તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોતાના દેશમાં પૈસા મોકલવામાં વિશ્વમાં ભારતીયો અવ્વલ, 2018માં 79 અબજ ડોલર રકમ આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચીનના ઇમિગ્રન્ટ્સે 67 અબજ ડોલરની રકમ પોતાના દેશ મોકલાવી

એનઆરજી ડેસ્કઃ પોતાના દેશમાં ધન મોકલવામાં છેલ્લાં ઘણાં વર્ષોથી ભારતીયો ટોપ પર છે. વર્ષ 2018માં ભારતીયોએ કુલ 79 અબજ ડોલરની રકમ પોતાના દેશમાં મોકલી છે. વર્લ્ડ બેન્કનું કહેવું છે કે, કેરળમાં આવેલા પૂરના કારણે આ રેમિટન્સમાં રેકોર્ડબ્રેક વધારો થયો છે. 
 

વિશ્વમાં ઇમિગ્રન્ટ્સ દ્વારા પોતાના દેશમાં ધન મોકલવાના મામલે ભારતીયો સૌથી આગળ છે. વર્ષ 2018માં પ્રવાસી ભારતીયો દ્વારા ભારતમાં કુલ 79 અબજ ડોલર (અંદાજિત 5,50,000 કરોડ રૂપિયા) મોકલ્યા. વર્લ્ડ બેન્કની માઇગ્રેશન એન્ડ ડેવલપમેન્ટ બ્રીફમાં આ જાણકારી આપવામાં આવી છે. ભારત બાદ આ મામલે વિશ્વમાં બીજુ સ્થાન ચીનનું છે. ચીનના ઇમિગ્રન્ટ્સે 67 અબજ ડોલરની રકમ પોતાના દેશ મોકલાવી. ત્યારબાદ મેક્સિકો (36 અબજ ડોલર), ફિલિપિન્સ (34 અબજ ડોલર) અને ઇજિપ્ત (29 અબજ ડોલર)નું સ્થાન છે. 

છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતમાં સતત ઇમિગ્રન્ટ્સ દ્વારા મોકલવામાં આવતા ધન (રેમિટન્સ)માં વધુ માત્રામાં રહ્યું છે. વર્ષ 2016માં ભારતીયોએ 62.7 અબજ ડોલર અને 2017માં 65.3 અબજ ડોલર રકમ મોકલવામાં આવી. વર્લ્ડ બેન્કે કહ્યું, ભારતમાં 2018માં રેમિટન્સમાં 14 ટકાનો વધારો થયો છે. જેનું કારણ એ પણ હોઇ શકે છે કે, કેરળમાં આવેલા વિનાશક પૂરમાં મદદ માટે ઇમિગ્રન્ટ્સે પોતાના પરિવારોને મદદ મોકલાવી છે. 

બીજી તરફ, પાકિસ્તાનમાં ઇમિગ્રન્ટ્સ દ્વારા મોકલવામાં આવેલા ધનમાં માત્ર 7 ટકાનો વધારો થયો છે, કારણ કે તેનો સૌથી મોટો સ્ત્રોત સાઉદી અરેબિયાથી આવતા ધનમાં ઉણપ આવી છે. બાંગ્લાદેશમાં પ્રવાસીઓ દ્વારા મોકલવામાં આવતા ધનમાં 2018માં 15 ટકાનો વધારો જોવા મળ્યો હતો. 

રિપોર્ટ અનુસાર, ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં વર્ષ 2018માં આવતા રેમિટન્સ રેકોર્ડ ઉંચાઇ 529 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. આ વર્ષ 2017ના 483 અબજ ડોલરની સરખામણીએ 9.6 ટકા વધુ છે. વર્ષ 2018માં આખા વિશ્વના રેમિટન્સની વાત કરીએ તો કુલ 689 અબજ ડોલરનું ધન ઇમિગ્રન્ટ્સ દ્વારા પોતાના દેશમાં મોકલવામાં આવ્યું છે. સાઉથ એશિયાના દેશોમાં મોકલવામાં આવેલા ધનમાં 12 ટકાનો વધારો થયો છે અને તે 131 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. વર્ષ 2017માં તેમાં માત્ર 6 ટકાનો વધારો થયો છે. 

વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રેમિટન્સમાં આ વધારો અમેરિકાની આર્થિક હાલત સુધારવા અને ઓઇલની કિંમતો વધવાના કારણે થયો છે. ઓઇલની કિંમતો વધવાનો ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (જીસીસી)ના અનેક દેશોથી બહાર મોકલવામાં આવતા ધન પર સકારાત્મક અસર પડી છે. જીએસીસીમાં બહરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને યુએઇથી બનેલો છે. રિપોર્ટ અનુસાર, અમેરિકન ડોલર પોતાના દેશ મોકલવા માટે ઇમિગ્રન્ટ્સને ઘણો વધુ ખર્ચ કરવો પડે છે. આ સમયે રેમિટન્સ રકમ અંદાજિત 7 ટકા સુધી છે. વર્ષ 2030 સુધી તેને 3 ટકા સુધી લાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...