અમેરિકા / મહિલા પેસેન્જરનું અપહરણ કરી શારીરિક શોષણ કરવા બદલ ઉબર ડ્રાઇવર હરબીર પરમાર દોષિત

આરોપી હરબીર પરમાર
આરોપી હરબીર પરમાર

  • એકાંતનો લાભ લઇ હરબીરે ટેક્સીને બોસ્ટન તરફના રસ્તે લઇ જઈ નિર્જન સ્થળે ઉભી રાખી

divyabhaskar.com

Mar 12, 2019, 04:50 PM IST

એનઆરજી ડેસ્ક : યુ.એસ.માં હોવર્ડ બીચ ન્યુયોર્ક સ્થિત ઉબર ડ્રાઇવર ભારતીય અમેરિકન યુવાન 25 વર્ષીય હરબીર પરમાર પર શારિરીક શોષણનો આરોપ લાગ્યો છે. આ આરોપમાં કોર્ટે હરબીરને દોષી પુરવાર કર્યો છે અને તેને આજીવન કેદની સજા થઇ શકે છે. હરબીર સામે આરોપ છે કે, તેણે ટેક્સીમાં પ્રવાસ કરી રહેલી યુવતીને મેનહટનથી વ્હાઇટ પ્લેઇન લઇ જવાના બદલે કોઇ અજાણ્યા સ્થળે લઇ ગયો. રસ્તામાં રાત્રિનો લાભ લઇ તેણે શારીરિક શોષણ કર્યુ હતું. ફેડરલ કોર્ટે હરબીરને આ મામલે દોષિત ઠેરવ્યો છે.

ફેબ્રુઆરી 2018માં બનેલી આ ઘટના મુજબ સલામત મુસાફરીની અપેક્ષાએ મહિલાએ ઉબર ટેક્સી ભાડે કરી હતી. મુસાફરી દરમિયાન તે પાછળની સીટમાં સૂઇ ગઈ હતી. આ દરમિયાન એકાંતનો લાભ લઇ હરબીર ટેક્સીને બોસ્ટન તરફના રસ્તે લઇ જઈ નિર્જન સ્થળે ઉભી રાખી, ત્યારબાદ તેણે પાછલી સીટમાં સૂતેલી યુવતી ઉપર શારિરીક શોષણ કરતા યુવતીએ વિરોધ નોંધાવ્યો હતો.

આ યુવતીએ પોલીસને જણાવ્યું કે, તે પાછળની સીટમાં સૂઇ ગઇ હતી અચાનક જ તેના શરીર પર હરબીર ટચ કરતો હોવાનું જણાતાં તે જાગી ગઇ હતી. તેણે હરબીરનો પ્રતિકાર કર્યો અને તેને ઘરે મુકી જવા કહ્યું હતું. પરંતુ હરબીરે તેને ઘરે મુકી જવાના બદલે કારમાંથી અજાણ્યા રસ્તે જ ઉતારીને જતો રહ્યો હતો. એટલું જ નહીં, હરબીરે 1,000 ડોલરનું બિલ પણ મોકલાવ્યું હતું.

X
આરોપી હરબીર પરમારઆરોપી હરબીર પરમાર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી