Home >> NRG >> USA
 • પટેલોએ અમેરિકામાં 32 એકરમાં 135 કરોડમાં બનાવ્યું છે આવું ઉમિયાધામ
  અમેરિકાઃ વિદેશોમાં વસતા ગુજરાતીઓમાં આજે પટેલોની વસ્તી સૌથી વધારે છે. અમેરિકામાં પણ પટેલો મોટા પ્રમાણમાં વસે છે. પટેલ સમાજે અમેરિકામાં પોતાના કુળદેવી ઉમિયા માતાજી પ્રત્યેની શ્રદ્ધાંના કેન્દ્રો ઉભા કરવા તરફ કૂચ કરી છે. આજે અમેરિકામાં ચાર મંદિરોનું નિર્માણ કાર્ય ચાલુ છે જ્યારે 2 મંદિરોનું પૂર્ણ થવાના આરે છે. અમરિકાના જ્યોર્જિયામાં ઉમિયા માતાજીનું સૌ પ્રથમ મંદિર આવેલું છે, જે 135 કરોડ રૂપિયાના ખર્ચે 32 એકર વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યું છે.
  February 15, 02:45 PM
 • ગણેશના ફોટાવાળા કટીંગ બોર્ડનો વિવાદ, યુએસની કંપનીએ માંગી માફી
  બોસ્ટનઃ યુ.એસ.ના બોસ્ટનમાં હોમ ડેકોરેશન આઇટમનો ઓનલાઇન રીટેલ વેપાર કરતી જાયન્ટ કંપની વેફેરે ભગવાન ગણેશની કટીંગ કરેલા બોર્ડ વેચાણ માટે દર્શાવ્યા હતા. જેનો વિરોધ થતાં અંતે બજારમાંથી પરત ખેંચવામાં આવ્યા છે. યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઝમના પ્રેસિડન્ડ નેવાડા સ્થિત શ્રી રાજન ઝેડએ કંપનીને જણાવ્યું હતું કે ભગવાન ગણેશ હિન્દુઓની પૂજા માટે છે. જે મંદિરોમાં મુકાયેલી મૂર્તિ દ્વારા પૂજાય છે. તેમના ફોટા વાળા કટીંગ બોર્ડ મુકવાથી હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાય છે.
  February 15, 12:55 PM
 • ખિસ્સામાં રૂપિયા છે તો ટ્રમ્પ પણ નહીં રોકી શકે, આ રીતે મળશે અમેરિકાનું ગ્રીન કાર્ડ
  નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ પદની શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તે અમેરિકામાં એન્ટ્રીને પહેલાના મુકાબલે વધુ ટફ બનાવી દેશે. તેના માટે તેમણે એચ1 બી વીઝાના નિયમોમાં અનેક પ્રકારના ફેરફારો પણ કર્યા, પરંતુ એક રસ્તો એવો પણ છે જેની પર તે હજુ પણ બેરિયર નથી લગાવી શક્યા. એટલે કે કહેવાય છે ને કે સૌથી મોટો રૂપિયો. હવે ભારતીયો રૂપિયાના બદલામાં અમેરિકાનું ગ્રીન કાર્ડ લઇ રહ્યા છે. એક નવા રિપોર્ટ અનુસાર, મોટી સંખ્યામાં ભારતીય ઇબી-ઇન્વેસ્ટર વીઝાના માધ્યમથી અમેરિકામાં રોકાણ કરી રહ્યા છે....
  February 15, 12:25 PM
 • US: 2 સ્ટોરમાં ફાયરિંગ, ભારતીયનું મોત, ગુજરાતી યુવકની હાલત ગંભીર
  વોશિંગ્ટનઃ જોર્જિયામાં એક શખ્સે બે સ્ટોર્સમાં ફાયરિંગ કર્યું, જેમાં ભારતીય મૂળના એક શખ્સનું મોત થયું છે. અને બીજાની હાલત ગંભીર છે. ઘટના મંગળવારની છે અને બન્ને સ્ટોર્સમાં 10 મિનિટની અંદર ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો. શેરિફ ઓફિસના અનુસાર, લેમાર રશદ નિકોલસન (28)ની ધરપકડ કરવામાં આવી છે. તેને ફ્લોયડ કાઉન્ટી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. તેની પર હત્યા, રોબરી અને ગુનો કરવા દરમ્યાન હથિયાર રાખવાનો આરોપ લગાવાયો છે. સ્ટોરમાં ઘુસતા જ શરૂ કર્યું ફાયરિંગ - શેરિફ ઓફિસના અનુસાર, નિકોલસન...
  February 9, 04:42 PM
 • ભારતીય અમેરિકી ડોક્ટર પર છેતરપિંડીનો આરોપ
  વોશિંગ્ટન: અમેરિકામાં ભારતીય મૂળના એક અમેરિકી ડોક્ટર અને અન્ય બે લોકો પર હેલ્થ કેર યોજનામાં કથિત રૂપે લાંચ આરોપ લાગ્યો છે. ભારતીય મૂળના 60 વર્ષીય અમેરિકી ડોક્ટર પદ્મિની નાગરાજ તથા મોંહમ્મદ કલીમ અરશદ (62) અને જોસેફ એ હાઇન્સ (61) પર ગેરકાયદે રીતે હેલ્થ કેરના નામે લાંચ લેવા અને તેનું કાવતરૂ રચવાનો આરોપ લાગ્યો છે. અમેરિકાના કાયદા વિભાગે જણાવ્યું કે અરશદ અને પદ્મની પર હેલ્થ કેર છેતરપિંડીનો આરોપ છે, જ્યારે હાઇન્સ એક કંપનીમાં માર્કેટિંગનું કામ કરતો હતો. આ ત્રણેય લુસિયાનાના રહેનારા છે આરોપ છે કે...
  February 9, 04:39 PM
 • અમેરિકામાં આ છે ભવ્ય સ્વામિનારાયણ મંદિર, આ કારણે અન્ય મંદિરોથી અલગ
  એનઆરજીડેસ્કઃદેશ વિદેશોમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક ભવ્ય મંદિરો આવેલા છે. આ ભવ્ય મંદિરોમાં એક મંદિર છે ફ્લોરિડાના બોયન્ટન બીચ પાસે આવેલું શ્રી સ્વામિનારાયણ મંદિર. અમેરિકામાં ફ્લોરિડાના મિયામીમાં બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા(બીએપીએસ)નું શ્રી સ્વામિનારાયણ મંદિર હરિભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. બોયન્ટન બીચ પાસે આવેલા આ મંદિરનું બાંધકામ તેને અન્ય મંદિરો કરતા અલગ પાડે છે. આ મંદિરનું બાંધકામ કોઈ વૈભવી બંગલા જેવું કરવામાં આવ્યું છે. જેથી ફ્લોરિડા...
  February 8, 06:17 PM
 • US:શીખ સંચાલિત ગેસ સ્‍ટેશન ઉપર હુમલો, વંશીય ભેદભાવ દર્શાવતા લખાણો લખ્યા
  કેંટકીઃ અમેરિકાના કેંટકીમાં શીખ સજ્જન ગેરી સિંઘ સંચાલિત ગેસ સ્ટેશન ઉપર એક બુકાનીધારી વ્યક્તિએ હુમલો કરી તોડફોડ કરી હતી. તથા વંશીય ભેદભાવ દર્શાવતા શબ્દો તથા ચિહનો લંખ્યા હતા. આ ઘટનાથી ગેસ સ્ટેશનના માલિકે પોતે ડરી ગયા હોવાનું જણાવ્યું હતું. તથા હુમલાખોરે લખેલી અમુક ચિઠ્ઠીઓ પણ મળી અકિલા આવી હોવાનું જણાવ્યુ હતુ જેમા સ્ટોર ખાલી કરી જતા રહેવાનું લખ્યુ હતું. પોલીસ તપાસ ચાલુ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
  February 8, 11:42 AM
 • ભારતીય છોકરીએ બરફ પર કર્યો 'ઘૂમર' ડાન્સ, ફિલ્મને આપી અનોખી ટ્રિબ્યૂટ
  એનઆરજી ડેસ્કઃ સંજય લીલા ભણસાળીની ફિલ્મ પદ્માવત ભારતમાં તો સૌથી ચર્ચિત છે જ, સાથે જ વિદેશોમાં પણ તેને લઇને ઘણી વાતો થઇ રહી છે. દેશની બહાર ફિલ્મની કમાણી પર જઇએ તો ખબર પડે કે વિદેશોમાં લોકો તેને ઘણી પસંદ કરી રહ્યા છે. ફિલ્મની આવી જ એક પ્રશંસકે પદ્માવતની રીલીઝ પછી એક અનોખી રીતે ફિલ્મને ટ્રિબ્યૂટ કરી છે. અમેરિકાની પાસે લાસ વેગાસમાં રહેનારી ભારતીય મૂળની એક સ્કેટર અને ડાન્સરે બરફ પર ઘૂમર ગીત પર ડાન્સ કર્યો. તમને જણાવી દઇએ કે મયૂરી ભંડારી નેશનલ લેવલે (જૂનિયર) સ્કેટિંગ ચેમ્પિયન અને ડાન્સર છે. આ...
  February 6, 04:32 PM
 • મોદીના આમંત્રણ પર ભારત ફરવા આવેલી ગુજરાતી યુવતીની બેગની ચોરી
  નવી દિલ્હીઃ કેનેડાથી ભારત ફરવા આવેલી નીતા મહેતાના સામાનની ચોરી બાદ તેમનો ગુસ્સો સાતમા આસમાને છે. 9 વર્ષ બાદ ભારત આવેલી નીતાની બેગ દિલ્હીના સદર બજાર પાસેથી ચોરી થઇ છે. તેમનું કહેવું છે કે આનો રિપોર્ટ તેમણે દિલ્હી પોલીસમાં કયો છે. પરંતુ પોલીસે આ અંગે કોઇ કાર્યવાહી કરી નથી. નીતા મહેતાનો આરોપ છે કે પોલીસે જે એફઆઇઆર નોંધી છે તે પણ સંપૂર્ણ રીતે યોગ્ય નથી. મીડિયાની સામે ગુસ્સો વ્યક્ત કરતા નીતાએ કહ્યું કે વડાપ્રધાન મોદી જ્યારે કેનેડાના પ્રવાસે હતા ત્યારે તેમણે કહ્યું હતું કે ભારતમાં બધુ બદલાઇ...
  February 6, 11:52 AM
 • કેનેડામાં ભારે બરફવર્ષાથી ગુજરાતીના ઘરની બહાર બરફના થર જામ્યાઃ Photos
  ટોરેન્ટોઃ કેનેડાના સૌથી મોટા શહેર ટોરોન્ટોમાં ગત દિવસોમાં ભારે બરફવર્ષા થઇ. જેના કારણે અનેક લોકો બેઘર પણ બન્યા. કેનેડાના પૂર્વના રાજ્યોમાં વિજળીની આપૂર્તિ પણ અટકી ગઇ. રસ્તાઓ, ઘરોને મોટી સંખ્યામાં નુકસાન થયું. બરફ હટાવવામાં કર્મચારીઓને પણ ઘણી મુશ્કેલી પડી. તાપમાન શૂન્યથી 40 ડિગ્રી નીચે જતું રહેતા 18 જેટલા લોકોના મોત પણ થયા. ટોરેન્ટોમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે ત્યારે આવા જ એક ગુજરાતી પ્રફુલ્લભાઇ પટેલે તેમના ઘરની બહાર જામી ગયેલા બરફના થરના કેટલાક ફોટોઝ દિવ્યભાસ્કર.કોમને મોકલ્યા છે.
  February 6, 10:51 AM
 • અમેરિકામાં બે ગુજરાતીઓએ નકલી સિગારેટ ઘૂસાડવા બદલ થશે 5 વર્ષની જેલ
  વોશિંગ્ટનઃ અમેરિકામાં નકલી સિગારેટ ઘુસાડવા ષડયંત્ર રચનાર બે ભારતીયો અને ભારતસ્થિત કંપનીએ તેનો ગુનો કબુલ્યો હતો. ફેડરલ વકીલોએ કહ્યું હતું કે નકલી સિગારેટ પર અમેરિકન કંપની ન્યુપોર્ટનું વેપારનું નામ અને બ્રાન્ડ લખેલું હતું જેને ઓળખવું મુશ્કેલ હતું. અભિષેક શુકલ અને હરિશ શાબભાઇ પંચાલને દરેકને પાંચ પાંચ વર્ષની જેલ અને ૨૫૦,૦૦૦ લાખ ડોલરનો દંડ થશે. ઉપરાંત પાંચ વર્ષ નજર કેદ.ભારતસ્થિત કંપની જ્યુબિલી ટોબેકો ઇન્ડસ્ટ્રીઝ કોર્પો.પર પાંચ લાખ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો. એકરારનામામાં કંપનીએ...
  February 5, 06:02 PM
 • અમેરિકામાં આ પટેલ બનાવે છે 350 કરોડની સિગાર, 'Rock Star' તરીકે ફેમસ
  અમેરિકાઃ ઘણી વખત તમે ફિલ્મો તથા અન્ય લેવિસ લાઈફ લાઈફમાં રહેતા લોકોને બે હોઠ વચ્ચે ચિરૂટ દબાવીને બેસેલા અને ગોળ રિંગના ધૂમાડા કાઢતા જોયા હશે. જોકે, અહીંયા વાત કંઈક ઓર જ છે. મૂળ ભારતીય લોયરને સિગારનો એટલો ચસ્કો લાગ્યો કે તેમણે પોતાની લો પ્રેક્ટીસ છોડી દીધી અને સિગારનો બિઝનેસ શરૂ કરી દીધો. આજે સિગાર કંપની 35થી વધુ બ્રાન્ડ, કદ, આકાર અને ટેસ્ટમાં સિગારનું ઉત્પાદન કરે છે. તેઓ રૂપિયા 400થી માંડીને રૂપિયા 1700 સુધીની સિગાર બનાવે છે. આ સિગારના ઉત્પાદક છે રાકેશ રોકી પટેલ. આજે અમે તેમની રાકેશ પટેલમાંથી...
  February 5, 04:41 PM
 • કેનેડાઃ આ 18 વર્ષની ગુજરાતી છોકરી બની મિસ ટીએનજ પીલ 2018
  એનઆરજી ડેસ્કઃ કેનેડાના બ્રેમપ્ટનમાં રહેતી 18 વર્ષીય ગુજરાતી યુવતી જિંકલ મહેતાએ મિસ ટીનેજ પિલ 2018નો ખિતાબ મેળવ્યો છે. ટીનેજ પિલ 2018 સૌંદર્ય સ્પર્ધામાં જિંકલે 17 યુવિતીઓેને પાછળ રાખી મેદાન માર્યું છે. હવે જિંકલ મહેતા રાષ્ટ્રીય કક્ષાએ યોજાતી Miss Teenage સ્પર્ધામાં ભાગ લેશે. ઓન્ટારીઓની 17 યુવતીઓ પૈકીની એક હતી. જિંકલનો Miss Teenage કેનેડામાં ભાગ લેનારી સાત યુવતીઓમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મિસ ટીનેજ પીલ 2018ની સ્પર્ધામાં સ્વીમસૂટ, ઇવિંગ ગાઉન, ફોટોજેનિક, પર્સનલ ઇન્ટરવ્યૂ અને વર્તણૂકના આધારે પસંદગી થઇ છે. આ...
  February 5, 10:00 AM
 • કેનેડાના વડા પ્રધાનનો પણ અમદાવાદમાં રોડ-શો
  અમદાવાદ: કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ૧૭થી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન ભારતના મહેમાન બનશે. અમદાવાદ એર પોર્ટથી સાબરમતી આશ્રમ સુધી ટ્રુડોનો પણ રોડ-શો યોજશે. જોકે, હજુ સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના અમદાવાદ આગમન અંગે નિશ્ચિત કાર્યક્રમ અપાયો નથી, પણ જરૂરી સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ કરવાની સૂચનાઓ મળી ચૂકી હોવાના અહેવાલ છે. શક્ય છે કે, કેનેડાના વડા પ્રધાન ગાંધીનગર કે દિલ્હી અક્ષરધામની મુલાકાત લે તેવો કાર્યક્રમ પણ ફાઈનલ થઈ શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ રાષ્ટ્રપ્રમુખ,...
  February 3, 04:17 PM
 • ભારતીય મૂળની મહિલા અને તેના પુત્રની અમેરિકામાં હત્યા
  વોશિંગ્ટનઃ અમેરિકાના વર્જિનિયામાં એક ઘરમાં ભારતીય મૂળની એક મહિલા અને તેના પુત્રની લાશ મળી આવી છે. આ મહિલા અને તેના પુત્રની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે તેવું સ્થાનિક પોલીસનું કહેવું છે. પોલીસે અપરાધીઓને પકડવા માટે શોધખોળ આરંભી છે. પોલીસે મૃતક મહિલાની ઓળખ માલા મનવાણી (65 વર્ષ) અને તેના પુત્ર રીષી મનવાણી (32 વર્ષ) તરીકે કરી છે. પોલીસે જણાવ્યું કે આ એક સુવ્યવસ્થિત રીતે કરાયેલી હત્યા છે. ઘટનામાં પબ્લિકને કોઇ ખતરો ઉભો થયો નથી. આ સ્થળે માત્ર આ માતા અને પુત્ર જ રહેતા હતા.
  February 2, 05:19 PM
 • આ ગુજરાતી સામે USમાં લાંચ આપવાનો આરોપ, મૂકાયું તહોમતનામું
  વોશિંગ્ટનઃ અમેરિકાના ડેટ્રોઇટની એક આઇટી કંપનીના ભારતીય મૂળના ભૂતપૂર્વ સીઇઓ 54 વર્ષીય પરિમલ ડી.મહેતા સામે લાભ મેળવવા માટે શહેરના એક અધિકારીને લાંચ આપવાનો આરોપ છે. આ કેસમાં પરિમલ મહેતા ઉર્ફે પેરી મહેતા સામે તહોમતનામું ઘડવામાં આવ્યું હોવાનું અમેરિકાના ન્યાય વિભાગે જણાવ્યું છે. 2009થી 2016 દરમિયાન ડેટ્રોઇટની ટેક્નોલોજી સર્વિસીસ વિભાગની કચેરીના ભૂતપૂર્વ ડિરેક્ટર ચાર્લ્સ ડોડને મહેતાએ ઘણી વાર રોકડમાં લાંચની ચુકવણી કરી હતી. મહેતાએ ડોડને લાંચ આપીને ખાસ ટેક્નોલોજી પ્રોજેક્ટ્સ માટે...
  February 2, 05:01 PM
 • આ શાહ દંપતીએ અમેરિકાના મંદિરને કર્યું 6.5 કરોડનું દાન, છે કરોડોનો કારોબાર
  એનઆરજી ડેસ્કઃ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટર્સ રક્ષિત અને કેતકી શાહે ફ્લોરિડાના ટેમ્પામાં શ્રી લક્ષ્મી નારાયણ ટેમ્પલને 1 મિલિયન ડોલર (અંદાજે 6.5 કરોડ રૂપિયા) નું દાન કર્યું છે. દાનની આ રકમનો ઉપયોગ મંદિરની સુવિધાઓ વધારવામાં અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચાશે. શાહ દંપતી હાલ ટેમ્પા, ફ્લોરિડામાં વસે છે. 6000 ચોરસ ફૂટમાં મંદિર બંધાશે શાહ દંપત્તીએ અમેરિકાના ટેમ્પામાં વલ્લભ યૂથ ઓર્ગેનાઇઝેશન (VYO-USA)ને પણ 9,30,000 ડોલરનું દાન કર્યું છે. મંદિરના ફાઉન્ડર વ્રજરાજકુમારજીના દિશા-નિર્દેશ અનુસાર આ મંદિરમાં સુવિધાઓ...
  February 2, 04:28 PM
 • આવા પટેલો પણ છે અમેરિકામાં, ગરમી વગર કપડા સૂકાઇ જાય તેવું ડ્રાયર શોધ્યું
  એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં રહેતા પટેલો ફક્ત હોટલ કે મોટલ જ નથી ચલાવતા પરંતુ અનેક ક્ષેત્રોમાં આગળ છે. અમે આજે આવા જ એક પટેલ વિશે વાત કરીશું જેમણે ગરમીનો ઉપયોગ વગર કપડા સૂકવી નાંખે તેવા ડ્રાયરની શોધ કરી છે. ઓક રિઝ નેશનલ બેલોરેટરી(ORNL)ના સાયન્ટિસ્ટ વિરલ પટેલે એક એવું અલ્ટ્રાસોનિક ડ્રાયર ડેવલપ કર્યું છે જેમાં ગરમીનો ઉપયોગ કર્યા વગર કપડાં સૂકવી શકાય છે. ORNLના રિસર્ચ અને ડેવલપમેન્ટ ઓસોસિએટ સ્ટાફના સભ્ય વિરલ પટેલ જણાવ્યું કે, આ તદ્દન નવો અભિગમ છે. બાષ્પીભવનના બદલે, તેમાં ટેક્નિકલી પદ્ધતિથી કપડાની...
  February 2, 10:09 AM
 • અમેરિકામાં વાયરલ થયું ‘ઘૂમર’ સોન્ગ, ચીયરલીડર્સે કર્યો ડાન્સ
  એનઆરજી ડેસ્કઃ માત્ર ભારતમાં જ નહીં, અમેરિકામાં પણ ઘૂમરના ઘણાં ફેન્સ છે. અમેરિકામાં પદ્માવત ફિલ્મનું ઘૂમર સોન્ગ ધૂમ મચાવી રહ્યું છે. ડાન્સ લવર્સને આ ગીત ખુબ પસંદ પડી રહ્યું છે. અમેરિકામાં NBA મેચ પહેલા અમેરિકન-ઈન્ડિયન ડાન્સર્સે ઘૂમર પર ડાન્સ કર્યો હતો. વાયરલ થયું સોન્ગ અમેરિકામાં નેશનલ બાસ્કેટ બોલ એસોસિએશન (NBA)મેચ દરમ્યાન સંજય લીલા ભણશાળીના ઘૂમર ડાન્સ પર ચીયર લીડર્સે ડાન્સ કર્યો હતો. ચાર્લોટે અને મિઆમી હિટ વચ્ચેની મેચ દરમ્યાન આ સોંગ પર ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો. મેચ બાદ એનબીએએ તેના...
  January 31, 06:34 PM
 • US:ભારતીય મૂળના ડોક્ટરે 35 હજાર ફૂટની ઉંચાઇએ વિમાનમાં કરાવી ડિલીવરી
  ન્યૂયોર્કઃ રજાઓ ગાળવા જઇ રહેલા ભારતીય મૂળના એક અમેરિકી ડોક્ટરે જમીનથી 35 હજાર ફૂટની ઉંચાઇએ ઉડી રહેલા વિમાનમાં એક મહિલાની ડિલીવરી કરાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. વિમાનમાં કરાવી ડિલીવરી ભારતીય મૂળના ડોક્ટરને મહિલાની સફળ ડિલીવરી કરાવતાં સંપૂર્ણ રીતે સ્વસ્છ બાળકનો જન્મ થયો હતો જેની ખુશીમાં વિમાનના બધા યાત્રીઓએ જશ્ન મનાવ્યો હતો. આ વિમાન પેરિસથી ન્યૂયોર્ક જઇ રહ્યું હતું. હકીકતમાં એર ફ્રાન્સ ફ્લાઇટમાં જેવી સૂચના આપવામાં આવી કે એક 41 વર્ષીય મહિલાને એક સપ્તાહ પહેલા અચાનક પ્રસવ પીડા થવાની...
  January 31, 01:00 PM