• Home
  • NRG
  • USA
  • Swaminarayan Temple built in Georgia for the first time Shiva-Parvati, Mataji's Pran Pratishtha

અમેરિકા / જ્યોર્જિયામાં બનેલા સ્વામિનારાયણ મંદિરમાં પ્રથમ વખત જ શિવ-પાર્વતી, માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ

DivyaBhaskar.com

Apr 30, 2019, 03:19 AM IST
Swaminarayan Temple built in Georgia for the first time Shiva-Parvati, Mataji's Pran Pratishtha

  • ચર્ચની જગ્યા પર બનેલા વિશાળ મંદિરમાં અંબા માતા, ઉમિયા માતા, સીતારામની મૂર્તિની સ્થાપના થઈ

સંકેત ઠાકર, અમદાવાદ: અમેરિકા-જ્યોર્જિયા રાજ્યના સવાનાહમાં શ્રી સ્વામિનારાયણ ગુુરુકુલની તેમ જ SGVP અધ્યક્ષ શા. માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા અન્ય સંતોની ઉપસ્થિતિમાં શિવ-પાર્વતી તેમજ તમામ માતાજીની મૂર્તિઓની વૈદિક વિધિ સાથે પ્રતિષ્ઠા કરાઈ હતી. કનુ ભગતના જણાવ્યા આનુસાર સ્વામિનારાયણ સંપ્રદાયમાં પહેલીવાર તમામ દેવી -દેવતાઓની મૂર્તિનું સ્થાપન કરાયું છે. જ્યોર્જિયામાં વધુ હિન્દુઓ હોવાથી તમામ દેવી-દેવતાઓને બિરાજમાન કરાયા છે.

ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે, કે ‘વિષ્ણુ , શિવ, ગણપતિ, પાર્વતી, હનુમાનજી જેવા મુખ્ય તમામ દેવો પૂજવા.’ સ્વામી માધવ પ્રિયદાસજીની નિશ્રામાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં પહેલીવાર તમામ દેવી જેમાં મધ્ય સિંહાસનમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ, બાજુમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ, રાધાકૃષ્ણદેવ, સીતારામ ભગવાન, તિરુપતિ બાલાજી, શ્રી નાથજી ભગવાન, શિવપાર્વતી, શ્રીઅંબામા, ઉમિયામા, ગણપતિજી, હનુમાનજીની પ્રતિમાઓની સ્થાપના કરાઈ હતી. મૂૂર્તિ પ્રતિષ્ઠા વિધિના અંગરુપ ત્રિદિનાત્મક 25 કુંડી મહાવિષ્ણુયાગનું આયોજન કરાયું હતું. જ્યોર્જિયા ખાતે ચર્ચની જગ્યાએ સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થયું છે.

મંદિરમાં દરેક તહેવારની ઉજવણી કરવામાં આવશે

સવાનાહ સ્વામિનારાયણ સનાતન મંદિર ખાતે દર વરસે ભારતમા ઊજવાતા તમામ પર્વો જેવાં કે, દીપાવલિ, નૂતન વર્ષ, જન્માષ્ટમી, ગણેશોત્સવ, ઉત્તરાયણ, શિવરાત્રી, હનુમાન જયંતી, રામ નવમી, નવરાત્રી, સ્વામિનારાયણ જયંતી, ફૂલદોલોત્સવ, હોલિકા ઉત્સવ, જલારામ જયંતી વગેરે તમામ ઉત્સવો ઊજવાય છે. અને પવિત્ર ભૂદેવો દ્વારા શિવપુરાણની અને સત્યનારાયણની કથા પણ થાય છે.

X
Swaminarayan Temple built in Georgia for the first time Shiva-Parvati, Mataji's Pran Pratishtha
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી