તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિડનીમાં ફ્રી ગરબાનું ધમાકેદાર આયોજન, અત્યાર સુધીમાં 6 હજારથી વધારે લોકોએ રજીસ્ટ્રેશન કર્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિંગર જોડી પ્રસાદ-કરદમ ખેલૈયાઓને ડોલાવશે - Divya Bhaskar
સિંગર જોડી પ્રસાદ-કરદમ ખેલૈયાઓને ડોલાવશે

સિડની : ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ‘યુનાઈટેડ ગુજરાતીઝ ઓફ ઓસ્ટ્રલિયા’ દ્વારા ગરબાનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એન્ટ્રી તદન ફ્રી છે. સિડનીના કાસ્ટલ હીલ શો ગ્રાઉન્ડ ખાતે તારીખ 6 ઓક્ટોબર, રવિવારના રોજ આયોજિત ‘રમઝટ 2019’માં અત્યાર સુધીમાં 6 હજાર લોકોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. જેમાં અમદાવાદની સિંગર જોડી પ્રસાદ-કરદમ ખેલૈયાઓને ડોલાવશે. 


ગરબાનું કમર્શિયલાઈઝેશન થઈ રહ્યું છે ત્યારે ‘યુનાઈટેડ ગુજરાતીઝ ઓફ ઓસ્ટ્રલિયા’ દ્વારા આયોજિત આ ગરબામાં કોઈ પણને ફ્રીમાં એન્ટ્રી છે. કાર્યક્રમના સ્થળ પર ખાણીપીણી માટે ફૂડ સ્ટૉલ પણ ઉભા કરાયા છે. તેમજ 150 વોલિન્ટિર્સ સેવા આપશે. કાર્યક્રમને ઓસ્ટ્રેલિયાની બે મુખ્ય પાર્ટી લેબર પાર્ટી અને લિબરલ પાર્ટી સપોર્ટ કરી રહી છે તેમજ બંનેના મોટા નેતાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.


આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે વાઈસ પ્રેસિડન્ટ સી કે (ચેતન કુસુમગર), પ્રમુખ અમિત વ્યાસ અને અન્ય કમિટિ મેમ્બર્સ જહેતમ ઉઠાવી રહ્યા છે. જેઓ 70 સ્પોન્સર્સને એક પ્લેટફોર્મ પર લાવ્યા છે. આ ઉપરાંત ઘણા બિઝનેસ ઇન્સ્ટીટ્યૂટ પણ મદદ કરી રહ્યા છે. 


‘યુનાઈટેડ ગુજરાતીઝ ઓફ ઓસ્ટ્રલિયા’ એક વર્ષ પહેલાં સ્થાપાયેલું નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન છે. જેનો હેતુ ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓને એક છત્ર હેઠળ લાવવાનો છે. જેમાં સમાજિક સમરસતા જાળવી જૂની પેઢી અને નવી આવતી પેઢી વચ્ચે સંકલન સાધવાનો હેતુ છે. આ ઓર્ગેનાઈઝેશન દ્વારા ગુજરાત દિવસ નિમિત્તે 95 લોકોને એવોર્ડથી સન્માનિત કર્યા હતા. તેમજ દિવાળી પર ફ્રીમાં ગેટ-ટુ-ગેધરનો કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું. 


આ કાર્યક્રમમાં વિશ્વની નંબર વન ગુજરાતી વેબસાઈટ DivyaBhaskar.com ડિજિટલ મીડિયા પાર્ટનર છે. દિવ્યભાસ્કર વેબસાઈટ પર ઈવેન્ટનું વ્યાપક કવરેજ કરવામાં આવશે તેમજ દિવ્ય ભાસ્કરના ફેસબૂક પેજ પર લાઈવ ગરબા પણ દેખાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો