સુરત / બે બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત યુવકનું 60 કલાક બાદ મોત

મૃતક યુવક ભગીરથની ફાઈલ તસવીર
મૃતક યુવક ભગીરથની ફાઈલ તસવીર

  • પત્ની અને બે બાળકોએ છત્રછાયા ગુમાવી
  • માથામાં મગજના ભાગે લોહી જામી જતા મોત

Divyabhaskar.com

Feb 19, 2020, 10:05 AM IST

સુરતઃ કડોદરા હરિપુરા નજીક બે બાઈક વચ્ચેના અકસ્માતમાં પાછળ બેસેલા યુવકનું 60 કલાક બાદ મોત નિપજ્યું છે. બે બાઈકના અકસ્માતના બંને બાઈકના ચાર યુવકોને ઈજા પહોંચી હતી. જોકે, ભગીરથ ડુબે નામનો યુવક ઘરે ચાલી ગયા બાદ તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયેલા યુવકનું મોત થયું હતું. આ બાઈક અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે.

અકસ્માત બાદ ઘરે જતો રહ્યો હતો

મૂળ યુપીનો રહેવાસી ભગીરથ ડુબે ગત રવિવારની રાત્રે મિત્ર સાથે બાઈક પર એમ્બ્રોઈડરીના કારખાને જવા નીકળ્યો હતો. કડોદરા હરિપુરા નજીક રોંગ સાઈડ પર આવેલા બાઇક સવાર બે અજાણ્યા ઈસમોએ ભાગીરથની બાઇક સાથે અકસ્માત કરતા બન્ને બાઈકના ચારેયને ઇજા થઇ હતી. ભગીરથને મુંઢ માર વાગ્યો હતો. જેથી ઘરે ચાલી ગયો હતો. જ્યાં તબિયત લથડતા પરિવાર ભાગીરથને નજીકના દવાખાને લઈ જતા ડોક્ટરે દવા, ઇન્જેક્શન આપી 12 કલાકમાં સારું થઈ જશે કહીં ઘરે રવાના કરી દીધા હતા.

સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન પણ હાથ ધરાયું હતું

ઘરે પહોંચતા જ ભાગીરથ ઓટો રિક્ષામાં જ બેભાન થઈ જતા નજીકની હોસ્પિટલ બાદ સ્મીમેર લવાયો હતો. જ્યાંથી સુરત સિવિલ રીફર કરાતા દાખલ કરી એક ઓપરેશન પણ કરાયું હતું. જેમાં ભાગીરથને માથામાં મગજના ભાગે લોહી જામી ગયું હોવાનું બહાર આવ્યું હતું. આજે સવારે 5 વાગે ભાગીરથનું મોત થયું હતું. ભગીરથના મોતના પગલે પત્ની અને બે બાળકોએ છત્રછાયા ગુમાવી છે. જ્યારે આ અકસ્માત સીસીટીવીમાં કેદ થઈ જવા પામ્યો છે. યુવકના મોતના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

X
મૃતક યુવક ભગીરથની ફાઈલ તસવીરમૃતક યુવક ભગીરથની ફાઈલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી