તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વોટ્સઅપ કેમ છોથી શરુ કરી કંઇક કર્યાની, મેળવ્યાની અનુભૂતિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ સ્થિત નીતાબેન શાહના નેતૃત્વ હેઠળ પ્રગતિ કરી રહેલું વેલ વિશર વુમન કલબ

એનઆરજી ડેસ્ક: રેખા પટેલ (ડેલાવર): સદિયોથી ચાલતા આવતા પુરુષ સમાજમાં આજ સુધી સ્ત્રીઓને ઝગડાનું મૂળ ગણવામાં આવી છે. પરંતુ એ બધાથી તદ્દન વિરુધ્ધ આજની સ્ત્રીઓએ પોતાની આગવી ઓળખ ઉભી કરી રહી છે. આવા સમયમાં સ્ત્રીઓની એકતા આવી ઓળખમાં વધુ નિખાર લાવી રહી છે. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે અમદાવાદ સ્થિત નીતાબેન શાહના નેતૃત્વ હેઠળ પ્રગતિ કરી રહેલું "વેલ વિશર વુમન કલબ". જે વોટ્સઅપ થી શરુ થઈને આજે અખબારની સુરખીઓમાં ચમકવા લાગ્યું છે. આ અગાઉ આ ગ્રુપે એક સહિયારી નવલકથા "મનસ્વી" ની ભેટ આપી હતી. 

 

- આ વખતે ૩૦ સ્ત્રીઓની સહિયારી લખાએલી નવલકથા અમોલ પ્રકાશન દ્વારા પબ્લીશ થયેલ છે. નવલકથા "મીણ પાષાણ" સ્ત્રીઓની એકતા અને લેખન કૌશલ્યનો પરચો કરાવી જાય છે. 
- આ વાર્તામાં એક ઋજુ હ્રદયની સ્ત્રીને સમાજના અત્યાચાર પાષાણ બનાવી મુકે છે અને તેના દ્વારા સમાજને મળેલો ધા કેટલો ક્રૂર હોય છે તે દર્શાવતી આ નવલકથા વાંચનારના રૂંવાડા ઉભા કરી દે છે.
- આ નવલકથાનું વિમોચન અમદાવાદના સુપ્રસિદ્ધ લેખિકા પૂજ્ય ધીરુબેન પટેલના હસ્તે કરાવાયું હતું. અહી શહેરના મેયર શ્રી બીજલબેને હાજર રહી લેખીકાઓનું માન વધાર્યું હતું. જેમાં મોટાભાગની લેખિકાઓની ઉપસ્થિતિ સાથે આશરે ૨૫૦ વ્યક્તિઓની હાજરી હતી. 
- ગુજરાતના દુરદુરના શહેરમાં રહેતી બહેનો ઉપરાંત પરદેશમાં રહેતી બહેનો સાથે અમેરિકામાં રહેતા રેખા પટેલે પણ આ સહિયારી નવલકથામાં પોતાની ફાળો નોંધાવ્યો હતો. 
- મૂળકથા બીજ નીતાબેનનું હતું. જેમાં ૩૦ ભાગ કર્યા બાદ કરેક લેખિકાને તે ઉપર પોતપોતાના વિચારો અને કૌશલ્ય દાખવીને આગળ વધવાનું હતું. 
- અલગ અલગ વિચારો ધરાવતી લેખિકાઓ દ્વારા લખાએલા દરેક પ્રકરણ વાર્તા પ્રવાહને બાખૂબી પકડી રાખે છે. ક્યાંય ઝોલ જોવા મળતો નથી, ખુબ રસમય રીતે વાર્તાપ્રવાહ આગળ ધપતો રહ્યો છે.  આ માટે આ ગ્રુપની કેટલીક બહેનો સાથે એકતા દોશીની મહેનત પણ આવકારવી રહી.  
- આ સહિયારા ગ્રુપ દ્વારા આવીજ પ્રગતિ થતી રહે અને સમાજને સુંદર પુસ્તકોની ભેટ મળતી રહે તેવી આશા.

અન્ય સમાચારો પણ છે...