• Home
  • NRG
  • USA
  • The convention, marking the association’s 30th anniversary

કેલિફોર્નિયા / સાન ડિયાગોમાં 2019 AAHOA કન્વેન્શન એન્ડ ટ્રેડ શો આજથી શરૂ, 8,100 પ્રોફેશનલ્સ ભાગ લેશે

divyabhaskar.com

Apr 30, 2019, 11:41 AM IST
The convention, marking the association’s 30th anniversary

  • સોનુ નિગમ AAHOAમાં તેના મિત્ર જોનિથા ગાંધી સાથે એક્સક્લૂઝિવ પર્ફોર્મન્સ આપશે


એનઆરજી ડેસ્કઃ (જય વ્યાસ, સાન ડિયાગો) કેલિફોર્નિયાના સાન ડિયાગો સિટીમાં 2019 AAHOA કન્વેન્શન એન્ડ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. સાન ડિયાગોના કન્વેન્શન સેન્ટરમાં યોજાનારી આ ઇવેન્ટના કિનોટ સ્પીકર અને એન્ટરટેઇનર્સનું લિસ્ટ આજે જાહેર કરવામાં આવ્યું છે. AAHOA (એશિયન અમેરિકન હોટલ ઓનર એસોસિએશનનો આ કાર્યક્રમ 24-27 એપ્રિલ સુધી યોજાશે. આ એસોસિએશનની 30મી એનિવર્સરીના પ્રસંગે 8,100 હોટેલિયર્સ અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીના પ્રોફેશનલ્સ, સ્વતંત્ર હોટેલર્સ અને યંગ પ્રોફેશનલ્સ ભાગ લેશે.


ટ્રેડ શોમાં આ વર્ષે સ્પીકર્સમાં ગવર્મેન્ટ સેક્ટર, એજ્યુકેશ અને બિઝનેસના પ્રભાવશાળી વ્યક્તિત્વ હાજરી આપશે. જેમાં ખાન એકેડમીના ફાઉન્ડર સાલ ખાન, ભૂતપૂર્વ હેવલેટ-પેકાર્ડ સીઇઓ કાર્લિ ફિરિના, માઇક એબ્રાશૉફ અને એક્ટિંગ વ્હાઇટ હાઉસના સ્ટાફ ચીફ માઇક મુલ્વાની હાજરી આપશે. આ તમામ મહાનુભાવો કાર્યક્ષેત્ર અને જીવનના તેમના દ્રષ્ટિકોણ અને અનુવો શૅર કરશે.


શુક્રવારે સાંજે ઇન્ટરનેશનલ સુપરસ્ટાર સોનુ નિગમ AAHOAમાં તેના મિત્ર જોનિથા ગાંધી સાથે એક્સક્લૂઝિવ પર્ફોર્મન્સ આપશે. સોનુ નિગમ વર્લ્ડ ટૂરના કાર્યક્રમ દરમિયાન અહીં પર્ફોર્મન્સ આપવાના છે. આ અગાઉ સોનુ નિગમના બદલે આતિફ અસલમ પર્ફોર્મ કરવાના હતા. શનિવારે સાંજે બોલિવૂડ એક્ટર આયુષ્યમાન ખુરાના અને સિંગર મોનાલી ઠાકુર પર્ફોર્મ કરશે. સોનુ નિગમ તેમની વર્લ્ડ ટૂર દરમિયાન સમય મળતા લાઇનઅપ કરશે. AAHOAના વાઇસ ચેરવુમન અને કન્વેન્શનલ કમિટી ચેરવુમન જાગૃતિ પાનવાલાએ કહ્યું કે, સોનુ નિગમના પર્ફોર્મન્સ માટે અમે લાઇન-અપ કરી રહ્યા છીએ. તેઓએ પોતાના સંગીતથી વિશ્વમાં પ્રસિદ્ધિ મેળવી છે અને અમારાં મેમ્બર્સ તેમના શોમાં એન્જોય કરશે તેવી આશા છે.


શું છે AAHOA?


AAHOA વિશ્વનું લાર્જેસ્ટ હોટલ ઓનર એસોસિએશન છે. જેમાં અમેરિકામાં એક અથવા બે હોટલ ધરાવતા અંદાજિત 18,500 AAHOA મેમ્બર્સ છે. બિલિયન ડોલર્સની પ્રોપર્ટી અને લગભગ દરેક સમુદાયના હજારો સેંકડો કર્મચારીઓ તેમાં આર્થિક ફાળો આપતા સભ્યો છે.

મિલકત અસ્કયામતો અને હજારો સેંકડો કર્મચારીઓમાં અબજો ડોલર, લગભગ દરેક સમુદાયમાં મુખ્ય આર્થિક ફાળો આપનારા સભ્યો છે. AAHOA મુક્ત એન્ટરપ્રાઇઝના ડિફેન્ડર અને અમેરિકન સપનાને સમજતું અગ્રણી એસોસિએશન છે.

X
The convention, marking the association’s 30th anniversary
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી