• Home
  • NRG
  • USA
  • Jagruti Panwala is now first woman chairperson of AAHOA

કેલિફોર્નિયા / સાન ડિયાગોમાં AAHOAની નવા ડાયરેક્ટર્સની જાહેરાત, સુરતના જાગૃતિ પાનવાલા પ્રથમ મહિલા ચેરપર્સન બન્યાં

divyabhaskar.com

Apr 30, 2019, 11:39 AM IST
જાગૃતિ પાનવાલા (તસવીર સૌજન્યઃ ફેસબુક)
જાગૃતિ પાનવાલા (તસવીર સૌજન્યઃ ફેસબુક)

  • AAHOAમાં કુલ 18,50060 % મેમ્બર્સ છે
  •  


એનઆરજી ડેસ્કઃ (જય વ્યાસ, સાન ડિયાગો) કેલિફોર્નિયાના સાન ડિયાગો સિટીમાં યોજાયેલા AAHOA (એશિયન અમેરિકન હોટલ ઓનર એસોસિએશન) કન્વેન્શન એન્ડ ટ્રેડ શોની સફળતા બાદ AAHOAએ નવા સેક્રેટરી અને બોર્ડ મેમ્બર્સની જાહેરાત કરી છે. જેમાં મૂળ સુરતના જાગૃતિ પાનવાલ પ્રથમ મહિલા ચેરપર્સન બની ગયા છે. AAHOAમાં કુલ 18,50060 % મેમ્બર્સ છે. તેના ચાર દિવસીય કન્વેન્શન એન્ડ ટ્રેડ શોમાં સ્પીકર તરીકે ખાન એકેડમીના ઓનર સાલ ખાન, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી, એચપી કોમ્પ્યુટર કંપનીના પૂર્વ સીઇઓ અને અન્ય જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. જ્યારે એન્ટરટેઇનમેન્ટ સેક્ટરમાંથી બોલિવૂડ સિંગર સોનુ નિગમ, નોમિતા ગાંધી, એક્ટર આયુષ્યમાન ખુરાના અને સિંગર મોનાલી ઠાકુરે પર્ફોર્મ કર્યુ હતું.

AAHOAના નવા સેક્રેટરી અને બોર્ડ મેમ્બર્સની જાહેરાત બાદ હવે તેના તમામ ડાયરેક્ટર્સ 38થી ઓછી વયના છે. જેમાં નિશાંત (નિલ) પટેલ સીઇઓ હવે AAHOAના સેક્રેટરી છે. નિલ પટેલ બ્લૂ ચિપ હોટલના ફાઉન્ડર અને મેનેજિંગ પાર્ટનર છે. બ્લૂ ચિપ હોટલ મેનેજમેન્ટ અને કોન્સ્યુલેશનમાં નિષ્ણાત કંપની છે. આ અગાઉ નિલ પટેલ AAHOAના વેસ્ટર્ન ડિવિઝનમાં યંગ પ્રોફેશનલ ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે.


AAHOA મેમ્બર્સે વધુ આઠ નવા સભ્યોને આગામી ત્રણ વર્ષ માટે બોર્ડ ઓફ ડાયરેક્ટર માટે પસંદ કર્યા છે.
1) એટ લાર્જ ડાયરેક્ટર: પ્રશાંત પટેલ
2) યંગ પ્રોફેશનલ ડાયરેક્ટર વેસ્ટર્ન ડિવિઝનઃ મિરાજ એસ પટેલ (MBA, CHO, CHIA)
3) અલ્બામાના રિજનલ ડાયરેક્ટરઃ સંજય એમ પટેલ
4) સેન્ટ્રલ મિડવેસ્ટ રિજનલ ડાયરેક્ટરઃ હિતેશ પટેલ
5) ગલ્ફ રિજનલ ડાયરેક્ટરઃ નિક ઝવેર
6) નોર્થ કેરોલિના રિજનલ ડાયરેક્ટરઃ અક્ષત એ. પટેલ
7) નોર્થવેસ્ટ રિજનરલ ડાયરેક્ટર: હિતેન પટેલ (CHO)
8) વોશિંગ્ટન, ડીસી એરિયા રિજનલ ડાયરેક્ટઃ સંદિપ પટેલ


AAHOAના ઇન્ટરિમ પ્રેસિડન્ટ અને સીઇઓ રાશેલ હમ્ફ્રેએ ઇવેન્ટ અને નવા ડાયરેક્ટર્સની પસંદગી બાદ કહ્યું કે, AAHOA સેક્રેટરી અને તમામ નવા બોર્ડ મેમ્બર્સને હું અભિનંદન પાઠવું છું. હું આશા રાખું છું કે, આપણાં અધિકારીઓ, બોર્ડ અને આખી AAHOA ટીમ અમેરિકાના હોટેલિયર્સને આ જ પ્રકારે ભવિષ્યમાં પણ સેવા અને મૂલ્ય પુરૂં પાડશે.

X
જાગૃતિ પાનવાલા (તસવીર સૌજન્યઃ ફેસબુક)જાગૃતિ પાનવાલા (તસવીર સૌજન્યઃ ફેસબુક)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી