એક્ઝિટ પોલ / નરેન્દ્ર મોદીની જીતનું વિદેશમાં સેલિબ્રેશન, ફ્રી પાણીપુરી, મેથી ગોટાં અને ફન ફૂડ સાથે ઉજવણી

Celebrating Narendra Modi's victory in USA

  • ન્યૂજર્સીમાં આજે 12.30થી સાંજે 8.30 સુધી ફ્રીમાં મેથી ગોટાનું વિતરણ કરવામાં આવશે. 

divyabhaskar.com

May 23, 2019, 05:31 PM IST

એનઆરજી ડેસ્કઃ 2019ની લોકસભા ચૂંટણી ઐતિહાસિક વળાંક પર છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપી એકવાર ફરીથી સરકાર બનવા જઇ રહી છે. અત્યાર સુધી આવેલા આવેલા રુઝાનમાં બીજેપીનું કમળ પોતાના દમ પર ખીલી રહ્યું છે. જ્યારે એનડીએ 344 સીટ પર પહોંચી ગયું છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષને બીજેપીએ જડમૂળથી ઉખાડી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઐતિહાસિક જીતની ખુશી વિદેશમાં પણ જોવા મળી રહી છે.

નરેન્દ્ર મોદીની જીતના પગલે ન્યૂજર્સીમાં આવેલી ગુજરાતી રેસ્ટોરાં ચૌપાટીમાં આજે સાંજે 6થી 9 વાગ્યા સુધી પ્રતિ વ્યક્તિ દીઠ ફ્રી પાણીપુરી સર્વ કરવામાં આવશે.

ન્યૂજર્સીમાં ઓવરસિઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી-યુએસએ અને રાજભોગ ફૂડ્સ દ્વારા પણ નેવાર્ક એવન્યુમાં સાંજે 5થી 8 વાગ્યા સુધી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. નમો અગેઇન 2019 ટાઇટલ હેઠળ અરવિંદ પટેલ (2012347777), ભાવેશ દવે (8485655282), બાલી પટેલ (2019207063), રસિક પટેલ (5519986616), રાજુ પટેલ (JCAMA, 2016598844), અજિત મોદી, રાજુ રાડીયા, રાજુ પટેલ (રાજભોગ) યોગેશ અને લાલજી પટેલ (લક્ષ્મી પાન), ભાવેશ એસ પટેલ (મુખી), જસભાઇ પટેલ, હિતેશ શાહ (એનયુ ક્રિએશન્સ), પરેશ પટેલ (પરેશ વીડિયો) નીતિન ગુર્જર (તિરંગા), દિપ્લિતી સુરેશ જાની, મિનેશ પટેલ, ડો. અરવિંદ શાહ, સુભાષ કાપડિયા, દીકુ મોદી (માયા) હર્ષદભાઇ પટેલ (પકાજી) સુભાષભાઇ પટેલ, ક્રિશ્ના રેડ્ડી, જયેશ પટેલ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે.

બોમ્બે સ્પાઇસ-2 દ્વારા ન્યૂજર્સીના 95- સ્ટેટ રૂટ 27 ખાતે આજે 12.30થી સાંજે 8.30 સુધી ફ્રીમાં મેથી ગોટાનું વિતરણ કરવામાં આવશે.

જ્યારે 22 મેના રોજ ડો. વિઠલ અને રંજન ધાડૂક, ડો. દિનેશ અને શોભના પટેલ દ્વારા મહારાજા હોલ (ડાઉન સ્ટેર્સ), ધ રોયલ અલ્બર્ટ પેલેસ ખાતે સેલિબ્રેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

X
Celebrating Narendra Modi's victory in USA

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી