તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:ધોરાજીમાં છાપરાં પરથી પડી જતાં યુવાનનું મોત

ધોરાજી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રીબડા ચોકડી પાસે અકસ્માતમાં એકનું મોત

ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલા પ્લાસ્ટીકના કારખાનામાં કામ કરતા સુરેશભાઈ મનસુખભાઈ (ઉ.વ.35) કારખાનાના છાપરાં પરથી લપસીને નીચે પડતા ગંભીર ઈજા થતાં સારવારમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે ઈજાગસ્ત સુરેશભાઈને મૃત જાહેર કર્યા હતા.

જ્યારે અન્ય એક બનાવમાં ગોંડલ તાલુકાના ગરનાળા ગામે રહેતા અને રામજી મંદિરની સેવા પૂજા કરતા પીતામ્બરભાઈ કાનદાસ ભાઈ નિમાવત તેમજ તેમના પત્ની કૈલાશબેન બાઇક પર જતા હતા ત્યારે રીબડા ચોકડી પાસે કાર ચાલકે અડફેટે લેતાં કૈલાશબેનનું મોત નિપજ્યું હતું. જ્યારે તેમના પતિ પિતાંમ્બર ભાઇને ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે ગોંડલ પોલીસે તપાસ હાથ ધરી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો