માર્કેટ / બજારનું સેન્ટિમેન્ટ બગાડનાર યસ બેંકના શેરમાં 37%થી વધારેની તેજી, પ્રતિ શેર રૂ. 22થી વધુનો ચાલતો ભાવ

Yes Bank share gained over 37% on BSE

  • શુક્રવારે ઇન્ટ્રાડેમાં યસ બેંક રૂ. 6થી નીચે હતો જે વધીને 16.20 બંધ થયો

Divyabhaskar.com

Mar 09, 2020, 12:40 PM IST

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: ભારતમાં ગુરુવારે યસ બેન્કને લઈને સમાચારો આવ્યા બાદ શુક્રવારથી સ્ટોક માર્કેટમાં અફર તફરીનો માહોલ સર્જાયો છે. આના કારણે શેર બજારો પાછલા બે શેશનથી 1000-1200 પોઈન્ટના કડાકા સાથે ખુલેક હે. આજે સોમવારે પણ બજારો મોટા ઘટાડા સાથે ખુલ્યું હતું. પરંતુ તેનાથી વિપરીત યસ બેન્કના શેરમાં તેજી જોવા મળી રહી છે. આ લખાય છે ત્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર યસ બેન્કના શેરનો ભાવ 37% વધીને રૂ. 22 ચાલી રહ્યો છે. જાણકારોના મતે યસ બેન્કના મેનેજમેન્ટને રીઝર્વ બેન્કે સુપરસીડ કર્યું અને તેને બચાવવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) આગળ આવી છે તેનથી બેન્કિંગ સેક્ટરને થોડી રાહત મળી છે. જેની અસર યસ બેન્કના શેર પર પણ જોવા મળી રહી છે.

યસ બેંકમાં SBI 49% હિસ્સેદારી લે તેવી સંભાવના
યસ બેન્કને બચાવવા માટે SBI તેમાં હિસ્સેદારી ખરીદવા આગળ આવી છે. એક જાણકારી મુજબ સ્ટેટ બેંક પ્રારંભિક તબક્કે રૂ. 2450 કરોડનું રોકાણ કરશે અને સાથે જ યસ બેંકમાં 49% સ્ટેક લેવા માટેની કવાયત હાથ ધરી છે. SBI આવતા ત્રણ વર્ષમાં વધુ રૂ. 10,000 કરોડનું રોકાણ કરે તેવી સંભાવના છે.

શુક્રવારે યસ બેંકમાં રૂ. 27ની અફર તફરી હતી
ગત શુક્રવારે યસ બેન્કના સમાચારોને લીધે આ બેન્કનો શેર રૂ. 33.20 પર ખુલ્યો હતો અને ત્યાર બાદ થોડી જ વારમાં ઘટીને રૂ. 5.55ની નીચી સપાટી રચી હતી. બાદમાં દિવસના અંતે રીકવરી આવ્યા બાદ 16.20 પર યસ બેન્કનો શેર બંધ થયો હતો.

X
Yes Bank share gained over 37% on BSE

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી