• Home
  • NRG
  • USA
  • The Mayor of Brampton proclamation that May 1st will be called Gujarat Day

ગૌરવ / બ્રેમ્પટનમાં 1 મેને ગુજરાતી દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવશે

divyabhaskar.com

Apr 27, 2019, 06:40 PM IST
બ્રેમ્પટન સિટી હોલ (ફાઇલ)
બ્રેમ્પટન સિટી હોલ (ફાઇલ)

  • મેયરે કહ્યું કે, આપણાં શહેરમાં વસતા ગુજરાતીઓ શ્રેષ્ઠ અને વાઇબ્રન્ટ છે

 

એનઆરજી ડેસ્કઃ કેનેડાના બ્રેમ્પટન સિટીના મેયર આગામી 1 મેને બ્રેમ્પટન ગુજરાત દિવસ તરીકે સેલિબ્રેટ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત ગુજરાત અને વિદેશમાં વસતા તમામ ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવી બાબત છે. બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને એક સંબોધનમાં જણાવ્યું કે, આપણાં શહેરમાં વસતા ગુજરાતીઓ શ્રેષ્ઠ અને વાઇબ્રન્ટ છે. બ્રેમ્પટનના સિટી હોલમાં 1મેના રોજ ગુજરાતી દિવસના સેલિબ્રેશનની તૈયારીઓની જવાબદારી રિજનલ કાઉન્સિલર માર્ટિન મેડિરોસે લીધી છે. 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ છે, ગુજરાતની સ્થાપના 1 મે, 1960ના રોજ થઇ હતી. આ જ દિવસે બ્રેમ્પટનમાં પણ ગુજરાતી દિવસના સેલિબ્રેશનથી વિદેશમાં વસતા તમામ ગુજરાતીઓ માટે સન્માનની વાત છે. બ્રેમ્પટનના સિટી હોલમાં યોજાનારી આ ઇવેન્ટમાં મ્યુઝિક, લોકગીત, પ્રખ્યાત ગુજરાતી ગરબા સહિત કલ્ચર પ્રોગ્રામ અને ફૂડનુું પણ આયોજન કરવામાં આવ્યું છે.

X
બ્રેમ્પટન સિટી હોલ (ફાઇલ)બ્રેમ્પટન સિટી હોલ (ફાઇલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી