• Home
  • NRG
  • USA
  • Bukutra's uneducated woman became famous in the country Bharat Knitting Craftsmanship

વુમન પાવર / બનાસકાંઠાના અભણ મહિલા ભરત ગૂંથણ કારીગરીમાં દેશ વિદેશમાં પ્રખ્યાત બન્યા

divyabhaskar.com

Mar 09, 2019, 10:21 AM IST
Bukutra's uneducated woman became famous in the country Bharat Knitting Craftsmanship
X
Bukutra's uneducated woman became famous in the country Bharat Knitting Craftsmanship

  • શાળામાં ક્યારેય પગના મુકેલ મહિલાએ અમેરિકામાં ટ્રેડિશનલ શોપનું ઉદ્ઘાટન કર્યું
  • ગૌરીબેન અમેરિકા,ઓસ્ટ્રેલિયા,સાઉથ આફ્રિકા,ન્યૂઝીલેન્ડ જેવા અનેક દેશોનો પ્રવાસ કરી ચુક્યા છે

સાંતલપુર: તાલુકાના અને બકુત્રા ગામના અને ઉંમરમાં અડધી સદી વટાવી ચૂકેલા અભણ ગૌરીબેન બ્રાહ્મણ મહિલા અહીં રહે છે.વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલ અને હેન્ડી ગ્રાફના ભરત ગૂંથણ ની કારીગરીમાં પારંગત આ મહિલા તેમની કારીગરી થકી દેશ વિદેશમાં પ્રખ્યાત છે.હાલમાં જ સંસ્થાના ભરત ગૂંથણ શોપ નું ઉદ્ઘાટન ગૌરીબેનના હાથે અમેરિકાના ન્યૂઝર્સીમાં કરવામાં આવ્યું હતું.સેવા નામની સંસ્થા સાથે જોડાયેલ ગૌરીબેન અમેરિકા,ઓસ્ટ્રેલિયા,સાઉથ આફ્રિકા ,ન્યૂઝીલેન્ડ, જેવા અનેક દેશોનો પ્રવાસ કરી ચુક્યા છે અને તેઓ ભરત ગૂંથણની કારીગરીમાં પરંગત છે અને આજે સાંતલપુર તાલુકાની ૩૦૦ જેટલી મહિલાઓ આ ભરત ગૂંથણ થકી રોજગારી મેળવે છે.
બેસ્ટ હેન્ડી ગ્રાફનો એવોર્ડ પણ રાષ્ટ્રપતિના હાથે મેળવી ચુક્યા છે
1.

દેશ વિદેશમાં પ્રખ્યાત આ મહિલાના ઘરની મુલાકત અનેક વિદેશી ટુરિસ્ટો લઇ ચુક્યા છે અને અનેક ટુરિસ્ટો ભારતીય ગામડાની મિજબાની માણી ચુક્યા છે વિદેશી ટુરિસ્ટો અહીં આવે છે અને રોકાય છે અને ભારતીય વસ્ત્ર પરિધાન ધારણ કરે છે અને ગામડામાં તેઓ અહીં રહે ત્યા સુધી આ જીવન પ્રણાલી જીવે  છે.અભણ અને અંગ્રેજી પણ ના બોલી ન શકતા ગૌરીબેન અનેક વિદેશી સેલિબ્રિટીઝને માલી ચુક્યા છે.જેમાં તેઓ બિલ કિલટન,હિલેરી કિલટન, બરાક ઓબામા ને તેમજ ભારતીય સેલિબ્રિટીઝમાં શાહરુખ ખાન, અક્ષય કુમાર,માધુરી દીક્ષિત,દિયા મિર્ઝા,નીતા અંબાણી વગેરેને મળી ચુક્યા છે.તેમજ તેઓ લેકમી ફેશન શોમાં પણ ભાગ લઈ ચુક્યા છે.ગૌરીબેનની સાથે તેમના બેન પણ આ કારીગરીમાં પારંગત છે..ગૌરીબેન ભારતનો બેસ્ટ હેન્ડી ગ્રાફનો એવોર્ડ પણ રાષ્ટ્રપતિના હાથે મેળવી ચુક્યા છે.

(રીર્પોટર: રોહિત શ્રીમાળી)

COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી