રાજકોટ / PSIની રિવોલ્વરના ફાયરિંગથી મોતને ભેટેલા યુવાનનો મામલો, PSIને મળવા જતી વખતના CCTV સામે આવ્યા

  • પીએસઆઇ ચાવડા વિરૂદ્ધ સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે

Divyabhaskar.com

Jan 16, 2020, 07:26 PM IST

રાજકોટ: શહેરના એસ.ટી.બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં બુધવારે પીએસઆઇ પી.પી.ચાવડાની રિવોલ્વરમાંથી ફાયરિંગ થતાં તેને મળવા આવેલા સ્પા સંચાલક હિમાંશુ ગોહેલ નામના યુવકનું મોત નીપજ્યું હતું. ક્રિકેટ મેચની ટિકિટ ખરીદવા માટે સ્પા સંચાલકને બોલાવ્યાનું અને સર્વિસ રિવોલ્વર નવા કવરમાં નાખતી વખતે ફાયર થઇ ગયાનું ફોજદારે રટણ રટ્યું હતું. મેચની ટીકીટ આપવા માટે પીએસઆઇને મળવા જઇ રહેલો હિમાંશુ ગોહેલ સીસીટીવીમાં દેખાયો હતો.

ઉલ્લેખનિય છે કે, પીએસઆઇ ચાવડા વિરૂદ્ધ સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે. અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પીએસઆઇ ચાવડાને સસ્પેન્ડ કર્યાં છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી