યુએસ ડ્રીમ / ઈબી-5 વિઝાના કાયદા કડક થતાં ઈ-2 વિઝા માટેની ઈન્ક્વાયરીઓ શરૂ થઈ

Inquiries for E-2 visas increased

  • અમેરિકામાં રોકાણ કરી નાગરિકત્વ મેળવવું અઘરું, છતાં ઉદ્યોગકારોને વધુ રસ

Divyabhaskar.com

Feb 26, 2020, 02:21 PM IST

સુરત: અમેરિકામાં રોકાણ કરીને નાગરિકત્વ મેળવવાના કાયદાને કડક કરી દેવાયા છે, તેમ છતાં અમેરિકામાં ધંધો સ્થાપીને ત્યાં નાગરિકત્વ મેળવવાનો ક્રેઝ સુરત સહિતના દેશના ઉદ્યોગકારોમાં મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. છેલ્લાં થોડા વર્ષોથી અમેરીકામાં સ્થાયી થવા માંગતા લોકો દ્વારા એપ્લાય થતાં એચ1બી વિઝા અને મુકાયેલા પ્રતિબંધો અને એલ1 વિઝા માટે રિજેક્શનનું પ્રમાણ વધી રહ્યું છે.

અમેરિકામાં સ્થાયી થવા ઈચ્છુક લોકો ઈબી-5 ઈન્વેસ્ટર વિઝાનો વિકલ્પ અપનાવી રહ્યા છે. આ કેટેગરીમાં અમેરિકામાં નવા બિઝનેસમાં અત્યાર સુધી 5 લાખ યુએસ ડોલરનું રોકાણ અનેા 10 અમેરિકનને રોજગારી આપવી પડ ત્યારબાદ રોકાણ કરનાર પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થઇ શકે. આ નિયમમાં 21મી નવેમ્બર-19થી ફેરફાર કરી 5 લાખના બદલે 9 લાખ યુએસ ડોલરનું રોકાણ ફરજિયાત કરાયું હોવાથી અમેરિકામાં સ્થાયી થવાનો આ માર્ગ પણ લોકોની પહોચ બહારનો થઇ ગયો. ત્યારે ઈબી-5ની જગ્યાએ ઈ-2 વિઝાનો વિકલ્પ સર્જાયો છે.

સુરત 60 મોટા રોકાણકારો અને ઉદ્યોગકારો સાથે મુલાકાતે આવેલા મુંબઈની ઈમિગ્રેશન એડવાઈઝર એક્વેસ્ટ એડવાઈઝરીના સીઈઓ પરેશ કારિયા જણાવે છે કે, ઈ-2 વિઝા ઈબી-5ની સરખઆમણીએ વધુ સરળ અને ઝડપી છે, જેમાં એક જ વર્ષમાં રોકાણકાર અમેરિકામાં સ્થાયી થઈ શકે છે. તેમની સાથે આવેલા ન્યુયોર્કની લો ફર્મ ડેવિસ અને એસોસિએશનના ચેરમેન માર્ક ડેવિસ જણાવે છે કે, ઈ-2 વિઝા અમેરિકા સાથે સંધી ઘરાવતાં દેશોના નાગરિકો માટે ઉપલબ્ધ છે. જેમાંનો એક દેશ છે ગ્રેનેડા, ગ્રેનેડાની અમેરિકા સાથે સંધી છે. માટે તેમાં રોકાણ કરીને ત્યાંની નાગરિકતા મેળવી શકે છે.

X
Inquiries for E-2 visas increased

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી