તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એનઆરઆઇ4નમો કેનેડા દ્વારા બ્રામ્પટનમાં કાર રેલીનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રેલી દરમિયાન નમો ટીશર્ટની ખરીદી પણ કરી શકે છે

એનઆરજી ડેસ્કઃ ભારતમાં આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કેનેડામાં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સપોર્ટ માટે કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 14 એપ્રિલના રોજ સવારે 12.30 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી આ રેલી યોજાશે. બ્રેમ્પટનના ડિસ્કી રોડ પર આવેલા રાધા માધવ મંદિરથી આ રેલી સવારે 12.30 વાગ્યાથી શરૂ થશે અને 1.30 વાગ્યા સુધી હનુમાન મંદિર કેનવ્યૂ બેલવાર્ડ બ્રેમ્પટન પહોંચશે. 

કેનેડામાં વસતા નરેશ ચાવડા (Mo. 6478956790) નરેશ પટેલ (Mo. 4168290445), ધવલ વેડિયા (Mo. 4168734791), ડોન પટેલ (Mo. 6479833661), રમણ શર્મા (Mo. 4167480196), એસ મોહન કાલિયા (Mo. 6478807637) રાકેશ પટેલ (Mo. 3657775744), રાજીવ કાલિયા (Mo. 4166664155) અને સુરેશ અગ્રવાલ (Mo. 4163008763) દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 

જે લોકો આ રેલીમાં ભાગ લેવા ઇચ્છે છે તેઓ પોતાની કારને નરેન્દ્ર મોદીના ફોટોગ્રાફ્સ, બીજેપીના  લોગો અને ભારતીય ધ્વજ સાથે ડેકોરેટ કરી શકે છે. 


રેલીના અંતે હનુમાન મંદિર પર ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. રેલી દરમિયાન નમો ટીશર્ટ વેચાશે. જો તમે આ ઇવેન્ટ અને આગામી તમામ ઇવેન્ટ્સમાં ભાગ લેવા ઇચ્છતા હો તો ઓર્ગેનાઇઝર્સનો સંપર્ક સાધી શકો છો. 

કાર રેલીમાં એન્ટ્રી માત્ર રજિસ્ટ્રેશન દ્વારા થશે. આ માટે nri4namocanada@gmail.com અને ઇવેન્ટબ્રાઇટ https://www.eventbrite.ca/e/car-rally-in-support-ofnamo-tickets-60254632227 પર વિઝીટ કરી શકે છે. 

નોંધઃ આ રેલી અગાઉ, દરમિયાન કે પૂર્ણ થયા સુધી કોઇ પણ પ્રકારના ડેમેજ, કોઇ ચીજવસ્તુ ખોવાઇ જાય તેવી કોઇ ઘટના કે એક્સિડન્ટ માટે પોતે જ જવાબદાર રહેશે. 

અન્ય સમાચારો પણ છે...