ઇવેન્ટ / ઓર્લેન્ડો ફ્લોરિડાના ગુજરાતી સમાજમાં જગદીશ ત્રિવેદીનો હાસ્ય દરબાર યોજાયો

divyabhaskar.com

Apr 30, 2019, 09:59 PM IST
Jagdish Trivedi's programme in Orlando Florida

  •  300ના બદલે 600 ગુજરાતીઓએ મોડી રાત સુધી જગદીશ ત્રિવેદીની હાસ્ય છોળો માણી

એનઆરજી ડેસ્કઃ રવિવારની સાંજ અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં રહેતા ગુજરાતીઓ માટે યાદગાર સાંજ બની ગઇ. અહીંના તમામ ગુજરાતીઓ 28 એપ્રિલને હાસ્ય સંધ્યા તરીકે યાદ રાખશે, કારણ કે આ દિવસે એક ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઓર્લેન્ડોમાં ત્રીસ વર્ષથી કાર્યરત ગુજરાતી સમાજે 28 એપ્રિલની સાંજે ક્ષી લક્ષ્મીનારાયણ મંદિરના સભાગૃહમાં ડો. જગદીશ ત્રિવેદીના હાસ્ય દરબાર કાર્યક્રમને આયોજિત કર્યો હતો. મંદિરના પરિસરમાં કાર્યક્રમ હોવાથી તે દિવ્ય તો હતો જ પરંતુ લેકલેન્ડ, જેક્શન વીલ, ડેટોના બીચ જેવા આજુબાજુના નગરના ગુજરાતીઓને જેવા સમાચાર મળ્યા કે, ઓર્લેન્ડામાં ત્રણ વર્ષ બાદ જગદીશ ત્રિવેદી પધારી રહ્યા છે, તે એ લોકો પણ કાર્યક્રમમાં આવવાની ઇચ્છા પ્રગટ કરી.

ઓર્લેન્ડોમાં વડીલો માટે કાર્યરત સંસ્થા 'શાંતિ નિકેતન'ના સંચાલકોએ કહ્યું કે, અમે બસ દ્વારા અમારાં વડીલોને શુદ્ધ અને સાત્વિક હાસ્યનો લાભ અપાવીશું. ઓર્લેન્ડો ગુજરાતી સમાજના ચેરમેન જયેશ પટેલ અને પ્રમુખ હરેશ ત્રિવેદીએ ઉદારતાથી ગામ-પરગામના ગુજરાતીઓને કાર્યક્રમમાં પધારી હાસ્ય અને કાઠીયાવાડી ભોજન બંનેનો લાભ આપવાની ઉદારતા દર્શાવી હતી.
મેકઝીમ ટૂર એન્ડ ટ્રાવેલ્સના માલિક અને સમાજસેવક શ્રી હિરેનભાઇ જૈનના સહયોગથી 300ના બદલે 600 ગુજરાતીઓએ મોડી રાત સુધી જગદીશ ત્રિવેદીની હાસ્ય છોળો માણી અને કાર્યક્રમને ભવ્ય બનાવ્યો. જગદીશ ત્રિવેદી છેલ્લાં દોઢ વર્ષથી પોતાના કાર્યક્રમની સંપુર્ણ આવક જરૂરિયાતમંદ લોકોના આરોગ્ય અને શિક્ષણ માટે દાન કરે છે.

X
Jagdish Trivedi's programme in Orlando Florida
Jagdish Trivedi's programme in Orlando Florida
Jagdish Trivedi's programme in Orlando Florida
Jagdish Trivedi's programme in Orlando Florida
Jagdish Trivedi's programme in Orlando Florida
Jagdish Trivedi's programme in Orlando Florida
Jagdish Trivedi's programme in Orlando Florida
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી