• Home
  • NRG
  • UK
  • Jashu Vekaria received Most Excellent Order of the British Empire

સન્માન / કચ્છના જશુ વેકરિયા બ્રિટનના બંકિગહામ પેલેસમાં MBE એવોર્ડથી સન્માનિત

divyabhaskar.com

Apr 29, 2019, 07:12 PM IST
Jashu Vekaria received Most Excellent Order of the British Empire
Jashu Vekaria received Most Excellent Order of the British Empire
Jashu Vekaria received Most Excellent Order of the British Empire

  • જશુ વેકરિયાએ તેમના કરિયરની શરૂઆત 18 વર્ષ અગાઉ 2002માં લંડન બોરો ઓફ હેરો સ્કૂલથી કરી 


એનઆરજી ડેસ્કઃ (સૂર્યકાંત જાદવા, યુકે) યુકેમાં ધ ન્યૂ યર્સ હોનર્સ લિસ્ટ 2019 એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ શાળા, બાળકોના સર્વિસ સેક્ટર્સ જેમ કે, શિક્ષક, ગવર્નર, ટીચર્સ, સોશિયલ વર્કર્સ, દત્તક બાળકોની સંભાળ રાખનાર, સ્કૂલ ગવર્નર અને એડોપ્શન મુદ્દે સંકળાયેલા લોકોને આપવામાં આવે છે. આ વર્ષે આ લિસ્ટમાં મૂળ કચ્છી ગુજરાતી અને યુક્સેન મેનોર પ્રાઇમરી સ્કૂલ કેન્ટન (લંડન)ના હેટ જશુ વેકરિયાનું નામ પણ સામેલ હતું. બંકિગહામ પેલેસમાં બ્રિટિશ ક્વીનના હસ્તે જશુ વેકરિયાને મોસ્ટ એક્સેલન્ટ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (MBE) એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

કરિયર અને લાઇફસ્ટાઇલ અંગે ખાસ ચર્ચા


એવોર્ડ બાદ ઇન્ટરવ્યુમાં જશુ વેકરિયાએ જણાવ્યું કે, મને બાળપણથી જ શિક્ષક બનવાની ઇચ્છા હતી, કારણ કે, મારાં શાળાના દિવસો દરમિયાન માત્ર આઠ વર્ષની ઉંમરેથી જ હું શિક્ષક બની હતી. જ્યારે આ MBE એવોર્ડ વિશે જાણકારી મળી ત્યારે કેવી લાગણી થઇ હતી? તેના જવાબમાં જશુ વેકરિયાએ જણાવ્યું કે, જ્યારે મેં આ એવોર્ડની જાહેરાતનો પત્ર ખોલ્યો અને મારું નામ આ એવોર્ડ લિસ્ટમાં છે તે વાંચતા જ મારાં હાથ ધ્રુજવા લાગ્યા હતા. વિશ્વમાં જેટલાં પણ શિક્ષકો છે તેઓને હું જણાવવા માંગુ છું કે, હું તમારી જોબને અહીં રિપ્રેઝન્ટ કરી રહી છું. જ્યારે તમે સખત મહેતન કરો છો ત્યારે તમારી અલગ ઓળખ આપમેળે જ બની જાય છે.

જશુ વેકરિયાએ તેમના કરિયરની શરૂઆત 18 વર્ષ અગાઉ 2002માં લંડન બોરો ઓફ હેરો સ્કૂલમાં ભણાવવાથી કરી હતી. ત્યારબાદ તેઓ લંડન બોરો ઓફ બ્રેન્ટ ગયા. જ્યાં તેઓને કરિયર દરમિયાન અનેક અચિવમેન્ટ્સ અને એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે. MBE એવોર્ડ અંગે તેઓએ કહ્યું કે, MBEનો અર્થ છે કે, હવે મારે પાછળ વળીને જોવાનું નથી, મારાં જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી પણ મેં હિંમતભેર તેનો સામનો કર્યો છે. હું આશા રાખું છું કે, મારી આ જર્ની લોકો માટે પ્રેરણાદાયક બનશે.



X
Jashu Vekaria received Most Excellent Order of the British Empire
Jashu Vekaria received Most Excellent Order of the British Empire
Jashu Vekaria received Most Excellent Order of the British Empire
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી