તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેટ એરવેઝની ફ્લાઇટ્સ રદ થતા ન્યૂઝીલેન્ડમાં 22 વિદ્યાર્થીઓ ફસાયા, વડોદરાનો વિદ્યાર્થી ઓકલેન્ડમાં અટવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ પ્રતિકાત્મક) - Divya Bhaskar
(તસવીરઃ પ્રતિકાત્મક)
  • જેટ એવરેઝના એડમિનિસ્ટ્રેશને પણ હાથ અદ્ધર કરી દીધા છે
એનઆરજી ડેસ્કઃ નાણાકીય કટોકટી સામે ઝઝૂમી રહેલા જેટ એરવેઝે બુધવારે રાત્રે પોતાની તમામ ફ્લાઇટ અસ્થાયી રીતે બંધ કરી દીધી છે. જેની અસર ભારતની બહાર ગયેલા લોકોને પણ થઇ રહી છે. જેટ એરવેઝના આ સંકટની અસર શાળાના વિદ્યાર્થીઓને પણ થઇ રહી છે. ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલા 22 વિદ્યાર્થીઓ જેટ એરવેઝની ફ્લાઇટ્સ રદ થતાં ત્યાં જ ફસાઇ ગયા છે. વડોદરાનો એક વિદ્યાર્થી પણ ઓકલેન્ડમાં ફસાયો છે. આ મુશ્કેલીની ઘડીમાં તંત્ર તરફથી કોઇ સહાય નહીં મળતાં તમામ સ્ટુડન્ટ્સના પરિવારો ચિંતામાં છે. જેટ એવરેઝના એડમિનિસ્ટ્રેશને પણ હાથ અદ્ધર કરી દીધા છે. આ તમામ સ્ટુડન્ટ્સ 75 હજારની ટિકીટ ખરીદીને ન્યૂઝીલેન્ડ ગયા છે, જો તેઓ બીજી ફ્લાઇટમાં બેસે તો 75 હજાર વેડફાઇ જવાની ભીતિ છે. આ વિદ્યાર્થીઓ અને શાળા અંગે હજુ વધુ માહિતી સામે આવી નથી. 
અન્ય સમાચારો પણ છે...