તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દુર્ઘટના:પાંડેસરામાં બાઈક સ્લીપ થતા યુવકનું મોત

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાંડેસરામાં બાઈકથી પટકાતા ઇજાગ્રસ્ત યુવકનું મોત નિપજ્યું છે. પાંડેસરા રામેશ્વર ગ્રીન ખાતે રહેતો અને મુળ દિલ્હીનો રાજીવ શિવશંકર ગોયલ(37) એમ્બ્રોઈડરી કારખાનામાં નોકરી કરતો હતો. 16 ઓક્ટોબરે તે બાઈક પર આશાપુરી ખાડીવાડા રોડથી પસાર થતાં સમયે અચાનક સંતુલન ગુમાવતા પટકાયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં રવિવારે તેનું મોત નિપજ્યું હતું. રાજીવને સંતાનમાં એક પુત્રી છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો