તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમેરિકામાં ટ્રેડિશનલ ગરબામાં ગુજરાતીઓએ ધૂમ મચાવી, વિદેશીઓ પણ ગરબે ઘૂમ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂયોર્ક પાસે આવેલા કનેક્ટીકટ ખાતે ટ્રેડિશનલ ગરબાનું આયોજન - Divya Bhaskar
ન્યૂયોર્ક પાસે આવેલા કનેક્ટીકટ ખાતે ટ્રેડિશનલ ગરબાનું આયોજન
  • રાત્રે 2 વાગ્યા સુધી ગુજરાતીઓ ગરબે ઘૂમતા રહ્યા
  • પ્રખ્યાત ગાયક અચલ મહેતાએ ગરબાની ધૂમ મચાવી

વડોદરાઃ અમેરિકાના ન્યૂયોર્ક પાસે આવેલા કનેક્ટીકટ ખાતે ટ્રેડિશનલ ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતું. અમેરિકામાં યોજાતા મોટાભાગના ગરબા બંધ હોલ માં યોજાતા હોય છે, જોકે આ ગરબા ન્યૂયોર્ક પાસે આવેલા કનેક્ટીકટ ખાતે વિશાલ ન્યુ બ્રિટેન ફૂટબોલ સ્ટેડિયમમાં યોજાયા હતા. વડોદરાના પીનલ પટેલ અને કેતુલ વ્યાસ દ્વારા આયોજીત આ ગરબામાં વડોદરાથી ખાસ બોલાવાયેલા પ્રખ્યાત ગાયક અચલ મહેતા તેમના વાદ્યવૃંદ સાથે ગરબાની ધૂમ મચાવી હતી.
ચાલુ વરસાદે પણ ગરબા ચાલતા રહ્યા
ભારતીયો અને તેમાંય વડોદરાથી અમેરિકા ગયેલા ખેલૈયાઓ માટે ટ્રેડિશનલ ગરબા માટેના ડ્રેસ અને ઓર્નામેન્ટ સહિત ફફડા જલેબી, ભજીયા સહીત વિવિધ વાનગીઓ ના સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા. જેનો અમેરિકામાં રહેતા વડોદરાવાસીઓએ લાભ લીધો હતો. આ સાંસ્કૃતિક ગરબામાં કેટલીક અમેરિકન મહિલાઓ પણ ટ્રેડિશનલ પહેરવેશ સાથે આવી હતી. આ ગરબા ચાલુ હતા ત્યારે અચાનક વરસાદ પડતા ગાયક વૃંદના વાજીંત્રો પર છત્રી અને પ્લાસ્ટિકનું છત્ર આપી ગરબા ચાલુ રાખ્યા હતા અને રસવિભોર ખેલૈયાઓ તો ચાલુ વરસાદે પણ ગરબા રમવાનો આનંદ લેતા રહ્યા હતા. અને ગરબા 12 વાગ્યાના બદલે રાત્રે 2 વાગ્યા સુધી ચાલુ રાખ્યા હતા. અને ત્યારબાદ ફટાકડાની આતશબાજી પણ કરવામાં આવી હતી.
અમેરિકામાં સ્થાયી થયેલા બરોડિયન્સે આયોજન કર્યું
વડોદરાના કારેલીબાગના પીનલ પટેલ અને કેતુલ વ્યાસ જ્યારે ભારતમાં હતા, ત્યારે અંબાલાલ પાર્ક પાસે યોજાતા ગરબામાં પણ આયોજક તરીકે સક્રિય કામગીરી કરતા રહ્યા હતા અને હવે જ્યારે અમેરિકામાં સ્થાયી થયા છે, ત્યારે પણ વડોદરાની ખાસિયતવાળા ફૂડ સ્ટોલ અને ટ્રેડિશનલ ડ્રેસ સાથેના ગરબા અને તે પણ વિશાળ ફૂટબોલ સ્ટેડિયમમાં યોજવાની શરૂઆત તેમને જ કરી હતી. અમેરિકામાં યોજાયેલા ગરબાના આયોજનમાં લવ પટેલ અને દર્શન પટેલે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.