• Home
  • Business
  • Yes Bank's shares jumped more than 1000% in just seven business days after March 6

યસ બેન્કનું સંકટ / 6 માર્ચ બાદ માત્ર સાત કારોબારી દિવસમાં યસ બેન્કના શેરોમાં 1000%થી વધુ ઉછાળો

Yes Bank's shares jumped more than 1000% in just seven business days after March 6

  • ગ્રાહકો માટે લેવડદેવડની સીમા નક્કી કરવામાં આવ્યા બાદ શેર 5.55 રૂપિયા સુધી પહોંચ્યા હતા
  • સરકાર અને આરબીઆઈ દ્વારા ઉઠાવવામાં આવેલા પગલા બાદ 17 માર્ચે શેર 63.20 રૂપિયા પર પહોંચ્યો 

દિવ્ય ભાસ્કર

Mar 17, 2020, 01:17 PM IST

મુંબઈઃ લિક્વિડિટી સંકટનો સામનો કરી રહેલી યસ બેન્કના શેરમાં છેલ્લા સાત કારોબારી દિવસોમાં ઝડપી ગ્રોથ જોવા મળ્યો છે. આરબીઆઈએ યસ બેન્કના કામકાજ પર કેટલાક પ્રતિબંધ લગાવ્યા બાદ 6 માર્ચે બેન્કોના શેર 5.55 રૂપિયા સુધી પહોંચ્યા હતા. યસ બેન્કનો શેર 17 માર્ચે તેજીની સાથે 63.2 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર પહોંચ્યો હતો. આ હિસાબથી કંપનીના શેરમાં 1,038 ટકાની તેજી આવી છે. બેન્કે જાહેરાત કરી છે કે 18 માર્ચથી લેવડદેવડ કરવા પર લાગેલી સીમા હટી જશે.

બેન્કોના શેરમાં તેજી આવવાના મુખ્ય કારણો

  • બેન્કોેને સંકટમાંથી ઉગારવા માટે સરકારે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની આગેવાનીમાં બેન્કોનું કન્સોર્ટિયમ બનાવ્યું છે.
  • એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી, એક્સિસ બેન્ક, ફેડરલ, બંધન બેન્ક વગેરેએ બેન્કમાં રોકાણ કર્યું છે.
  • લિક્વિડિટી સંકટ દૂર થયા બાદ બેન્કે જાહેરાત કરી કે 18 માર્ચથી ગ્રાહકો માટેની તમામ સુવિધાઓ ફરીથી શરૂ થઈ જશે.
  • આરબીઆઈએ કહ્યું- યસ બેન્કની પાસે પર્યાપ્ત કેશ, જરૂર પડવા પર બેન્કને વધુ લિક્વિડિટી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
X
Yes Bank's shares jumped more than 1000% in just seven business days after March 6

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી