Home >> NRG >> USA
  • ટ્રમ્પના ભાષણમાં મહેમાન બની આ ભારતીય મહિલા, એન્જિનિયર પતિની થઇ હતી હત્યા
    એનઆરજી ડેસ્કઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રસમાં તેમનું પહેલુ સ્ટેટ ઓફ ધ યૂનિયન એડ્રેસ આપ્યું ત્યારે આ પ્રસંગે હાજર મહેમાનોમાં દિવંગત ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચિભોટલાની પત્ની સુનૈના દુમાલા પણ સામેલ થઇ. સ્ટેટ ઓફ ધ યૂનિયન એડ્રેસ યુએસ રાષ્ટ્રપતિ તરફથી દર વર્ષે અપાતું પારંપારિક ભાષણ છે. રાષ્ટ્રપતિ કોંગ્રેસના બન્ને સદનની સંયુક્ત બેઠકને સંબોધિત કરે છે. જેમાં દેશની હાલત અંગે વિચારણા કરવામાં આવે છે. ગત વર્ષે થઇ હતી હત્યા ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચિભોટલા ગત...
    January 31, 11:37 AM
  • US: જ્યોર્જિયામાં ટેરેસ પર લગ્ન કરવા માટે આ 5 જગ્યાઓ છે ફેમસ
    એનઆરજી ડેસ્કઃ ભારતમાં હવે પ્રિ-વેડિંગ ફોટો અને વીડિયો શૂટનો ટ્રેન્ડ શરૂ થયો છે. જો કે મેરેજ કરવા માટે લોકો મોટા ભાગે પાર્ટી પ્લોટ, હોલ કે હોટલની પસંદગી કરતા હોય છે. પરંતુ યુએસમાં બિલ્ડિંગ કે હોટલની છત (ટેરેસ) પર મેરેજ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અમેરિકામાં ક્રિશ્ચિઅન કોમ્યુનિટી વધુ હોવાથી ત્યાં લિમિટેડ સંખ્યામાં માણસોને બોલાવીને છત પર વેડિંગનું આયોજન થતું હોય છે. 50 કે 100 માળની ઉંચી બિલ્ડિંગ પર આ રીતે મેરેજ કરવાનો લ્હાવો પણ કંઇક અનેરો હોય છે. પ્રેમ વ્યક્ત કરવા માટે પણ આવી જગ્યા પ્રેમીઓને વધુ...
    January 30, 02:26 PM
  • US:મિયામી બીચ પર ગર્લફ્રેન્ડ સાથે ફરી રહેલા પટેલ યુવાનની ગોળી મારી હત્યા
    મિયામીઃ અમેરિકાના ફ્લોરિડામાં મિયામી બીચ પર પોતાની ગર્લફ્રેન્ડ સાથે ફરવા ગયેલા એક પટેલ યુવાનની કોઇ અજાણ્યા હુમલાખોરે ગોળી મારી હત્યા કરી છે. મરનાર વ્યક્તિનું નામ કામિલ પટેલ છે અને તે વિલિયમ્સવીલે ઇસ્ટ હાઇસ્કૂલમાંથી ગ્રેજ્યુએટ હતો. પોલીસ આ ઘટનાની તપાસ ચલાવી રહી છે. વિલિયમ્સવીલેનો સ્નાતક સુત્રોના જણાવ્યા અનુસાર, મૃતક કામિલ પટેલની ઉંમર 29 વર્ષની હતી અને તે ટેક્સાસથી મિયામી આવ્યો હતો. વિલિયમ્સવીલે સ્કૂલમાંથી 2006માં ગ્રેજ્યુએટ એવા કામિલ પટેલની હત્યાના પ્રત્યક્ષદર્શીએ પોલીસને...
    January 30, 12:24 PM
  • ભારતીય મૂળના ડ્રિમર પાર્થિવ પટેલે યુએસમાં રચ્યો ઇતિહાસ, વકીલ તરીકે તરીકે લીધી એન્ટ્રી
    ન્યૂજર્સીઃએક તરફ ટ્રમ્પ પ્રશાસન અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને કાઢી મૂકવા માટે તત્પર છે તો બીજી તરફ ભારતીય મૂળના એટર્ની પાર્થિવ પટેલે ઇતિહાસ રચ્યો છે. તેઓ એવા પહેલા ડ્રિમર છે જેને ન્યૂજર્સી બાર એસોસિએશને વકીલ તરીકેની માન્યતા આપી છે. પટેલને ન્યૂજર્સીના એટર્ની જનરલ ગુરબીર ગ્રેવાલ, કે જેઓ પોતે જ આ સ્ટેટમાં વકીલ તરીકેનો હોદ્દો સંભાળનારા પ્રથમ ઇન્ડિયન અમેરિકન છે, તેમણે હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. ન્યૂજર્સીના ગર્વનર ફિલ મર્ફીની હાજરીમાં પાર્થિવ પટેલે હોદ્દો ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે...
    January 29, 11:28 AM
  • યુ.એસ.માં તમાકુનો હોલસેલ વેપાર કરતા બે ભારતીય પર ટેક્સ ચોરીનો આરોપ
    કનેકટીકટ : યુ.એસ.માં તમાકુનો હોલસેલ વેપાર કરતા બે ભારતીય અમેરિકન પર ટેક્સ ચોરીનો આરોપ લાગ્યો છે. ઇન્ડિયન અમેરિકન ૩૯ વર્ષીય પાવન વાસવાણી તથા ૪૫ વર્ષીય રિષી મલિક ઉપર વાયર ફ્રોડ દ્વારા માલની હેરાફેરીમાં ઓછો ટેક્ષ ભરી ૫.૮ મિલીયન ડોલરનું કૌભાંડ આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કનેકટીકટ ડીસ્ટ્રીકટના યુ.એસ. એટર્ની જોહન એચ.દુરહામએ જણાવ્યું હતું કે જો તેમના ઉપરના આરોપો પૂરવાર થાય તો સિગારેટ ટ્રાફિકીંગ એકટના ભંગ બદલ વધુમાં વધુ 20 વર્ષની જેલ સજા થઇ શકે છે. વાસવાણી પર 12 એકાઉન્ટસ અને મલિક પર ચાર...
    January 27, 11:21 AM
  • US: ગુજરાતી છોકરીની હત્યા કેસની ટ્રાયલ માર્ચમાં, ડ્રાઇવર સાથે થયો હતો પ્રેમ
    એનઆરજીડેસ્કઃ અમેરિકાના મિનેપોલિસ સિટીમાં રહેતી રિયા પટેલની હત્યા કેસમાં કોર્ટે સુનાવણી માર્ચ મહિના સુધી મુલતવી રાખી છે. સરકારી વકીલ રશેલ ક્રેકરે કોર્ટને જણાવ્યું કે આ કેસમાં હજુ સંપૂર્ણ તપાસ થઇ નથી. મહત્વનું છે કે રિયા પટેલની હત્યા કેસમાં તેના બોયફ્રેન્ડ માઇકલ કેમ્પબેલની ધરપકડ કરવામાં આવી છે. સપ્ટેમ્બરમાં થઇ હતી હત્યા ગતવર્ષે એટલેકે સપ્ટેમ્બર 2017માં મૂળ ગુજરાતી એવી રિયા પટેલ તેના બોયફ્રેન્ડ માઇકલ કેમ્પબેલ સાથે કારમાં ફરવા જઇ રહી હતી. ત્યારે કાર મિનેપોલિસમાં જ એક વીજળીના થાંભલા...
    January 26, 12:01 PM
  • 1000 રૂપિયા લઇને યુએસ ગયા હતા, આજે આ બે ગુજરાતીની 13000 કરોડની કંપની
    અમદાવાદઃ અમેરિકામાં અનેક ગુજરાતીઓ બિઝનેસમાં પોતાનો ડંકો વગાડી રહ્યા છે. માત્ર થોડાક રૂપિયા લઇને અમેરિકા ગયેલા ગુજરાતીઓ આજે કરોડો ડોલરમાં આળોટી રહ્યા છે. આવા જ બે ગુજરાતી ભાઇઓ છે ચિરાગ અને ચિન્ટુ પટેલ. ચિરાગ અને ચિન્ટુ પટેલની કંપની એમ્નિલ ફાર્માસ્યૂટિકલ્સ અમેરિકામાં પાંચમા ક્રમની સૌથી મોટી જેનેરિક દવાઓ બનાવતી કંપની છે. જેનું કુલ ટર્નઓવર 2 બિલિયન ડોલર (અંદાજે 12,800 કરોડ રૂપિયા) જેટલું છે. યુએસમાં 5 ટકા ડોક્ટર્સ પોતાના દર્દીઓને પટેલ બ્રધર્સની કંપનીની જ દવાઓ પ્રિસ્કાઇબ કરે છે. 1000 રૂપિયા લઇને...
    January 24, 02:47 PM
  • USના ઉમિયાધામ મંદિર દ્ધારા ઉત્તરાયણની થઈ ભવ્ય ઉજવણી, આવો હતો માહોલ
    એનઆરજી ડેસ્કઃ ઉત્તરાયણની ઉજવણી માત્ર ગુજરાતમાં જ નહીં વિશ્વભરમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ રહે છે ત્યાં ભવ્ય રીતે કરવામાં આવે છે. પછી તે અમેરિકા હોય કે ઓસ્ટ્રેલિયા કે પછી ન્યૂઝિલેન્ડ. દરેક સ્થળે ગુજરાતીઓ ભેગા થઇને એકબીજાના પતંગ કાપવાનો આનંદ મનાવે છે. અમેરિકાના જ્યોર્જિયામાં મેકોન સિટીમાં ઉમિયા માતાજી મંદિર દ્ધારા પણ મકરસંક્રાતિ પર્વનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓએ ભાગ લીધો હતો. મંદિરમાં નાસ્તા-પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોએ...
    January 23, 12:06 PM
  • આસ્થાનું કેન્દ્ર છે અમેરિકામાં આવેલુ આ હનુમાનજી મંદિર, લાગે છે ભક્તોની લાઈનો
    એનઆરજી ડેસ્ક: ભારતભરમા દેવી-દેવતાના મંદિરોને આસ્થાનું કેન્દ્ર ગણવામાં આવે છે. વિદેશમાં કાયમ માટે સ્થાયી થયેલા ભારતીયો અને ગુજરાતીઓમાં પણ આ જ આસ્થા હોય છે. જેથી તેઓ પણ તેમની નજીકના હિન્દુ મંદિરમાં પ્રાર્થના માટે જતા હોય છે. અમેરિકાના જ્યોર્જિયાના આલ્ફારેટ્ટા શહેરમાં પણ એક વિશાળ હનુમાનજી મંદિર આવેલું છે. આલ્ફારેટ્ટાના આ મંદિરમાં પણ ભારતની જેમ જ સમગ્ર તહેવાર અને ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. આલ્ફારેટ્ટાના આજુબાજુ વિસ્તારના લોકો માટે પણ આ હનુમાનજી મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે....
    January 22, 04:03 PM
  • ઇવાન્કાની સાથે મુલાકાતથી થયો હતો વિવાદ, આ ગુજરાતીનું ટ્રમ્પ કનેક્શન
    યુએસઃ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનને એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે. 2017માં એટલે કે એક વર્ષ પહેલા જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચૂંટણી જીત્યા બાદ ટ્રમ્પ બ્રાન્ડ હેઠળ મુંબઇમાં લક્ઝરી એપાર્ટમેન્ટ બાંધી રહેલા ભારતીય રિયલ એસ્ટેટ કારોબારીઓને મળ્યા ત્યારે મોટો વિવાદ સર્જાયો હતો. જે કારોબારીઓને ટ્રમ્પ મળ્યા તે હતા- પૂણેના પંચશીલ બિલ્ડર્સના અતુલ ચોરડિયા અને સાગર ચોરડિયા અને કલ્પેશ મહેતા, જેઓએ ભારતમાં ટ્રમ્પ બ્રાન્ડ હેઠળ લક્ઝરી એપાર્ટમેન્ટ બનાવ્યા છે. આ મુલાકાતમાં ટ્રમ્પની દીકરી ઇવાન્કા અને પુત્ર...
    January 20, 03:53 PM
  • યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ છે આ ગુજરાતી, કચ્છ સાથે છે સંબંધ
    એનઆરજી ડેસ્કઃ અમેરિકાના ઘણાં ભારતીયો આજે ઉચ્ચપદો પર કામ કરી રહ્યા છે તેમાંના એક છે રાજ શાહ. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના રાજ શાહને પોતાની કમ્યુનિકેશન ટીમમાં મહત્વના પદ પર નિમણૂક આપી છે. રાજ શાહ ટ્રમ્પના ડેપ્યુટી આસિસ્ટન્ટ એન્ડ ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી પણ છે. શાહ છે ટ્રમ્પની નજીક રાજ શાહ અગાઉ રાષ્ટ્રપતિના ડેપ્યુટી આસિસ્ટન્ટ અને ડેપ્યુટી કમ્યુનિકેશન ડાયરેક્ટર તરીકે કાર્ય કરતા હતા.32 વર્ષીય શાહને ટ્રમ્પની નજીકની માનવામાં આવે છે. ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદના શપથ લીધાના...
    January 20, 02:57 PM
  • ગુજરાતી ડિઝાઈનરે તૈયાર કર્યા'તા ટ્રમ્પની શપથવિધિમાં પુત્રીના શૂઝ
    એનઆરજી ડેસ્કઃ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનને એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે. ગત વર્ષે 71 વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 45માં પ્રેસિડન્ટ તરીકે શપથ ગ્રહણ કર્યા ત્યારે આ સમારોહમાં ટ્રમ્પ ફેમિલીનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો.કેપિટલમાં યોજાયેલા સમારોહમાં ટ્રમ્પની બે પુત્રી ઈવાન્કા અને ટીફનીએ પણ હાજરી આપી હતી. પિતાના શપથ ગ્રહણ સમારોહના યાદગાર પ્રસંગે પુત્રી ટીફનીએ લીલા કલરના પતંગિયા દર્શાવતા ખાસ શૂઝ લંડનથી મંગાવ્યા હતા. આ શૂઝની ડિઝાઈન મૂળ ભારતીય ગુજરાતી ડિઝાઈનર અરુણા શેઠે તૈયાર કરી...
    January 20, 12:54 PM
  • ગુજરાતી સંજય શાહે 113 કરોડમાં ખરીદ્યો હતો ડોનાલ્ડ ટ્રમ્પનો લક્ઝુરિયસ ફ્લેટ
    શિકાગોઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનને એક વર્ષ પૂર્ણ થયું છે. આ અવસરે અમે એવા એક ગુજરાતીની વાત કરીશું જેણે 113 કરોડમાં ડોનાલ્ડ ટ્રમ્પનો લક્ઝુરિયસ ફ્લેટ ખરીદ્યો હતો.અમેરિકાના એક ટેક મલ્ટીમિલ્યોનેર ગુજરાતીએ શિકાગોની પ્રખ્યાત ટ્રમ્પ ઈન્ટરનેશનલ હોટેલ એન્ડ ટાવરમાં 17 મિલિયન ડોલરમાં પેન્ટહાઉસ ખરીદી શિકાગોની રિયલ એસ્ટેટમાં ઈતિહાસ સર્જી દીધો હતો. ગુજરાતી મૂળના Vistex ના ફાઉન્ડર અને સીઈઓ સંજય શાહે શિકાગોના રિયલ એસ્ટેટમાં સૌથી મોંઘી કિંમતનો રેસિડેન્સીયલ સોદો પાર પાડ્યો હતો. આ...
    January 20, 10:47 AM
  • આ ગુજરાતી છે વ્હિસ્કી ઈન્વેસ્ટર, રાખે છે 4 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની વ્હિસ્કી
    એનઆરજીડેસ્કઃ વ્હિસ્કીના સેવનથી સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે, પણ જો બીજી તરફ જોઈએ તો મદિરાનું એક અલગ વિજ્ઞાન છે. ઊંચ્ચ કક્ષાના દારૂ ખરીદતા તથા તેનો સંગ્રહ કરનારા શોખ રાખતા લોકો વિશ્વમાં ઘણા લોકો છે. પણ તેમાંથી એક છે અમેરિકાના ધનાઢ્ય ગુજરાતી બિલ્ડર મહેશ પટેલ. જેમણે ફોર્બ્સ પણ કહે છે કે, વિશ્વમાં વ્હિસ્કીનો મહેશ પટેલ જેવો શોખીન માણસ બીજો કોઈ જ નહીં હોય. મહેશ દારૂમાં પૈસા રોકે છે તથા તેનું યોગ્ય સમયે વેચાણ કરીને નફો કમાય છે. મહેશ પટેલ પાસે 70 કરોડ રૂપિયાની 5 હજાર બોટલ છે. મહેશ પટેલ એ શખ્સ છે જે...
    January 19, 05:35 PM
  • મહેસાણામાં 8 વીઘાનું ખેતર, આ પટેલે USમાં ખોલ્યા 58 ગ્રોસરી સ્ટોર્સ
    એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં રહેતા ભારતીયો અને તેમાંય ખાસ કરીને ગુજરાતીઓ પરિવાર પછી કોઇ વસ્તુને મિસ કરતાં હશે તો તે ચોક્કસથી ગુજરાતી અને ઇન્ડિયન ફૂડ જ હશે. અમેરિકામાં આવતા ગુજરાતીઓને પહેલા જ દિવસે જો ખીચડી અને કઢી ખાવાનું મન થાય તો જરૂરી ઇન્ગ્રિન્ડિયન્સ તેઓ ક્યાં શોધે? ગુજરાતી કે ભારતીય લોકોની કરિયાણાની જરૂરિયાત અને તેને ખરીદવામાં આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને 1974માં મફતભાઇ પટેલે પોતાના ભાઇ તુલસી પટેલ તથા તેમના પત્ની અરુણાની મદદથી શિકાગોમાં પટેલ બ્રધર્સ નામના ગ્રોસરી સ્ટોર્સને શરૂ...
    January 18, 05:05 PM
  • આ પટેલની મહેનત રંગ લાવી, અમેરિકાના યોર્કમાં ખોલી ફ્યુઝન રેસ્ટોરન્ટ
    એનઆરજી ડેસ્કઃ અમેરિકાના યોર્ક શહેરમાં પોપ-અપ રેસ્ટોરન્ટ સીરિઝ Taste Testમાં ઓડિશન માટે એક વર્ષ કરતાં વધુ સમયથી તૈયારી કરી રહેલા શેફ (રસોઇયો) હમીર પટેલની મહેનત રંગી લાવી અને તેમણે યોર્ક શહેરમાં જ પોતાની ઇન્ડિયન ફ્યુઝન રેસ્ટોરન્ટ ખોલી નાંખી છે. ભારતીયોમાં જાણીતા હમીર પટેલના હાથની બનાવેલી રસોઇનો ચટાકો દરેકને છે લોકલ કોમ્યુનિટીમાં તે ખુબ જાણીતા છે. હમ્પત સ્પેશ્યાલિટી ફુડ માટે બે વર્ષથી મુખ્ય શેફ તરીક કામ કરતા હમીર પટેલનું પોતાની રેસ્ટોરન્ટ ખોલવાનું સપનું પૂર્ણ થયું છે. તેમને પોતાની સ્કીલ પર...
    January 13, 03:52 PM
  • કરોડનો ગોટાળો કરી નીક પટેલે બાંધ્યું હતું આવુ ભવ્ય ઘર, હોટલો પણ ખરીદી
    એનઆરજી ડેસ્કઃ 179 મીલિયન ડોલર (અંદાજે 1145 કરોડ રૂપિયા)ના ગોટાળાના આરોપી અને ફ્લોરિડાના બિઝનેસમેન અને હોટેલીયર નીક પટેલની ગત સપ્તાહે યુએસ છોડીને ભાગવાના પ્રયાસમાં એરપોર્ટ પરથી ધરકપકડ કરવામાં આવી હતી.નીક પટેલ પર 26 જેટલી ખોટી લોનો મિલવોકી ફાઇનાન્સિયલ ફર્મ પીનન્ટ મેનેજમેન્ટને આપવાનો આરોપ છે. નીક પટેલે કરોડોની લોનો આપીને તેમાંથી ભવ્ય ઘર બાંધ્યું હતું અને અનેક હોટલો ખરીદી હતી. નદીકિનારે ભવ્ય ઘર નીક પટેલ પર એવો આરોપ છે કે તેણે ગોટાળો કરી કરોડો રૂપિયાના ખર્ચે હોટલો ખરીદી હતી અને ઇલવર્થમાં એક...
    January 13, 11:26 AM
  • કેનેડાના ટોરેન્ટોમાં સ્વામિનારાયણ મંદિરમાં બરફ જ બરફઃ જુઓ વીડિયો
    એનઆરજી ડેસ્કઃ સમગ્ર અમેરીકામાં હાલ બરફનું તોફાન આવવાથી જનજીવન ઠપ્પ થયું છે. ત્યારે કેનેડામાં પણ જોરદાર હિમવર્ષા થઈ રહી છે. આ વીડિયો કેનેડાના ટોરેન્ટોનો છે. જ્યાં માઈનસ 22 ડિગ્રી તાપમાનમાં ઠેર ઠેર બરફના ઢગ દેખાઈ રહ્યા છે, ત્યારે ત્યાંના સ્વામિનારાયણ મંદિરનો વીડિયો ફેસબુક પર પોસ્ટ થયો છે. જેમાં આખુ મંદિર બરફથી ઢંકાયેલુ જોવા મળે છે,
    January 11, 02:53 PM
  • નીક પટેલની ફ્લોરિડા એરપોર્ટ પરથી ધરપકડ, 1100 કરોડના ગોટાળાનો આરોપ
    એનઆરજી ડેસ્કઃ 179 મીલિયન ડોલર (અંદાજે 1145 કરોડ રૂપિયા)ના ગોટાળાના આરોપી અને ફ્લોરિડાના બિઝનેસમેન અને હોટેલીયર નીક પટેલની યુએસ છોડીને ભાગવાના પ્રયાસમાં એરપોર્ટ પરથી ધરકપકડ કરવામાં આવી છે. ઓર્નાલ્ડો સેન્ટેનિયલના જણાવ્યા અનુસાર નીક પટેલ ફ્લોરિડાના કિસીમ્મી એરપોર્ટ પરથી અમેરિકા છોડીને ભાગવાના પ્રયત્નમાં હતા ત્યારે સત્તાવાળાઓએ તેમની ધરપકડ કરી હતી. 26 ખોટી લોન આપવાનો આરોપ નીક પટેલ પર 26 જેટલી ખોટી લોનો મિલવોકી ફાઇનાન્સિયલ ફર્મ પીનન્ટ મેનેજમેન્ટને આપવાનો આરોપ છે. તહોમતનામામાં એવો આરોપ છે...
    January 10, 04:23 PM
  • USમાં સારી નોકરી છોડી પરત ફર્યાં ભારત, આજે છે દેશના સૌથી મોટા વાઈન ઉત્પાદક
    એનઆરજી ડેસ્ક: ગુજરાત સહિત ભારતમાંથી સારી નોકરી અને ઉચ્ચ અભ્યાસ માટે યુવાનો વિદેશ જતા હોય છે, પણ છેલ્લા ઘણા સમયથી વિદેશમાં સારી નોકરી કે ઉચ્ચ અભ્યાસ બાદ યુવાનો પોતાના વતન પાછા ફરીને કોઈ મોટો બિઝનેસ શરૂ કરતા હોય છે. આવા જ એક મુંબઈના બિઝનેસમેન છે રાજીવ સમંત. અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ બાદ થોડા સમય નોકરી કરી ભારત ફરેલા રાજીવે મુંબઈથી 180 કિમીના અંતરે આવેલા નાસિકમાં સ્થાપેલો વાઈન ઉદ્યોગ આજે દેશમાં ટોપના સ્થાને છે. એટલું જ નહીં નાસિકને દ્રાક્ષ ઉત્પાદક અને વાઈન ઉત્પાદક કેન્દ્ર બનાવી રાજીવ વાઈન બિઝનેસ...
    January 6, 10:05 AM