ન્યુયોર્ક / ગ્રેમી એવોર્ડ સુધી પહોંચનારી ફાલ્ગુનીની કહાની: પુત્રના સવાલોના જવાબ આપવા માટે આલબમ બનાવ્યું હતું

Falguni  reaching the Grammy Awards: Album for answering son's questions

  • 3 વર્ષની વયથી તાલીમ લીધી

DivyaBhaskar.com

Jun 02, 2019, 12:35 AM IST

ફાલ્ગુની શાહ (ન્યુયોર્કથી ભાસ્કર માટે): એક દિવસ મારો પુત્ર સ્કૂલેથી ઘરે આવ્યો તો અનેક સવાલો પૂછવા લાગ્યો. જેમ કે આપણા ભોજનનો રંગ પીળો કેમ છે? સ્કૂલમાં અમે જે ભાષા બોલીએ છીએ તે આપણી ભાષાથી અલગ કેમ છે? આપણે અલગ રીતે વસ્તુઓની ગણતરી કેમ કરીએ છીએ? મને લાગ્યું કે સંગીત તેના બધા સવાલોનો જવાબ આપવાની સૌથી સારી રીત છે અને તેનાથી તેને ભારતીય અમેરિકન બાળક તરીકે અમેરિકામાં ઓળખ બનાવવામાં મદદ પણ મળશે.

મારા પુત્રની પોતાની પૃષ્ઠભૂમિ અને સંસ્કૃતિ અંગે જાણવાની જિજ્ઞાસાએ મને ‘ફાલૂઝ બજાર’ આલબમ માટે પ્રેરણા આપી. મારું આ આલબમ આ વર્ષે 61મા ગ્રેમી એવોર્ડમાં બેસ્ટ ચિલ્ડ્રન મ્યુઝિક કેટેગરી માટે નોમિનેટ કરાયું હતું. હું નોમિનેટ થઈ તો એવું લાગ્યું કે હું ચંદ્ર પર પહોંચી ગઈ છું. તેના માટે મેં વધુ તૈયારી કરી નહોતી. મને આ અંગે વધુ માહિતી પણ નહોતી.

X
Falguni  reaching the Grammy Awards: Album for answering son's questions

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી