હીટ અનેડ રન / સુરતમાં ડુમસ રોડ પર કાર ચાલક વિદ્યાર્થીએ સાયકલિંગ કરવા નીકળેલ વેપારીને ઉડાવતા મોત

અકસ્માત સર્જનાર કાર
અકસ્માત સર્જનાર કાર

  • પોલીસે કાર ચાલક વિદ્યાર્થીની અટકાયત કરી
  • ભાગી ગયેલા વિદ્યાર્થીને પોલીસ પકડી લાવી

Divyabhaskar.com

Dec 08, 2019, 04:48 PM IST

સુરત: ડુમસ રોડ પર કાર ચાલક વિદ્યાર્થીએ સાયકલિંગ કરવા નીકળેલા વેપારીને ઉડાવતા મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. ઘટના સમયે પીસીઆર વાન પણ આવી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

અકસ્માત સર્જી કાર ચાલક ભાગી ગયો હતો

મળતી માહિતી પ્રમાણે, ડુમસ રોડ પર કાર(GJ-05-RJ-2608) લઈને એક વિદ્યાર્થી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન મોર્નિંગ સાયકલિંગ કરવા નીકળેલા વેપારી વિનીતભાઈ પ્રેમરતનભાઈ માલપાણીને અડફેટે લઈ ઉડાવ્યો હતો. જેથી તેનું મોત નીપજ્યું હતું. કાર ચાલક અકસ્માત સર્જી ભાગી ગયો હતો. ઘટના સમયે પોલીસની પીસીઆર વાન પણ પહોંચી હતી અને ભાગી ગયેલા કાર ચાલકને પકડી અટકાયત કરી હતી. દરમિયાન કાર ચાલકનું નામ બોની શાહ હોવાનું જાણવા મળ્યું છે. હાલ ડુમસ પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

X
અકસ્માત સર્જનાર કારઅકસ્માત સર્જનાર કાર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી