ગુજરાત સ્થાપના દિવસ / વિદેશમાં વસતો દર ત્રીજો ભારતીય ગુજરાતી, કુલ NRIના 33% લોકો ગુજરાતી

Gujarat Foundation Day Next to 3rd Indian each Gujarati are NRI

  • વિદેશોમાં 55 લાખ ગુજરાતી એટલે કે કુલ NRIના 33% 
  • અમેરિકામાં 10 વર્ષમાં ગુજરાતી બોલનારા 26% વધ્યા

DivyaBhaskar.com

May 01, 2019, 02:00 AM IST

અમદાવાદઃ વિદેશમાં વસતાં ભારતીયોમાં ગુજરાતીઓ સૌથી આગળ છે. વિશ્વ ગુજરાતી સમાજના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે જેટલા ભારતીયો અન્ય દેશમાં જઈને વસે છે તેમાં સૌથી વધારે પ્રમાણ ગુજરાતીઓનું છે. આંકડાઓ મુજબ વિદેશમાં વસતાં કુલ ભારતીયોમાં 33 ટકા ગુજરાતી છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે સંયુક્ત રાષ્ટ્રમાં નોંધાયેલા 190 દેશોમાંથી 129 દેશોમાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં વસે છે. ગુજરાતીઓએ વિદેશ ખેડવાનો પ્રારંભ આફ્રિકાથી કર્યો હતો.

1972માં યુગાન્ડાના શાસક ઇદી અમીને ભારતીયોની હકાલપટ્ટી કરતા આફતને અવસરમાં પલટવામાં માહેર ગુજરાતીઓ બ્રિટન અને અમેરિકા જઈને સમૃદ્ધ બન્યાં હતા. ન્યૂયોર્ક ટાઇમ્સના એક લેખ મુજબ 1910 પછી મોટી સંખ્યામાં ભારતીયોએ અમેરિકા આવવાનું શરૂ કર્યું. રિપોર્ટ મુજબ દુનિયાભરના દેશોમાં ગુજરાતના ‘પટેલ’ ફેલાયેલા છે. સમગ્ર વિશ્વમાં 5 લાખ જેટલા પટેલ જુદા-જુદા દેશોમાં વસે છે. ‘પટેલ’ અટક ધરાવતા સૌથી વધુ લોકો અમેરિકા અને બ્રિટનમાં રહે છે. આ બે જ દેશોમાં દોઢ-દોઢ લાખ લોકોની અટક પટેલ છે. ગુજરાતીઓ જ્યાં વસ્યાં છે એ દેશોના અર્થતંત્રને વિકસાવવામાં પણ મોટું યોગદાન આપતા રહ્યા છે. બ્રિટનમાં હાલમાં થયેલા સરવે પ્રમાણે ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પર સૌથી વધુ ખર્ચ કરનારાઓમાં પટેલો સામેલ હતા.

એ પાંચ કારણ, જેને જાણીને દરેક ગુજરાતી ગર્વ અનુભવશે

  • વિશ્વભરમાં રાજકારણ, વેપાર-ઉદ્યોગથી લઈને કળા-સાહિત્ય સુધીના વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતીઓનો ડંકો છે. આ ગુજરાતીઓ પર ગર્વ કરી શકાય એવા અનેક કારણો છે જેમાં પાંચ મુખ્ય છે.
  • પહેલું કારણ એ છે કે ભારતની કુલ વસ્તીમાં ગુજરાતીઓનું પ્રમાણ ભલે 6 % હોય પણ અમેરિકાના કુલ ભારતીયોમાં 20 % ગુજરાતી છે. અમેરિકામાં 9.27 લાખ ગુજરાતીઓ વસે છે.
  • બીજું, અમેરિકામાં છેલ્લા 10 વર્ષમાં ગુજરાતી બોલનારા લોકોની સંખ્યામાં 26 % નો વધારો થયો છે. અમેરિકામાં સૌથી વધુ બોલાતી ભારતીય ભાષાઓમાં બીજા ક્રમે ગુજરાતી છે.
  • ત્રીજું કારણ, યુએસ-યુકેમાં ગુજરાતીઓની સંખ્યા 22 લાખ છે. આ દેશોમાં સૌથી પોપ્યુલર સરનેમમાં 140 ક્રમે ‘પટેલ’ છે.
  • ચોથું કારણ, અમેરિકામાં આજે 17 હજાર મોટેલ અને 12 હજાર દવાની દુકાનો ગુજરાતીઓની માલિકીની છે. 1940માં અમેરિકામાં મૂળ દક્ષિણ ગુજરાતના કાનજી પટેલે મોટેલ શરૂ કરી હતી. આજે USમાં 40 ટકા મોટેલ ગુજરાતીઓની છે.
  • પાંચમુ કારણ, વિશ્વભરના દેશોમાં ફેલાયેલા ગુજરાતીઓ પાસે 58 લાખ કરોડ રૂપિયાથી વધુ ધન છે તથા ભારતના અબજોપતિઓની યાદીમાં સૌથી વધુ એટલે કે 58 ગુજરાતી છે.
X
Gujarat Foundation Day Next to 3rd Indian each Gujarati are NRI
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી