Home >> NRG >> USA
 • રેખા પટેલના પ્રકાશિત થયેલા ત્રણ પુસ્તકોનું ન્યુજર્સીમાં વીમોચન
  એનઆરજી ડેસ્કઃ રામભાઈ ગઢવીના પ્રમુખ પદ હેઠળ ન્યુજર્સીમાં ચાલતી ગુજરાતી લિટરરીના નેજા હેઠળ એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભારતથી શ્રી ભાગ્યેશભાઈ જહા, હિતેન રાજપરાને આમંત્રણ અપાયું હતું. આ વખતે મઝાની વાત એ બની હતી કે મારા ત્રણ પુસ્તકોનું અમેરિકા ખાતે વિમોચન કરાયું હતું. તડકાનાં ફૂલ , એકાંતે ઝળક્યું મન, અને અમેરિકાની ક્ષિતિજે જે ભાગ્યેશભાઈ જહાં, હિતેનભાઈ ,અને ટીવી એશિયાના માલિક શ્રી એચ આર શાહના હસ્તે કરાયું હતું. આ પહેલા ફેબ્રુઆરીમાં અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં આજ...
  April 18, 12:21 PM
 • USમાં ભયાવહ કાળરાત્રિએ સુરતી પરિવારની ન સંભળાઈ મોતની ચિત્કાર
  સુરતઃ 12 વર્ષ પહેલાં સુરતથી અમેરિકા સ્થાયી થયેલા દક્ષિણ ભારતીય પરિવારનું અમેરિકામાં ભારે વરસાદી પુરમાં તણાઈ જતાં અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. આ પરિવાર ગત 5મી એપ્રીલના રોજ બાળકોના વેકેશનને લઈને સેન્ટ હોજ જઈ રહ્યું હતું. આ દરમિયાન રાત્રિના સમયે રસ્તામાં ભારે વરસાદી પુરના કારણે કાર તણાઈ ગઈ હતી. આ કારમાંથી પત્ની અને બાળકી બહાર નીકળી બચવાના પ્રયાસ કર્યા હતાં.જો કે, એ ભયાવહ કાળરાત્રિએ પરિવારમાંથી કોઈએ મોતની ચિત્કાર ન સાંભળી અને સમગ્ર પરિવારનું મોત નીપજ્યું હતું. પાણીથી બચવા...
  April 17, 04:10 PM
 • USમાં ગુમ સુરતી પરિવારના મળ્યા મૃતદેહ, નદીમાં કારમાંથી મળી લાશ
  સુરતઃ અમેરિકાની યુનિયન બેંકમાં ફરજ બજાવતાં દક્ષિણ ભારતીય પરિવાર ગત પાંચમી એપ્રિલથી ગુમ થયો હતો. પરિવારના ચાર સભ્યો કેલિફોર્નિયાના જંગલમાં ફરવા ગયા હતા. દરમિયાન ગુમ થઈ ગયા હતા. આ પરિવારના ચારેય સભ્યોના મૃતદેહ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. કારમાંથી મળી આવ્યા મૃતદેહ સુરતમાં વસતા બાબુ સુબ્રમણ્યમ થોટ્ટાપિલ્લઈના દીકરો સંદીપ અમેરિકાની યુનિયન બેંકમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતો હતો. જે વેકેશન દરમિયાન પત્ની અને બે સંતાનો સાથે કેલિફોર્નિયાના જંગલમાં ગયા હતાં. પાંચમી એપ્રિલથી ગયેલા...
  April 17, 03:40 PM
 • US: પ્લેન ક્રેશમાં પટેલ યુવકનું મોત, સેલિબ્રિટી જેવી હતી વૈભવી લાઇફસ્ટાઇલ
  એનઆરજી ડેસ્કઃ અમેરિકાના સેન્ટ્રલ એરિઝોના ગોલ્ફ કોર્સમાં ગત સોમવારે એક સ્મોલ પ્લેનમાં ટેક ઓફ કરતાંની સાથે જ આગ લાગી ગઇ. આગના ગોળામાં પરિવર્તિત થઇ ગયેલા આ પ્લેનમાં 6 લોકો સવાર હતા અને આ તમામ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા છે. સ્થાનિક સમય અનુસાર, મોડી રાત્રે 8.45 વાગ્યે સ્કોટ્સડેલ એરપોર્ટ પરથી ટેકઓફ થયેલું આ પ્લેન લાસ વેગાસ જઇ રહ્યું હતું. આ ઘટનામાં જે છ લોકો મોતને ભેટ્યા, આ મૃતકોમાં 26 વર્ષીય ગુજરાતી યુવક આનંદ પટેલનો પણ સમાવેશ થાય છે. ઓક્લાહોમા સિટીનો સોશિયલ મીડિયા આઇકોન હતો આનંદ - આનંદના મોતના...
  April 13, 12:05 AM
 • સુરતનો પરિવાર કેલિફોર્નિયામાં રહસ્યમય રીતે ગુમ, સુષ્મા પાસે માંગી મદદ
  એનઆરજી ડેસ્કઃ મૂળ સુરતના અને અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતો એક સાઉથ ઇન્ડિયન પરિવાર 5 એપ્રિલથી ગૂમ થયો છે. સુરતમાં રહેતા તેઓના પરિવારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પણ ટ્વીટર દ્વારા આ અંગે જાણ કરી છે. પરિવારે ટ્વીટર પર લખ્યું છે કે, અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા તેમના પુત્ર, પુત્રવધુ અને તેમના બે બાળકોનો 5 એપ્રિલથી કોઇ સંપર્ક નથી અને તેમના વિશે કોઇ માહિતી નથી, તો પ્લીઝ હેલ્પ કરો. સુષ્મા સ્વરાજ પાસે માંગી મદદ - સુરતમાં રહેતા બાબુ સુબ્રમ્ણયમ થોતાપિલ્લાઇએ વિદેશમંત્રીને મદદ માંગી છે....
  April 12, 11:42 AM
 • USમાં 30 વર્ષમાં ખરીદી 70 હોટેલ્સ, આવી રીતે ગુજ્જુ બન્યો 9000 કરોડનો માલિક
  એનઆરજી ડેસ્કઃ અમેરિકાને લેન્ડ ઓફ ઓપર્ચ્યુનિટી કહેવાય છે. મુંબઇમાં એમજે માર્કેટમાં હોલસેલ ક્લોથ મર્ચન્ટના દીકરા હસુ શાહે 19 વર્ષની વયે 1963માં અમેરિકા જવાનું નક્કી કર્યું. અમેરિકામાં એક પણ વ્યક્તિ પરિચિત ન હોવા છતાં હસુભાઇ અજાણ્યા દેશમાં આવ્યા. જો કે, તેમના પિતાની ઇચ્છા દીકરાને અમેરિકામાં માત્ર ભણાવવાની જ હતી અને પપ્પાની ઇચ્છા અનુસરીને હસુભાઇએ પણ ભણવાનું કમ્પ્લીટ કરીને સ્વદેશ આવીને પોતાનો સ્વતંત્ર બિઝનેસ શરૂ કરવાના હતા. હસુભાઇ મુંબઇમાં એક કન્સલ્ટન્ટને મળ્યા, તેણે સલાહ આપી કે અમેરિકામાં...
  April 11, 08:45 PM
 • પત્નીને રાખી ઢોરની જેમ, 10 વર્ષમાં પતિએ તમામ હદ વટાવી કર્યો અત્યાચાર
  એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં 10 વર્ષ સુધી પતિના હાથે ટોર્ચર થયેલી ભારતીય મહિલાએ પોતાની દર્દનાક આપવીતિ જણાવી છે. સિલિકોન વેલીમાં એન્જીનિયર નેહા રસ્તોગીએ એક ટીવી શોમાં પોતાની સાથે થયેલી ઘરેલૂ હિંસાને ફરીથી યાદ કરી છે. નેહાએ જણાવ્યું કે, કેવી રીતે પતિ તેને દરરોજ લાત-ફટકાર અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આખરે કેવી રીતે 2016માં તેણે આ હિંસા વિરૂદ્ધ પગલાં લેવા વિશે વિચાર્યું અને ફોનમાં તેની સાથે થયેલા અત્યાચાર અને હિંસાને રેકોર્ડ કરી. - મેગન કેલીના શોમાં એપ્પલમાં ભૂતપૂર્વ મેનેજર અને ભારતીય...
  April 10, 07:22 PM
 • આ ક્લબમાં પુરૂષો સ્ત્રીઓ માટે ઉતારે છે કપડાં, મહિલાઓ મોજથી લે છે એન્ટ્રી!
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ 80ના દાયકામાં કેલિફોર્નિયામાં બે પુરૂષો ડાન્સ ફ્લોર પર પુરૂષોને ઉભા કરવાના આઇડિયા વિશે લાંબી ચર્ચા-વિચારણા કરી રહ્યા હતા. આ ક્લબના ઓનર મૂળ મુંબઇના સ્ટીવ (સોમેન) બેનર્જી, મુંબઇ જેવા સપનાની નગરી ગણાતા શહેરમાંથી એકાદ દાયકા પહેલાં યુએસ આવ્યા હતા. અમેરિકામાં શરૂઆતમાં ગેસ સ્ટેશનનો ધંધો કર્યો અને તેમાં ખોટ ખાધા બાદ હવે નાઇટક્લબમાં નસીબ અજમાવતા હતા. સ્ટીવ બેનર્જી ખુલ્લી આંખે સપના જોનારો વ્યક્તિ, લોકોને ગાંડાતૂર લાગતા આઇડિયા પાછળ પણ આંખ મીચીને પૈસા ખર્ચ કરનાર માણસ. તેણે તેના...
  April 6, 09:24 PM
 • એકસમયે ગામડામાં ચા વેચતો આ પાક્કો ગુજરાતી, આજે છે હોલિવૂડનો ફેમસ ડાયરેક્ટર
  એનઆરજી ડેસ્કઃ તમને એન્ગ્રી ઇન્ડિયન ગોડેસિસ નામની ફિલ્મ યાદ છે? તેના ડિરેક્ટરનું નામ યાદ છે? એન્ગ્રી ઇન્ડિયન અને તેના જેવી જ અન્ય ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ બનાવનાર પેન નલિન પાક્કા ગુજરાતી છે. પેનનું મૂળ નામ નલિન પંડ્યા છે. નાનપણમાં ચા વેચતા નલિન પંડ્યાને હોલિવૂડ અને ફિલ્મની વિશે સમજ બરોડા અને અમદાવાદથી મળી. મૂળ અમરેલીના અડતાલા ગામમાં જન્મેલા પેન નલિન આજે હોલિવૂડમાં ફેમસ છે. તેમની ફિલ્મ એન્ગ્રી ઇન્ડિયન ગોડેસિસને રોમ, કેનેડા સિંગાપોર અને બીજાં અનેક દેશોમાં એવોર્ડ્સ મળી ચૂક્યા છે. પેન નલિન સૌથી...
  April 4, 08:33 PM
 • Video: યુએસમાંં કીર્તિદાન ગઢવીની જમાવટ, ગુજ્જુઓએ કર્યો ડોલરનો વરસાદ
  એનઆરજી ડેસ્કઃ 30 માર્ચના રોજ અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીની લાઇવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. હ્યુસ્ટનમાં વસતા ગુજરાતીઓ સહિત હજારો અમેરિકન્સે આ લાઇવ કોન્સર્ટમાં હાજરી આપી હતી. કીર્તિદાન ગઢવીએ એક પછી એક પ્રખ્યાત લોકગીતો લલકારતા પ્રેક્ષકોએ ડોલરનો વરસાદ વરસાવ્યો હતો. - એરેના થિયેટર ખાતે 30 માર્ચના રોજ હ્યુસ્ટનમાં કીર્તિદાન ગઢવીએ લોકગીતના તાલે અમેરિકન્સને ડોલાવ્યા હતા. - ડાયરામાં કીર્તિદાને મેરે રસ્કે કમર નજર કે સામને જેવા ગીતો ગાઇ દર્શકોને...
  April 3, 06:19 PM
 • H-1B વિઝાની પ્રોસેસ આજથી શરૂ, નાનકડી ભૂલથી પણ રદ થશે એપ્લિકેશન
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં H1-B વિઝા મેળવવાની નવી પ્રક્રિયા આજે સોમવારથી શરૂ થઇ છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને નવી વ્યવસ્થામાં આ વિઝાને મેળવવાની પ્રક્રિયાને પહેલાની સરખામણીએ વધુ કડક બનાવી છે. એચ1-બી વિઝાના નિયમોમાં ફેરફાર સ્થાનિક લોકોને નોકરીની તકોમાં વધારો થાય તે હેતુથી કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, એચ1-બી વિઝા પ્રક્રિયાનો સૌથી વધુ ઉપયોગ ઇન્ડિયન આઇટી પ્રોફેશનલ્સમાં લોકપ્રિય છે. - ફેડરલ એજન્સી ઓફ અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ (USCIS)એ કહ્યું કે, વિઝા મેળવવા માટે કરવામાં...
  April 2, 06:56 PM
 • રૂપિયાની લાલચે દંપતિએ અજાણી યુવતી સાથે કર્યુ આવું, હકીકત જાણી કોર્ટ પણ ચોંકી
  એનઆરજી ડેસ્કઃ અમદાવાદમાં દેવેનબાબુ ફડિયા અને તેમના પત્ની શીતલ ફડિયાએ નાણાં કમાવવાની લાલચે વર્ષ 2017માં 17 વર્ષીય રીયા અને રૂચા નામની છોકરીઓના બોગસ દસ્તાવેજો તૈયાર કરાવી પોતાની દીકરી ગણાવી હતી. આ દંપતિએ બોગસ દસ્તાવેજોના આધારે બંને સગીરાના વિઝા મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં રીચા નામની યુવતીના વિઝા મંજૂર થતાં આરોપી દેવેન ફડિયા તેને અમેરિકા મુકીને ભારત પરત આવ્યા હતા. જ્યારે રૂચાના વિઝા નામંજૂર થતાં તે અમેરિકા પહોંચી શકી નહતી. કબૂતરબાજીના આરોપસર દંપતિ વિરૂદ્ધ થઇ ફરિયાદ - આ યુવતીઓ...
  March 31, 07:02 PM
 • અમેરિકામાં ફેમસ છે 'ભક્તિ ટી સ્ટોલ', વરસની આવક છે 45 કરોડ રૂપિયા
  એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં રહેતી બ્રુક એડી ભારત આવી ત્યારે તેણે ટીવીમાં મોદીના ચાય પે ચર્ચા પ્રોગ્રામને જોયો અને ભારતીય ચા ચાખી. આ ચાનો તેને એવો તે ચસ્કો લાગ્યો કે તેણે અમેરિકા જઈને ભક્તિ ચાય નામની ચાની કિટલી જ ખોલી નાખી. આ જ વર્ષે કોલારાડોમાં એક શોપમાં ભારતની ચા જેવો સ્વાદ નહીં મળતા તેણે ચાનો સ્ટોલ ખોલી નાખવાનું નક્કી કરી નાખ્યું. આ બિઝનેસમાં તેને એવી સફળતા મળી કે 2018માંબ્રુકના સ્ટોલની કમાણી 7 મિલિયન ડોલર (45.6 કરોડ રૂપિયા) થઇ ગઇ. ભારતમાં આવીને લાગ્યો ચાનો ચસ્કો - એક અમેરિકન વિકલી મેગેઝીનને...
  March 29, 02:34 PM
 • શીખ પર વંશીય હુમલો: ચાકૂ બતાવીને પૂછ્યું, આ દાઢીને વાળ કેમ નથી કાપતો?
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ કેનેડામાં ફરી એકવાર શીખ જાતિય હુમલાનો શિકાર બન્યાનો કિસ્સો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેનેડામાં એક શીખ પર જાતિય હુમલો થયો. બે શ્વેત લોકોએ શીખને ધક્કો મારી ઢસડ્યો અને તેની પાઘડી ખેંચીને ફાડી નાખી. આ દરમિયાન બંને શ્વેત લોકો જાતિવાદી ટિપ્પણીઓ પણ કરી રહ્યા હતા. લૂંટ કરી, ચાકૂ બતાવી ધમકાવ્યો - સીબીસી ન્યૂઝના રિપોર્ટ અનુસાર, એક શીખ વ્યક્તિ પર બે શ્વેત લોકોએ હુમલો કર્યો. હુમલાખોરોની ઉંમર 20 વર્ષની આસપાસ હતી. - શીખ વ્યક્તિ પર આ હુમલો શુક્રવારે રાત્રે વેસ્ટગેટ...
  March 29, 12:50 PM
 • Patelથી લઈ TARO BAP: વિદેશમાં પણ અનોખા નંબરના શોખીન છે ગુજરાતીઓ
  એનઆરજી ડેસ્ક: મોંઘા અને લક્ઝૂરિયલ વ્હિકલ તો ઠીક પણ તેના મનપસંદ નંબરનો ક્રેઝ પણ ગુજરાતીઓમાં જાણીતો છે. વ્હિકલ ઉપરાંત પોતાના મનપસંદ મોબાઈલ નંબર મેળવવા માટે તેઓ ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર હોય છે, પછી એ ગુજરાત હોય કે વિદેશ પણ ગુજરાતીઓના શોખ બદલાતા નથી. વિદેશમાં સારી રીતે સેટ થયેલા અનેક ગુજરાતીઓ પોતાની કાર્સના મનપસંદ નંબર મેળવવા તલપાપડ હોય છે. divyabhaskar.com આજે વિદેશમાં વસતા આવા જ કેટલાક ગુજરાતીઓની કાર્સના નંબર વિશે જણાવી રહ્યું છે. જેઓ કાર્સના મનપસંદ નંબરને લઈને ક્રેઝી છે. (તસવીરોઃ ફેસબુક)
  March 28, 04:28 PM
 • યુવતીએ USમાં ભારતીય શિલ્પકલાને પ્લેટફોર્મ આપવા ખોલી ‘Tjori’
  એનઆરજી ડેસ્કઃ તમારાં કામને પ્રેમ કરો અને એ જ કામ કરો, જેને ખરેખર કરવાની તમને ઇચ્છા હોય. આ શબ્દો છે તિજોરી (Tjori)ની સીઇઓ માનસી ગુપ્તાના. નોર્થ અમેરિકામાં તિજોરી એ ભારતીય હસ્તશિલ્પો ઉપલબ્ધ કરાવતી એક ઓનલાઇન શોપ છે, જેની શરૂઆત 2013માં કરવામાં આવી હતી. આ ઓનલાઇન બિઝનેસની સ્થાપક માનસી ગુપ્તાએ અત્યાર સુધી અનેક પડકારોનો સામનો કર્યો છે. અહીં જાણીએ, માનસી ગુપ્તાની સંઘર્ષથી લઇ બિઝનેસમાં અપાર સફળતાની કહાની વિશે. પ્રવાસના શોખે હસ્તશિલ્પ પ્રત્યે જગાવ્યું ખાસ આકર્ષણ - મૂળ જમ્મુમાં જન્મેલી માનસીને બાળપણથી...
  March 27, 04:42 PM
 • જ્યારે વિદેશની ધરતી પર ગુજરાતીઓ બોલ્યા, 'વાહ ઉત્સાદ, વાહ'
  એનઆરજી ડેસ્કઃ ડેલાવરમાં પ્રખ્યાત તબલાં વાદર ઝાકીર હુસૈન અને બાંસુરી વાદક રાકેશ ચૌરસિયાની ક્લાસિકલ મ્યુઝિક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજિત 600 લોકોથઈ ભરેલા હોલમાં નિરવતા હતી અને તમામ મંત્રમુગ્ધ થઇને આ મહાન કલાકારોના સંગીતના સૂરને લોકો સાંભળી રહ્યા હતા. ડેલાવરમાં આ કાર્યક્રમનું આયોજન બંગાળી એસોસિયેશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં એકઠી થયેલી રકમમાંથી અમુક રકમ ભારતમાં ક્રાય ઓર્ગેનાઇઝેશનમાં મોકલવામાં આવશે. ક્રાય ઓર્ગેનાઇઝેશન નાના બાળકોના હિતમાં કામ કરતી...
  March 26, 07:24 PM
 • US: પોન્ઝી સ્કિમમાં રોકાણ કરાવી ગુજરાતીએ 1.62 કરોડની છેતરપિંડી કરી
  એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં વસતા ગુજરાતી મૂળના નાગરિક નિકેત શાહ સામે પોન્ઝી સ્કિમમાં તેના મિત્રો અને સહકર્મચારીઓએ રોકેલા અઢી લાખ ડોલર (1.62 કરોડ રૂપિયા)ની છેતરપિંડીનો કેસ થયો છે. ન્યૂયોર્કમાં રહેતા નિકેત શાહ સામે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) દ્વારા કેસ કરવામાં આવ્યો હતો. જે હેઠળ કોર્ટે શાહની તમામ મિલકતો જપ્ત કરવાનો ઓર્ડર આપ્યો છે. બ્રૂકલીનની ફેડરલ કોર્ટમાં ગત 22 માર્ચના રોજ થયેલી SEC ફરિયાદ અનુસાર, શાહ જેનું વેચાણ કરતો હતો તે બે ફંડ કંપનીઓમાં પંદર કરતા વધુ રોકાણકારોના પૈસાનું ફ્રોડ કરવા...
  March 26, 03:34 PM
 • અમદાવાદી પેડમેનના બાયોડીગ્રેડેબલ પેડ ઇનોવેશન કોન્ટેસ્ટની ફાઇનલમાં
  એનઆરજી ડેસ્કઃહાર્ડવેર લેડ સોશિયલ ઇનોવેશનને પ્રેરણા પૂરી પાડવા ચાલતી અમેરિકન સોસાયટી ઓફ એન્જિનિયર્સ (એસએમઇ) ઇનોવેશન કોન્ટેસ્ટ (આઇશો) 2018ના ફાઇનાલિસ્ટ્સ 5મી એપ્રિલે બેંગ્લોરમાં પોતાના ઇનોવેશનનું પ્રદર્શન કરશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી 150 જેટલી અરજીઓ આવી હતી જેમાંથી 7 ફાઇનલિસ્ટ ભારતીય છે. આ ફાઇનલિસ્ટસે પ્રોટાઇપ ફોર ડાયાબિટીસ, ગર્ભ મોનિટરિંગ, નબળી દૃષ્ટિ, ઓરલ કેન્સર અને ઇરિગેશન તથા બાયોડીગ્રેડેબલ સેનેટરી પેડ વગેરે પ્રકારની ડિઝાઇન વિકસાવી છે. વૈશ્વિક સ્પર્ધાના યુગમાં...
  March 24, 02:52 PM
 • અમેરિકામાં રહેતી આ ગુજરાતી યુવતીએ સંસ્કૃત ભાષા પર સંશોધન કર્યું
  વડોદરાઃસંસ્કૃત ઘણી પ્રાચીન ભાષા છે, ભારતમાં તેનો વ્યાપ્ત પ્રાચીન કાળમાં હતો. આધુનિક યુગમાં અંગ્રેજીના પ્રભાવને કારણે સંસ્કૃત ભાષા સમજો લુપ્ત જ થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં બાળક ગર્ભમાં હોય ત્યારથી માણસ મૃત્યુ પામે ત્યાં સુધીના તેના દરેક શુભ કે અશુભ પ્રસંગમાં કરવામાં આવતી દરેક ક્રિયામાં વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવે છે. જે સંસ્કૃતમાં જ હોય છે. અંગ્રેજીનાં પ્રભાવમાં આપણે આપણી પ્રાચીન અને રાષ્ટ્રભાષાને ખોઈ રહ્યા છીએ. તેમ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સંસ્કૃત,...
  March 22, 07:48 PM