• Home
  • NRG
  • USA
  • India’s historical iconic Mahrani of Laxmibai and other iconic female was presented in new way

અમેરિકા / એટલાન્ટામાં ICCR એન્યુઅલ પ્રોગ્રામમાં ભારતની મહારાણીઓની થીમ પર ફેશન શો

India’s historical iconic Mahrani of Laxmibai and other iconic female was presented in new way

  • તમામ મોડલ્સે ભારતીય ઇતિહાસની પ્રખ્યાત મહારાણીઓની વેશભૂષામાં રેમ્પ વૉક કર્યુ 

divyabhaskar.com

Apr 26, 2019, 06:25 PM IST

એનઆરજી ડેસ્કઃ એટલાન્ટા, યુએસએમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન્સ (ICCR)નો એન્યુઅલ કાર્યક્રમ આયોજિત થયો હતો. આ કાર્યક્રમમાં મહારાણી લક્ષ્મીબાઇના સ્વરૂપ અને વિચારોને અમેરિકન્સ અને નવી પેઢીની સામે અદભૂત રીતે રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભાગ લેનાર સ્ત્રીઓએ દરેક યુગની અલગ અલગ મહારાણીઓની વેશભૂષા ધારણ કરી હતી અને હાજર રહેલા દર્શકો સમક્ષ તેઓની મહત્તા રજૂ કરી હતી. આ કાર્યક્રમને શૈલેષ લખ્તિયા (કોન્સ્યૂલ-પોલિટિકલ પોલિટિકલ એન્ડ કોમ્યુનિટી અફેર્સ)એ ઓર્ગેનાઇઝ કર્યો હતો, જેમાં મહાનુભાવો અને તેમના પરિવાર સહિત હાજરી આપી હતી.

ફેશન શો સહિત અન્ય પ્રોગ્રામ્સનું આયોજન

આ કલ્ચરલ પ્રોગ્રામમાં ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને ફેશન કોરિયોગ્રાફર અને સ્ટાઇલિસ્ટ સ્વાતી ઠાકુરે એક્ઝિક્યૂટ કર્યો હતો. આ ફેશન શો મહારાણી ઓફ ઇન્ડિયા થીમ હેઠળ રજૂ કરવામાં આવ્યો. તમામ મોડલ્સે ભારતીય ઇતિહાસની પ્રખ્યાત મહારાણીઓની વેશભૂષામાં રેમ્પ વૉક કર્યુ હતું. જેમાં રાણી લક્ષ્મી બાઇ - પુજા મલિક, મહારાણી ગાયત્રી દેવી - કામાક્ષા ભાટિયા, રાણી જોધાબાઇ - બ્રૂશિરા વ્યાસ, રઝિયા સુલ્તાન - કરિશ્મા કતારા, રાણી પદ્મિની - પ્રિયા શ્રીવાસ્તવ અને બુંદેલખંડની રાજકુમારી, મસ્તાની - સુખલીન કૌર ખૈરાએ રિપ્રેઝન્ટ કરી હતી.

આ તમામ મોડલ્સ પહેરવેશ, હેરસ્ટાઇલ, જ્વેલરીથી અદ્દલ પ્રખ્યાત રાણીઓને સ્ટેજ પર ઉતારવામાં સફળ રહી હતી. હાજર રહેલા તમામ મહેમાનોએ આ પ્રયાસને જોરદાર તાળીઓથી બિરદાવ્યો હતો. સ્વાતિ ઠાકુરે કહ્યું કે, ભારત દેશની વિવિધતામાં એકતા છે અને આ જ એકતાને અમે ફેશન શોની મદદથી સ્ટેજ પર લાવવાના પ્રયત્નો કર્યા છે. આ તમામ મહારાણીઓ ઇતિહાસમાં તેમના સૌંદર્ય જ નહીં પરંતુ તેઓની વિરતા માટે પણ પ્રખ્યાત છે. મુસ્તફા અજમેરી આ ઇવેન્ટના કો-ઓર્ડિનેટર હતા.

X
India’s historical iconic Mahrani of Laxmibai and other iconic female was presented in new way
India’s historical iconic Mahrani of Laxmibai and other iconic female was presented in new way
India’s historical iconic Mahrani of Laxmibai and other iconic female was presented in new way
India’s historical iconic Mahrani of Laxmibai and other iconic female was presented in new way
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી