંત્ર તેમજ સામાજિક જીવનમાં યોગદાન બદલ તેમના કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા. અમેરિકાના એટલાન્ટા, શિકાગો, લોસ એન્જેલસ, ન્યૂ જર્સી , સેનફ્રાન્સિસ્કો સહિતના શહેરોમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે OFBJPના અધ્યક્ષ ક્રિષ્ના રેડ્ડીએ જણાવ્યું કે અરુણ જેટલીના જવાથી ભાજપ અને દેશને એક મોટી ખોટ પડી છે. તેમની સેવાઓને દેશ હંમેશા યાદ રાખશે. ઉપાધ્યક્ષ ડૉ. અદાપા પ્રસાદે શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે ભારતે એક વિચક્ષણ નીતિના ઘડવૈયા, એક સ્ટ્રેટજિસ્ટ અને જબરદસ્ત વિશ્લેષકને ગુમાવ્યા છે. દેશની સેવામાં તેમણે એક અમિટ છાપ છોડી છે અને તેમને હંમેશા યાદ રાખવામાં આવશે. ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી વાસુદેવ પટેલે કહ્યું હતું કે તેઓ એક પ્રતિભાશાળી વકીલ સાથે અદભુત વક્તા હતા. આ નેતાને ભારત હંમેશા યાદ રાખશે. OFBJP દ્વારા અલગ અલગ સ્થાને શ્રદ્ધાંજલિના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે.

X
Tributes to Arun Jaitley were also held in America

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી