• Home
  • NRG
  • USA
  • The convention, celebrates the association’s 30th anniversary

ટ્રેડ શો / સ્ટાર્સના પર્ફોર્મન્સ અને પ્રભાવશાળી પર્સનાલિટીની હાજરીથી AAHOA ટ્રેડ શોનું સમાપન

divyabhaskar.com

Apr 30, 2019, 11:40 AM IST
The convention, celebrates the association’s 30th anniversary
The convention, celebrates the association’s 30th anniversary

  • બિઝનેસની પ્રભાવશાળી લોકોએ કાર્યક્ષેત્ર અને જીવનના તેમના દ્રષ્ટિકોણ અને અનુભવો શૅર કર્યા

એનઆરજી ડેસ્કઃ (જય વ્યાસ, સાન ડિયાગો) કેલિફોર્નિયાના સાન ડિયાગો સિટીમાં 2019 AAHOA કન્વેન્શન એન્ડ ટ્રેડ શો યોજાઇ ગયો.. AAHOA (એશિયન અમેરિકન હોટલ ઓનર એસોસિએશન)ના 24-27 એપ્રિલ સુધી યોજાયેલા આ કાર્યક્રમનું આજે સમાપન થયું હતું. આ એસોસિએશનની 30મી એનિવર્સરીના પ્રસંગે 8,100 હોટેલિયર્સ અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીના પ્રોફેશનલ્સ, સ્વતંત્ર હોટેલર્સ અને યંગ પ્રોફેશનલ્સે લીધો હતો.

ટ્રેડ શોમાં આ વર્ષે સ્પીકર્સમાં ગવર્ન્મેન્ટ સેક્ટર, એજ્યુકેશન અને બિઝનેસના પ્રભાવશાળી લોકોએ હાજરી આપી. જેમાં ખાન એકેડમીના ફાઉન્ડર સાલ ખાન, ભૂતપૂર્વ હેવલેટ-પેકાર્ડ સીઇઓ કાર્લિ ફિરિના, માઇક એબ્રાશૉફ અને એક્ટિંગ વ્હાઇટ હાઉસના સ્ટાફ ચીફ માઇક મુલ્વાની હાજર રહ્યા હતા, તેઓએ પોતાના કાર્યક્ષેત્ર અને જીવનના તેમના દ્રષ્ટિકોણ અને અનુભવો શૅર કર્યા હતા.

શુક્રવારે સાંજે બોલિવૂડ સિંગર સોનુ નિગમે AAHOAમાં તેના મિત્ર જોનિથા ગાંધી સાથે એક્સક્લૂઝિવ પર્ફોર્મન્સ આપ્યું હતું. આજે શનિવારે સાંજે બોલિવૂડ એક્ટર આયુષ્યમાન ખુરાના અને સિંગર મોનાલી ઠાકુરે પર્ફોર્મ કર્યુ.

શું છે AAHOA?

AAHOA વિશ્વનું લાર્જેસ્ટ હોટલ ઓનર એસોસિએશન છે. જેમાં અમેરિકામાં એક અથવા બે હોટલ ધરાવતા અંદાજિત 18,500 AAHOA મેમ્બર્સ છે. બિલિયન ડોલર્સની પ્રોપર્ટી અને લગભગ દરેક સમુદાયના હજારો સેંકડો કર્મચારીઓ તેમાં આર્થિક ફાળો આપે છે. મિલકત અસ્કયામતો અને હજારો સેંકડો કર્મચારીઓમાં અબજો ડોલર, લગભગ દરેક સમુદાયમાં મુખ્ય આર્થિક ફાળો આપનારા સભ્યો છે. AAHOA અમેરિકન સપનાઓને પ્રોત્સાહન આપતું બહોળું પ્લેટફોર્મ છે.

X
The convention, celebrates the association’s 30th anniversary
The convention, celebrates the association’s 30th anniversary
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી