તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વિરોધ:વડોદરામાં PM મોદીના જન્મદિવસને યુવા કોંગ્રેસે બેરોજગારી દિવસ તરીકે મનાવ્યો, રસ્તા પર વાટકા લઇને ભીખ માંગી, 7ની અટકાયત

વડોદરાએક દિવસ પહેલા
યુવા કોંગ્રેસે રોડ પર ભીખ માંગીને બેરોજગારી મુદ્દે વિરોધ કર્યો
  • વડોદરા શહેર યુવા કોંગ્રેસે ભાજપ વિરોધી સૂત્રોચ્ચારો કરીને રોજગારીની માંગ કરી
  • જાહેરનામાના ભંગ બદલ પોલીસે 7 કાર્યકરોની અટકાયત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસને વડોદરા શહેર યુવા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય બેરોજગાર દિવસ તરીકે મનાવ્યો હતો. સયાજીગંજ ખાતે કોંગ્રેસ યુવાનોએ વાટકા લઇ રોજગારીની ભીખ માંગી હતી. ભાજપ વિરોધી અને રોજગારી આપો જેવા સૂત્રોચ્ચાર કર્યાં હતા. કોરોનાની મહામારીના કારણે સભા-સરઘસ, ધરણા ઉપર પ્રતિબંધ હોવાના કારણે પોલીસે જાહેરનામાના ભંગ બદલ પોલીસે 7 કાર્યકરોની અટકાયત કરી હતી.

કોંગ્રેસના કાર્યક્રમે લોકોમાં આકર્ષણ જમાવ્યું
સમગ્ર દેશમાં ભાજપા દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે PM મોદીના 70માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેર યુવા કોંગ્રેસ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસને રાષ્ટ્રીય બેરોજગાર દિવસ તરીકે મનાવ્યો હતો. સયાજીગંજ ડેરી ડેન પાસે યુવક કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને રોજગારી માટે વાટકા લઇને ભીખ માંગી હતી. યુવા કોંગ્રેસના આ કાર્યક્રમે પસાર થતાં લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું.

યુવા કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કર્યાં
યુવા કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કર્યાં

શિક્ષિત યુવાનોને રોજગારી આપો જેવા સૂત્રોચ્ચારો કર્યાં
રાષ્ટ્રીય બેરોજગાર દિવસની ઉજવણીમાં જોડાયેલા કાર્યકરોએ દેશ માંગે રોજગારી, યુવા માંગે રોજગારી, તેમજ શિક્ષિત યુવાનોને રોજગારી આપો જેવી માંગણી કરતા ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. યુવા કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા સૂત્રોચ્ચારોએ પસાર થતાં લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.

ડિગ્રીધારી યુવાનો દ્વારા નોકરીની ભીખ માંગવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો
કોંગ્રેસ અગ્રણીએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વડાપ્રધાન મોદીનો જન્મદિવસ મનાવવામાં આવી રહ્યો છે, પરંતુ, વડોદરા યુવા કોંગ્રેસ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસને રાષ્ટ્રીય બેરોજગાર દિવસ જાહેર કરીને બેરોજગારી દિવસ મનાવ્યો છે. ડિગ્રીધારી યુવાનો દ્વારા નોકરીની ભીખ માંગવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ઓગષ્ટ-2018ના CMIના રિપોર્ટ પ્રમાણે દેશમાં હાઇ લેવલે બેરોજગારી વધી છે. 21 ટકા યુવાનો રોજગાર મેળવતા હતા. તે પણ બેરોજગાર થયા છે. સરકાર દ્વારા કોઇ રોજગારી ઉભી કરવામાં આવી નથી.

વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોની અટકાયત
વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોની અટકાયત

ભાજપ દ્વારા માત્ર નોકરીઓના ઠાલા વચનો જ આપવામાં આવે છે
સરકારી કચેરીઓ, કંપનીઓમાં લાખ્ખો નોકરીઓ ખાલી છે, પરંતુ, ભરવામાં આવી નથી. ભાજપ દ્વારા માત્ર નોકરીઓના ઠાલા વચનો જ આપવામાં આવે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અગ્રણી રાહુલ ગાંધીએ ન્યાય યોજના આપવા માંગણી કરી હતી. સાથે યુવાનોને જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી માસિક રૂપિયા 6000 આપવામાં આવે તેવી માંગણી કરી હતી. આજે શિક્ષિત યુવાનોને નોકરી ન મળતા ભીખ માંગવાનો વખત આવ્યો છે. સરકારને જાગૃત કરવા માટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસને રાષ્ટ્રીય બેરોજગાર દિવસ તરીકે મનાવ્યો છે.

પોલીસે અટકાયત કરતા યુવક કોંગ્રેસે પોલીસ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી
કોરોનાની મહામારીમાં સભા-સરઘસ, તેમજ ધરણા જેવા કાર્યક્રમો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, ત્યારે શહેર યુવા કોંગ્રેસ દ્વારા સયાજીગંજ ડેરી ડેન સર્કલ ખાતે કોઇ પણ જાતની મંજૂરી લીધા વિના કાર્યક્રમનું આયોજન કરીને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવામાં આવ્યું ન હતું. જેના પગલે પોલીસ દ્વારા 7 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા યુવક કોંગ્રેસે પોલીસ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.

જાહેરનામા ભંગ બદલ પોલીસની કાર્યવાહી
જાહેરનામા ભંગ બદલ પોલીસની કાર્યવાહી
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો