લૂંટારૂઓ ત્રાટક્યા / વલસાડમાં USના NRI વૃદ્ધ કણબી દંપતીને બંધક બનાવી 9.94 લાખની લૂંટ

NRI couple robbed of Rs 9.94  lakh in Valsad

  • દંપતીની સાથે મજૂરને 10 થી 12 લૂંટારૂઓએ બાનમાં લીધા હતા, ગોઘરીયા ગેંગે લૂંટ ચલાવી હોવાનું પોલીસને અનુમાન
  • બે કલાક જીવ તાળવે: પુત્ર પરિવાર સાથે કેરળ ફરવા ગયો હતો, ખેતી કામ માટે દંપતી નવ માસ અગાઉ જ આવ્યા હતા

Divyabhaskar.com

Feb 26, 2020, 03:11 PM IST

ભાસ્કર ન્યૂઝ,વલસાડ : અમેરિકાના રાટ્રપતિ ટ્રમ્પના ગુજરાતમાં આગમન પૂર્વે વલસાડ તાલુકાના બોદલાઈ ગામના મૂળ વતની અને અમેરિકન NRI કણબી પટેલ વૃદ્ધ દંપતીના બંગલામાં રવિવારે મધરાત્રે 12:30થી 1:00વાગ્યાના સુમારે 10થી 12 જેટલા લૂંટારૂઓ ત્રાટક્યા હતા. બંગલાની બહાર સુતેલા મજૂરને બંગલામાં ચાવીની માંગ કરી દબડાવતાં હતા. ઘર માલકીનની ઊંઘ ઉડતા ઘરની દરવાજો ખોલી ચેક કરતા વૃદ્ધાને બંધક બનાવી લૂંટારૂઓ ઘરમાં પ્રવેશ્યા હતા. ઘરમાં વૃદ્ધ દંપતી અને મજૂરને બંધક બનાવી લોખંડના કબાટો કોઈક હથિયાર વડે તોડી 50 તોલાના સોના ચાંદીના ઘરેણાં, 4,440 US ડોલર અને રોકડા રૂ. 3 લાખની લૂંટ ચલાવી હતી. બૂમો મારી નાખવાની ઘમકી આપી દિલધડક લૂંટ ચલાવી આરોપીઓ વૃદ્ધ દંપતી અને મજૂરને ઘરમાં પુરી ભાગી છૂટ્યા હતા.

વલસાડ તાલુકાના બોદલાઈ ગામના મૂળ અને US સ્થાહી થયેલા વૃદ્ધ દંપતી રમણભાઈ ગોવિંદજી પટેલ અને પત્ની રૂક્ષમણીબેન ખેતીના કામ અર્થે 9 માસ પહેલા બોદલાઈ આવ્યા હતા. થોડા દિવસ પહેલા વૃદ્ધ દંપતીનો દીકરો અને પત્ની કેરલા ખાતે ફરવા ગયા હતા. રવિવારે મધરાતે 10-12 જેટલા લૂંટારૂઓ ઘરે ત્રાટક્યા હતા. ઘરની બહાર ઊંઘેલા મજુર ગુલાબ રણછોડ પટેલને અવાજ આવતા ઉઠી ગયો હતો. મજૂરને દબોચીને લૂંટારૂઓએ ઘરમાં કોણ કોણ છે. ઘરની ચાવી ક્યાં છે તે પૂછવા લાગ્યા હતા. તે દરમિયાન રૂક્ષમણીબેનની ઊંઘ ઉડી જતા શેરડીના મજૂરો અત્યારે કેમ આવ્યા તે જોવા ઘરનો દરવાજો ખોલ્યો હતો.

ઘરનો દરવાજો ખુલતાં લૂંટારૂઓએ વૃદ્ધ દંપતી અને મજૂરને બંધક બનાવી લીધા હતા. લૂંટારૂઓ દ્વારા વૃદ્ધ દંપતીને બૂમો મારશો તો ચપ્પુ મારવાની ધમકી આપ હતી. લૂંટારૂઓએ દોઢથી બે કલાકમાં ઘરમાં લૂંટ ચલાવી હતી. ઘરમાં સ્ટીલના કબાટો સાધન વડે તોડીને કબાટમાં મૂકેલા 50 તોલા સોના ચાંદીના ઘરેણાં, 4,440 ડોલર અને 3 લાખ રૂપિયા રોકડાની લૂંટ ચલાવી હતી.

ઘર બહાર અવાજ આવતા ઊંઘ ઉડી
મજૂરી કરી રાત્રે 9 કલાકે ઘરના ઓટલા ઉપર સુઈ ગયો હતો. ચપ્પલોનો અવાજ આવતા ઊંઘ ઉડી હતી. મારા ઉપર 5 જેટલા લૂંટારૂઓ મોઢું દબાવી ઘરમાં કોનકોન છે. ઘરની ચાવી ક્યાં છે પૂછવા લાગ્યા હતા. બુમાબુમ કરીશ તો ચપ્પુ મારી દઈશું તેવી ધમકીઓ આપતા હતા.શેઠાણીએ દરવાજો ખોલતા લૂંટારૂઓ ઘરમાં પ્રવેશી ગયા હતા. - ગુલાબ પટેલ , મજુર

હાથમાંથી લૂઝ-વીંટી ઝાટકો મારી ખેંચી
રાત્રે ઘરની બહાર સુતેલા ગુલાબને ધમકાવતા હોવાનો અવાજ આવ્યો હતો. શેરડી કાપવા માટે મજૂરો આટલા વેલા કેમ આવ્યા અને ગુલાબને સુકામ ધમકાવી રહ્યા છે. તે જોવા જતા 2 જેટલા લૂંટારૂઓએ મને નીચે પાડી ઘરમાં ઘુસી ગયા હતા. ઘરમાં મેને પણ ખેંચી ગયા હતા. મારા હાથમાં પહેરેલું લૂઝ અને વીંટી ઝાટકો મારી ખેંચી કાઢી હતી. મને પતિની બાજુમાં જવાદો વિનંતી કરતા વૃદ્ધ દંપતીને સાથે ચુપચાપ બેસવા જણાવ્યું હતું. 1 માણસને અમારી સામે ઉભો રાખ્યો હતો. બાકીના લોકો ઘરના કબાટો તોડી સમાન લઈને બહાર આવ્યા ત્યારે ગુલાબને અમારી સાથે પુરી જણાવ્યું હતું કે 4 વાગ્યા સુધી અહીં ઓટલા ઉપર છીએ બુમાબુમ કરશો તો મારી નાખીશું તેમ કહી ઘરનો દરવાજો બહારથી બંધ કર્યો હતો. જોકે, ત્યાર બાદ અંધારાનો લાભ લઇને લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતાં. -રૂક્ષમણીબેન પટેલ, ભોગ બનનાર વૃદ્ધા

રોડ ઉપરના CCTVના ફૂટેજની ચકાસણી
રવિવારે મધરાતે વૃદ્ધ દંપતી અને મજૂરને બંધક બનાવી ઘરમાંથી 10-12 જેટલા લૂંટઓએ લૂંટ ચલાવી હતી. આજુબાજુના CCTV ફૂટેઝ ચેક કરાઇ રહ્યા છે. ગામમાં મજૂરી કામે આવતા મજૂરોની પૂછપરછ કરાઇ રહી છે. ઘરમાંથી 50 તોલાના ઘરેણાં અને રોકડ રકમની લૂંટ ચલાવી હતી. 4,440 ડોલર, 50 તોલાના ઘરેણાં અને 3 લાખ રોકડા મળી 9.94ની લૂંટ ચલાવી હતી. - મનોજસિંહ ચાવડા, Dysp, વલસાડ

X
NRI couple robbed of Rs 9.94  lakh in Valsad

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી