ડીલ / વડોદરાની નિઓપોલીટન પિત્ઝાએ ‘પિઝારીટો’ને હસ્તગત કરવા માટે કરાર કર્યાં

નિઓપોલિટન પિત્ઝા લિમિટેડના સ્થાપક અને સીઇઓ મુકુંદ પુરોહિત
નિઓપોલિટન પિત્ઝા લિમિટેડના સ્થાપક અને સીઇઓ મુકુંદ પુરોહિત
Vadodara's Neopoulton pizza signed a deal

  •  આ ડીલ વર્ષ 2020ના અંત સુધી 150થી વધુ આઉટલેટ શરૂ કરવા અગાઉ કરેલી જાહેરાતનો ભાગ છે

divyabhaskar.com

May 14, 2019, 06:25 PM IST

એનઆરજી ડેસ્કઃ અમદાવાદ-વડોદરા સ્થિત નિઓપોલિટન પિત્ઝાએ જાહેરાત કરી છે કે, તેણે ગુજરાતની વધુ એક પિત્ઝારિયા બ્રાન્ડ પિઝારીટો હસ્તગત કરવા માટે કરાર કર્યા છે. આ હસ્તાંતરણ સાથે હાલમાં 54 આઉટલેટ ધરાવતી નિઓપોલિટન જે ગુજરાતની સૌથી ઝડપી વિકસિત પિત્ઝારિયા ચેન છે અને રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવી હવે પશ્ચિમ માર્કેટમાં વધુ આગળ પ્રગતિ કરવા ઇચ્છે છે. પિઝારીટોએ ડિઝાયર રેસ્ટોરાં એલએલપીની માલિકીની ફ્લેગશિપ બ્રાન્ડ છે અને ગુજરાતમાં આવેલા તેના 16 કેન્દ્ર મારફત પ્રીમિયમ ઇટાલિયન અને મેક્સિન ફૂડ આપે છે.

નિઓપોલિટન પિત્ઝા લિમિટેડના સ્થાપક અને સીઇઓ મુકુંદ પુરોહિતના જણાવ્યા અનુસાર, આ ડીલ વર્ષ 2020ના અંત સુધી 150થી વધુ આઉટલેટ શરૂ કરવા અગાઉ કરેલી જાહેરાતનો ભાગ છે. હાલમાં દેશમાં 54 સ્થળોએ હાજરી નોંધાવ્યા બાદ અમારું વિઝન મુંબઇ, દિલ્હી અને બેગ્લોર જેવા પ્રથમ વર્ગના સિટીમાં વ્યાપ વધારવાનું અને વર્ગ-2/3નાં જયપુર, લખનઉ, કોયંમ્બતુર અને અન્ય શહેરમાં પ્રવેશ કરવાનો છે. પિઝારીટોનો વહીવટ અને ડિરેક્ટોરિયલ કંટ્રોલ મેળવવામાં એક કદમ આગળ વધીને સંપુર્ણપણે અમારાં ઉદ્દેશ્ય અનુસાર, વતનના રાજ્યમાં સ્થાન મજબૂત કરવાની તક પ્રાપ્ત કરી છે.

આ ડીલ હેઠળ પિઝારીટો બ્રાન્ડની માલિકી ધરાવતી ડિઝાયર રેસ્ટોરાં એલએલપીના હાલ કોર્પોરેટ અને ફ્રેન્ચાઇઝી એકમો નિઓપોલિટન પિત્ઝા લિમિટેડની બ્રાન્ડ તરીકે
કામ કરતા થશે. વધુમાં ડાઇન-ઇન અને એક્સપ્રેસ મોડલ હેઠળ રેસ્ટોરાંના COCO, FOCO અને FOFO સંચાલન ધરાવતા મોડલને પણ સંપુર્ણપણે નિઓપોલિટન પિત્ઝા લિમિટેડની નિઓપોલિટન પિત્ઝા બ્રાન્ડ નેમ કેટેગરી હેઠળ લઇ જવાશે.

નિઓપોલીટન પિત્ઝા ગુજરાતની સૌપ્રથમ ક્યુઆરએસ છે અને પોસાય તેવી કિંમતે ભોજનની નોંધપાત્ર ગુણવત્તા પૂરી પાડવાનો ગ્રાહકલક્ષી અભિગમ ચાલુ રાખીને ડાઈન-ઈન અને ટેક-અવેની ઉત્તમ સર્વિસ અને નવતર પ્રકારનું સંચાલન મોડલ ધરાવે છે. તેણે અત્યાર સુધી 8 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા પૂરી પાડી છે.

પોતાની શાખાઓના વધુ વિસ્તરણ મારફતે આ ક્યુએસઆર કંપનીએ તાજેતરમાં ગુજરાત રાજ્યમાં ભરૂચ, ભાવનગર અને પોરબંદરમાં 3 નવા આઉટલેટ શરૂ કર્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના પૂના, થાણે અને મુલુંડ ખાતે તેમજ મધ્યપ્રદેશમાં જબલપુર અને ઇન્દોર ખાતે ઓપન આઉટલેટ શરૂ કરતાં પહેલાં વડોદરામાં વધુ 2 અને બિલીમોરામાં 1 આઉટલેટ શરૂ કરવામાં આવશે.

ગુજરાત અને ભારતની એનએસઈ-એસએમઈ ઈમર્જ પ્લેટફોર્મ પર નવેમ્બર 2014થી નોંધણી ધરાવનાર કંપની બની હતી. તેમજ ગયા વર્ષે નિઓપોલિટન પિત્ઝા લિમિટેડને ક્વીક સર્વિસ રેસ્ટોરન્ટ (ક્યુએસઆર) કેટેગરીમાં ઈકોનોમિક ટાઈમ્સનો એસએમઈ ઓફ ધ યર-2018 એવોર્ડ પણ મેળવ્યો હતો.

X
નિઓપોલિટન પિત્ઝા લિમિટેડના સ્થાપક અને સીઇઓ મુકુંદ પુરોહિતનિઓપોલિટન પિત્ઝા લિમિટેડના સ્થાપક અને સીઇઓ મુકુંદ પુરોહિત
Vadodara's Neopoulton pizza signed a deal
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી