પ્રોમો / યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ નો નવો પ્રોમો રિલીઝ થયો, શિવાંગી જોશી ડબલ રોલમાં દેખાશે, નવો એપિસોડ 13 જુલાઈએ આવશે

X

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 06:35 PM IST

કોરોના મહામારીમાં લોકડાઉન બાદ સરકારની ગાઇડલાઇન્સ મુજબ સુરક્ષા સાથે ફરી શૂટિંગ શરૂ થયા છે. યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ સિરિયલનું શૂટિંગ પણ શરૂ થઇ ગયું છે. સિરિયલની લીડ કાસ્ટ શિવાંગી જોશી અને મોહસીન ખાને શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. આ શો હવે નવા રંગરૂપ સાથે આવશે. સિરિયલનો નવો પ્રોમો રિલીઝ થયો છે.

સ્ટાર પ્લસની સિરિયલના નવા પ્રોમોમાં શિવાંગી નાઈરા અને ટીના એમ ડબલ રોલમાં જોવા મળી છે. સિરિયલનો નવો એપિસોડ 13 જુલાઈથી ટેલિકાસ્ટ થશે.

અનલોક બાદ ઘણી બધી સિરિયલ્સના શૂટિંગ શરૂ થયા છે જેમાં યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ સિવાય કસૌટી ઝીંદગી કે, નાગિન 4, કુમકુમ ભાગ્ય, ભાભીજી ઘર પર હૈ જેવી વિવિધ સિરિયલના શૂટિંગ શરૂ થઇ ગયા છે. સેટ પર ઓછા સ્ટાફ સાથે માસ્ક અને PPE કિટ પહેરીને શૂટિંગ કરવામાં આવે છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી