કચ્છ / ભચાઉના શિકારપુરમાં યુવાનને તીક્ષ્ણ હથિયારોથી રહેંસી નાંખ્યો, ગામના ચોકમાં લાશ ફેંકી હત્યારા ફરાર

પોલીસે યુવાનની હત્યા કરીને ફેંકાયેલી લાશને પીએમ માટે ખસેડવા તજવીજ કરી

  • પ્રેમ પ્રકરણમાં યુવાનનું કાસળ કાઢવામાં આવ્યું હોવાની લોકોમાં ચર્ચા
  • વહેલી સવારે ગામમાં યુવાનની હત્યા કરાતા ગ્રામવાસીઓમાં ડરનો માહોલ

Divyabhaskar.com

Jan 21, 2020, 09:08 PM IST
ગાંધીધામ: ભચાઉના શિકારપુર વિસ્તારમાં આજે મંગળવારે સવારે સાડા સાત વાગ્યાના અરસામાં અઢાર વર્ષીય યુવાને તીક્ષ્ણ હથિયારથી રહેંસી નાંખવામાં આવ્યો હતો. ત્યારબાદ હત્યારાઓએ તેના મૃતદેહને ગામના ચોકમાં રાખી દીધો હતો. આ મામલે પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
ગામના ચોકમાં લાશ ફેંકી દીધી
કેટલાક શખ્સોએ શિકારપુરમાં ક્રિપાલસિંહ જાડેજા નામના 18 વર્ષીય યુવાનને ઘાતક હથિયારો સાથે હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ તેના મૃતદેહને ગામના ચોકમાં ફેંકી દીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને લાશને પીએમ માટે પંચનામું કરીને ખસેડ્યો હતો.
તપાસ ચાલુ હોવાથી પોલીસ કંઈ ફોડ પાડતી નથી
હત્યારાઓ યુવાનને રહેંસી નાખીને ફરાર થઈ ગયા હતા. જ્યારે તેના મૃતદેહને ચોકમાં ફેંકતા ઘટનાની પોલીસને જાણ કરાઈ હતી. આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ફરીયાદ લેવાની પ્રક્રિયા અને તપાસની તજવીજ શરૂ કરી હતી. તપાસ ચાલુ હોવાથી આ મામલે પોલીસ કંઈ વધુ ફોડ પાડ્યો નથી. આંતરિક સુત્રોના અનુસાર પ્રેમ પ્રકરણમાં યુવાનની જિંદગીનો કરુણ અંજામ આવ્યો છે. હત્યાના બનાવને પગલે ગામમાં ડરનો માહોલ છે.
(તસવીર અને માહિતી: સંદીપ દવે, ગાંધીધામ)
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી