આસ્થા / ઓસ્ટ્રેલિયાના બે હરિભક્તોએ કરોડોનું દાન કર્યુ, 9 કારીગરોએ 12 મહીના કામ કરી ભગવાન માટે સોનાના વસ્ત્રો બનાવ્યા

Two Australians donate millions for kutch temple
Two Australians donate millions for kutch temple
Two Australians donate millions for kutch temple
Two Australians donate millions for kutch temple
Two Australians donate millions for kutch temple

  • સ્વામિનારાયણ મંદિર દ્વારા ઘનશ્યામ મહારાજના 196માં વર્ષના પાટોત્સવની ઉજવણી થઇ રહી છે

divyabhaskar.com

May 08, 2019, 06:51 PM IST

એનઆરજી ડેસ્કઃ કચ્છના ધાર્મિક ઇતિહાસમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં ભગવાનને સોને મઢેલા વાઘા અર્પિત કરવામાં આવ્યા છે. 9 કારીગરોએ સતત 12 મહિના કામ કરી ભગવા માટે સોનાના વસ્ત્રો તૈયાર કર્યા છે. સ્વામિનારાયણ મંદિર દ્વારા ઘનશ્યામ મહારાજના 196માં વર્ષના પાટોત્સવની ઉજવણી થઇ રહી છે. આ પ્રસંગે મૂળ કચ્છના અને હાલ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા બે હરિભક્તોએ ઘનશ્યામ મહારાજ માટે 14 કિલો સોનામાંથી વસ્ત્રો તૈયાર કરાવ્યા હતા અને દોઢ કિલો સોનામાંથી ખાસ મુગટ તૈયાર કરાવ્યો હતો. મૂળ નારણપર (ભુજ) અને રામપર-વેકરા (માંડવી)ના બંને ભક્તોએ કરેલાં આ દાનમાં અંદાજિત 5 કરોડ રૂપિયાનું 15.5 કિલો સોનુ વપરાયું છે. સોનાના વસ્ત્રો ભુજના પ્રતાપભાઇ સોની અને તેમની સાથે 9 જેટલાં કારીગરોએ મળીને સતત 12 મહિના સુધી મહેનત કરીને તૈયાર કર્યા છે. હાલ પાટોત્સવ પ્રસંગે આયોજિત મહોત્સવ દરમિયાન મહંત પૂ.ધર્મનંદનદાસજી, પાર્ષદ જાદવજી ભગત અને અન્ય વડીલ સંતો, દાતા પરિવારો અને આગેવાનોની ઉપસ્થિતિમાં સુવર્ણજડિત વસ્ત્રો અને મુગટ પૂજ્ય ઘનશ્યામ મહારાજના ચરણોમાં અર્પણ કરાયા હતા. બંને દાતાઓ નિઃસ્વાર્થભાવે પોતાની સંપત્તિનું દાન કર્યુ હોવાનું સ્વામીશ્રી નારાણમુનિદાસજીએ જણાવ્યું કે, પાંચ કરોડના સુવર્ણ વસ્ત્રો અને મુગટના શણગાર સાથે સજ્જ પૂ. ઘનશ્યામ મહારાજના દર્શન કરી શકાશે. દેશના અન્ય રાજ્યોના કરોડપતિ ભગવાનો સાથે ભુજ સ્વામિનારાયણ મંદિરના પૂ. ઘનશ્યામ મહારાજ પણ હવે દેશમાં પ્રખ્યાત છે.

(સૌજન્યઃ પ્રકાશ ભટ્ટ)

X
Two Australians donate millions for kutch temple
Two Australians donate millions for kutch temple
Two Australians donate millions for kutch temple
Two Australians donate millions for kutch temple
Two Australians donate millions for kutch temple
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી