તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુકેમાં ભારતીય નિશાએ વકીલાત છોડી મોગલી નામની રેસ્ટોરાં ખોલી, 5 વર્ષમાં આ ચેઇનની 7 રેસ્ટોરાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિશા કોટાનાની રેસ્ટોરાંની તમામ ડિશ ઘરેલૂ રેસિપી પર આધારિત છે. - Divya Bhaskar
નિશા કોટાનાની રેસ્ટોરાંની તમામ ડિશ ઘરેલૂ રેસિપી પર આધારિત છે.
  • નિશાને કુકિંગ પસંદ છે, કુકિંગ પર તેણે ત્રણ પુસ્તકો પણ લખ્યા છે 
  • નિશા કોટાનાને 20 વર્ષ વકીલાત કર્યા બાદ રેસ્ટોરાં ખોલવાનો નિર્ણય લીધો 

લંડનઃ નિશા કાટોના બ્રિટનના લિવરપૂલમાં વકીલાત કરનાર ભારતીય મૂળની પ્રથમ મહિલા વકીલ બની હતી. તે પારિવારિક અને બાળકો સાથે જોડાયેલા મામલાની વકીલ હતી. અંદાજિત 20 વર્ષની વકીલાતનું તેનું કરિયર સફળ પણ હતું. પરંતુ 2014માં તેઓએ અચાનક જ આ કરિયર છોડવાનો નિર્ણય લીધો. નિશાએ એ કામ કરવાનો નિર્ણય કર્યો જેનો શોખ તેને બાળપણથી હતો. આ કામ હતું કુકિંગ અને લોકોને ખવરાવવાનું પસંદ હતું. 
 

પરિવાર અને મિત્રોની સલાહથી વિપરિત નિશાએ રેસ્ટોરાં ખોલવાનો નિર્ણય કર્યો. તેનું નામ મોગલી રાખ્યું. મોગલી નામ જંગલબુકના પાત્રથી પ્રભાવિત નથી. નિશા પોતાની દીકરીને મોગલી કહીને બોલાવતી હતી. તેથી તેણે રેસ્ટોરાંનું નામ મોગલી રાખ્યું. તમામ આશંકાઓને ખોટી સાબિત કરીને નિશાએ રેસ્ટોરાંને સફળ બનાવી એટલું જ નહીં, પરંતુ આજની તારીખમાં તે બ્રિટનના અલગ અલગ શહેરોમાં મોગલી ચેનના સાત રેસ્ટોરાંની માલિક છે. મોગલી રેસ્ટોરાં પારંપરિક ભારતીય ભોજન માટે લોકપ્રિય છે. 

નિશા જણાવે છે કે, તેના પિતા 1960ના દાયકામાં ભારતથી બ્રિટન આવ્યા હતા. તેના પરિવારે સમયની સાથે પોતાને બ્રિટિશ માહોલમાં ઢાળી દીધો પરંતુ વિદેશી ફૂડ ક્યારેય ભારતીય ભોજનનું સ્થાન ના લઇ શક્યું. આ જ કારણ હતું કે, ઇન્ડિયન ફૂડ પ્રત્યે નિશાને બાળપણથી જ લગાવ રહ્યો. વકીલાત દરમિયાન પણ તે યૂટ્યૂબ પર ભારતીય ફૂડની ચેનલ જોતી રહેતી હતી. બ્રિટનમાં રહીને ભારતીય પરિવારો પાસેથી અલગ અલગ ડિશ બનાવવાનું શીખીને તેનો વીડિયો આ ચેનલ પર પોસ્ટ કરતી હતી. 

આ રેસ્ટોરાં ખોલવા પાછળ નિશાનો હેતુ વિશ્વને એ દર્શાવવાનો હતો કે, ભારતીય ઘરોમાં અને સ્ટ્રીટ પર કેવા પ્રકારનું ફૂડ હોય છે. તેના રેસ્ટોરાંની તમામ ડિશ ઘરેલૂ રેસિપી પર આધારિત છે. નિશા ભારતીય ફૂડ પર ત્રણ પુસ્તકો લખેલા છે. પિંપ માઇ રાઇસ, ધ સ્પાઇસ ટ્રી અને મોગલી સ્ટ્રીટ ફૂડ તેના પુસ્તકોના નામ છે. 

નિશાએ કહ્યું કે, લોકો એવું માને છે કે, ભારતમાં મહિલાઓને વધુ અવસર નથી મળતા. પરંતુ બ્રિટનની સ્થિતિ પણ કંઇ ખાસ અલગ નથી. જ્યારે તેણે રેસ્ટોરાં શરૂ કરવાનો નિર્ણય કર્યો તો તેને આવું નહીં કરવા દબાણ નાખવામાં આવ્યું. પરિવારના સભ્યો અને મિત્રોને પણ આશા નહતી કે, તેનો બિઝનેસ સફળ થશે.