શોપિંગ / લગ્નમાં શું પહેરેવું તેને લઈ મૂંઝવણ છે? સંગીતથી લઈ રિસેપ્શન સુધી આ 10 લહેંગા તમારા લુકને આપશે ચાર ચાંદ

wedding season different types of lehenga

દિવ્ય ભાસ્કર

Mar 17, 2020, 04:57 PM IST

અમદાવાદ: જ્યારે લગ્ન હોય ત્યારે હંમેશાં એક સવાલ મૂંઝવતો હોય છે કે પહેરીશું શું? પછી તે બેસ્ટ ફ્રેન્ડના હોય કે નિકટના પરિવારમાં હોય? લગ્ન હોય એટલે સૌ પહેલાં એ જ સવાલ મનમાં ઘુમરાયા કરે કે આટલા બધા પ્રસંગોમાં કયા કપડાં પહેરીશું? આ સવાલ બાદ તરત જ એ સવાલ આવે કે આ બધાની ખરીદી ક્યા કરીશું? એમાં પણ તમારી બેસ્ટ ફ્રેન્ડના લગ્ન હોય તો તમારી પર જો ફૂલ ઓન પ્રેશર હોય છે. તમે એવું તો શું પહેરો કે તમે સંસ્કારી, હોટ, સિંઝલિંગ અને દુલ્હન કરતાં વધુ સારા ના લાગો તે તમામ વાતનું ધ્યાન રાખવાનું હોય છે. તમારા માટે કપડાંની પસંદગી કરવી મુશ્કેલ બની જાય છે. દુલ્હનની સ્પેશિયલ ફ્રેન્ડ હોવાને નાતે તમામની નજર તમારી પર હોય તે સમજી શકાય તેવી વાત છે. તેથી તમારા આઉટફિટ સ્ટનિંગ હોય તે જરૂરી છે.

લગ્નમાં એટલાં બધા ફંક્શન્સ હોય કે કયા ફંક્શનમાં કયા કપડાં પહેરવા તેને લઈ મૂંઝવણ હોય છે. હાલમાં અનેક પ્રકારના લહેંગા માર્કેટમાં ઉપલબ્ધ છે.

1. બોટલ ગ્રીન મલ્ટી કલર્ડ મિરર તથા મોતી વર્કવાળો ચણીયો તથા બ્લાઉઝમાં હેવી વર્ક અને નેટનો દુપટ્ટા. આ આઉટફિટ સંગીત સેરેમની માટે બેસ્ટ છે.

2. સોફ્ટ ચેરી રેડ ચોલીમાં સિલ્વર મિરર વર્ક તથા એ જ રંગનો દુપટ્ટો અને બ્લાઉઝમાં તમારો નિખાર અલગ જ જોવા મળશે.

3. લાઈટ કલરને બદલે વાઈબ્રન્ટ પિંક રંગનો લહેંગો બેસ્ટ છે. આ હેવી બોર્ડર અને ઝરદોશી વર્ક સાથે આ લહેંગો દરેક ફંક્શન માટે બેસ્ટ છે.

4. બ્લૂ રંગના લહેંગામાં ફૂલ ઝરદોશી વર્ક અલગ જ લાગે છે. આ લહેંગો વેડિંગ માટે ધી બેસ્ટ છે.

5. લગ્નમાં દર વખતે કેમ રેડ કે પછી ગ્રીન આઉટફિટ પહેરવામાં આવે? મજેન્ટા ફ્રેન્ચ રોઝ પિંક કલરનો શરારા વેડિંગ માટે બેસ્ટ છે. આ શરારામાં ફૂલ ફ્લાવર હેન્ડવર્ક કરવામાં આવ્યું છે.

6. લાઈટ પિંક શેડનો આ લહેંગામાં વર્ક કરેલું છે. નેટનો દુપટ્ટો છે. હેવી લુકની સાથે સાથે આ લહેંગો એકદમ કૂલ લાગે છે.

7.પેસ્ટલ કલર આજકાલ ઈન ડિમાન્ડ છે. લાઈટ વેઈટ એમ્બ્રોડરીની સાથે સાથે પેસ્ટલ શૅડ બેસ્ટ ચોઈસ બની રહેશે. સિમ્પલ હોવાની સાથે સાથે આ એથનિક લુકમાં કોઈ પણ સુંદર લાગી શકે છે.


8. ગોલ્ડન શૅડનું ગાઉન એવરગ્રીન છે. વેડિંગ ઈવેન્ટમાં આ પર્ફેક્ટ ચોઈસ સાબિત થઈ શકે છે.

9. સંગીત કે પછી સગાઈમાં તમે લહેંગાને બદલે ગાઉનની પસંદગી કરી શકો છે. ફ્લેર્ડ ગાઉન પ્રિ વેડિંગ ફંક્શનમાં સારું લાગી શકે છે.

10. પિંક કલર ઓલટાઈમ ફેવરિટ છે. પિંક રંગના લહેંગામાં હેવી વર્ક કરાવીને તમે વેડિંગના દિવસે તમારા લુકમાં ચારચાંદ લગાવી શકો છો.

X
wedding season different types of lehenga

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી