તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:IPL પર ઓનલાઇન સટ્ટો રમતો વ્યારાનો યુવક પકડાયો

વ્યારા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

વ્યારા નગર માં મિશન નાકા પાસે IPL ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટા બેટીંગ રમાડતા હોવાની બાતમી તાપી એલસીબી ને મળતા એક ઇસમ ને ઝડપી પાડી તેના વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરી રૂ 45380ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. તાપી જિલ્લા એલસીબીના પોકો. વિનોદ પ્રતાપભાઈ નાઓને બાતમી મળેલ કે, વ્યારા મિશન નાકા પાસે આવેલ રિદ્ધી સિદ્ધી ટી સ્ટોલ નામની ચાની લારી પાસે રોડની બાજુમાં મોપેડ પર બેસેલો યુવક પોતાના મોબાઈલ ઉપરથી આઈ.પી.એલ.મેચના ઓવર ઉપર તથા રન ઉપર હાર જીતનો સટ્ટા બેટીંગ રમી રહેલો હોવાની બાતમી આધારે, આરોપી અનિલ ભોઈ રહે.વ્યારા શંકર ફળિયુ તા.વ્યારા જી. તાપીનાઓએ પોતાના એન્ડ્રોઈડ મોબાઈલ ફોન મારફ્ત આજરોજ ચાલતી આઈપીએલ કપની રોયલ ચેલેન્જર બેંગ્લોર અને રાજસ્થાન રોયલ મેચ ઉપર સોનુભાઈ સુરત જેના પુરા નામ ઠામની ખબર નથી સાથે આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટા બેટીંગ રમી રહયો હતો તેની પાસે રોકડા કુલ રૂ 15380 તથા vivo કંપનીનો મોબાઈલ નં -01 કિ.રૂ .5000 તથા ગ્રે કલરની એક્ટીવા મો.સા. નં . GJ - 26 K - 1501 કિ.રૂ .25000 મળી કુલ કિ.રૂ. 45 380 ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે જ્યારે સટ્ટા બેટીંગ રમાડનારને વોન્ટેડ જાહેર કરી કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અને કાર્યવાહી અર્થે વ્યારા પોલીસને સોંપવામાં આવેલ છે .

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો