- ત્રણ દિવસના આ કાર્યક્રમમાં ઘણાં પરમ પૂજ્ય આચાર્યના વ્યાખ્યાન છે
divyabhaskar.com
May 04, 2019, 03:58 PM ISTએનઆરજી ડેસ્કઃ અમેરિકા અને કેનેડામાં જૈન એસોસિએશન ફેડરેશન Jaina દ્વારા લોસ એન્જલસ (કેલિફોર્નિયા)માં આગામી 4-7 જુલાઇ, 2019ના રોજ વિશ્વમાંથી જૈન આગેવાનો પધારશે. આ સંસ્થા જૈન ધર્મ અને જૈનની જેમ જીવન જીવવું, તેને સાચવે છે અને વહેંચે છે. આ સંસ્થા હેઠલ 68થી વધુ સંસ્થાઓ વિશ્વમાં કાર્યરત છે. તેમાં જૈન મંદિરો, સંગ, સમાજ અને કેન્દ્રોનો સમાવેશ થાય છે. ગુરૂદેવ શ્રી ચિત્રભાનુજી અને આચાર્ય શ્રી સુશીલ કુમારજીના આશીર્વાદથી 1981 જૈનાની શરૂઆત થઇ હતી. લોસ એન્જલસમાં યોજાનારા કાર્યક્રમમાં અંદાજિત 5,000 લોકો એકઠાં થશે. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં ઘણાં પરમ પૂજ્ય આચાર્યના વ્યાખ્યાન છે. જેમાં મહાવીર જ્યોતના સૂત્રધાર જ્યોતિ ધરોડ ગાલા (પત્રી સાડાઉ પાર્લા અમેરિકા)એ 6 જુલાઇ, 2019 શનિવારના બપોરે મહત્વના સમયે ઘૂંટણીના સ્ટેમ સેલ દ્વારા આધુનિક સારવારના ત્રણ કેમ્પ પુરાં કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.