તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • You Don't Have To Worry If The Job Is Gone, ESIC Will Provide Celery For 2 Years

નોકરી જતી રહે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, 2 વર્ષ સુધી ESIC સેલેરી આપશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 'અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના અંતર્ગત જો તમારી નોકરી જતી રહેશે તો સરકાર આર્થિક મદદ કરશે
  • ESICની અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે
  • ESIC વેબસાઈટ પર જઈને અટલ બિમિત કલ્યાણ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે

યુટિલિટી ડેસ્ક. પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરતા લોકોને હંમેશાં નોકરી જતી રહેશે તેનો ડર રહે છે. જો કોઈ કારણોસર તમા નોકરી જતી રહે છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.  કેમ કે જો તમે તમારી જતી રહેશે તો પણ તમને ઘરે બેઠા 24 મહિનાનો પગાર મળશે. પ્રાઈવેટ નોકરી કરતા લોકો માટે એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્શ્યોરન્સ (ESIC)એ મોટો નિર્ણય લીધો છો. 


ESICના જણાવ્યા પ્રમાણે,  'અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના અંતર્ગત જો તમારી નોકરી જતી રહેશે તો  સરકાર આર્થિક મદદ કરશે. ESIC રોજગારની અનૈચ્છિક નુકસાન અથવા રોજગારમાં થતી ઇજાને લીધે કાયમી અપંગતાના કિસ્સામાં, ESIC તમને 24 મહિનાની રોકડ રકમની ચૂકવણી કરે છે.

કેવી રીતે લાભ મળી શકે છે
જો તમે આ યોજનાનો લાભ ઉઠાવવા માગો છો તો તમારે ESICની અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તમે ESIC વેબસાઈટ https://www.esic.nic.in/ પર જઈને અટલ બિમિત કલ્યાણ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. તેને ભરીને તમારે ESICની કોઈ પણ બ્રાંચમાં જમા કરાવવાનું રહેશે. આ ફોર્મની સાથે 20 રૂપિયાના નોન-જ્યુડિશલ પેપર પર નોટરીથી એફિડેવિટ કરાવવાનું રહેશે, આ માટે ઓનલાઇન સુવિધા શરૂ થવાની છે. વધુ માહિતી માટે, તમે વેબસાઇટ www.esic.nic.in પર જઈ શકો છો. ધ્યાન રાખો કે તમે આ સુવિધાનો લાભ ફક્ત એક જ વાર લઈ શકો છો.

કોને યોજનાનો ફાયદો નહીં મળે?
ESIC સાથે વીમો કરાયેલ કોઈપણ વ્યક્તિ કે જેને કોઈપણ કારણસર કંપનીમાંથી કાઢી નાખવામાં  આવે અથવા તે વ્યક્તિ વિરુદ્ધ કોઈપણ પ્રકારનો ગુનાહિત કેસ દાખલ કરવામાં આવે તો તેમને આ યોજનાનો લાભ મળતો નથી. આ સિવાય જે લોકો સ્વૈચ્છિક નિવૃત્તિ લે (VRS) તેમને પણ આ યોજનાનો લાભ મળશે નહીં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો