તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’ ફૅમ મોહેના કુમારીએ સાસુમા સાથએ લઠ્ઠમાર હોળીની મજા માણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’ ફૅમ મોહેના કુમારી સિંહ ગયા વર્ષે પોતાના લગ્નને કારણે ચર્ચામાં રહી હતી. મોહેના સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે અવાર-નવાર સાસરીયાની તસવીરો શૅર કરતી હોય છે. હાલમાં જ મોહેનાએ સાસુ સાથે લઠ્ઠમાર હોળીનો આનંદ લીધો હતો. લગ્ન બાદ મોહેનાની આ પહેલી હોળી છે અને તે પરિવાર સાથે મથુરામાં હોળી સેલિબ્રેશન માટે ગઈ છે. મોહેનાએ હોળીનો વીડિયો પણ શૅર કર્યો હતો. 

શું છે વીડિયોમાં?
વીડિયોમાં મોહેના પોતાની સાસુ સાથે જોવા મળે છે. બંનેના ચહેરા પર રંગ લાગેલો છે. એક મોટું જૂથ લાઠી મારીને લઠ્ઠમાર હોળી રમતું જોવા મળે છે. વીડિયો શૅર કરીને મોહેનાએ કેપ્શનમાં લખ્યું હતું, મને નહોતી ખબર કે આવું કંઈક થાય છે. મહિલાઓ પુરુષોને દંડા મારીને પોતાની ફ્રસ્ટ્રેશન નીકાળે છે. એ વાત તો જગજાહેર છે કે તેઓ મજાકમાં આમ કરે છે. 

ગયા વર્ષે લગ્ન થયા હતાં
મોહેનાએ ગયા વર્ષે 14 ઓક્ટોબરના રોજ રાજકારણી સૂયશ રાવત સાથે ઉત્તરાખંડમાં લગ્ન કર્યાં હતાં. મોહેના રીવા રાજ પરિવારમાંથી આવે છે. આ ઉપરાંત તેનો પરિવાર મધ્યપ્રદેશના રાજકારણ સાથે જોડાયેલો છે. તેના દાદા ભાજપ સાથે જોડાયેલા હતાં. તો પિતા પુષ્પરાજ સિંહ કોંગ્રેસની સરકારમાં પ્રધાન રહી ચૂક્યા હતાં. તેનો ભાઈ દિવ્યરાજ સિંહ મધ્યપ્રદેશમાં ભાજપનો લીડર છે. લગ્ન બાદ મોહેનાએ એક્ટિંગ કરિયરને અલવિદા કહી દીધું છે. 

કોરિયોગ્રાફર તરીકે કર્યું હતું કામ
'યે રિશ્તા કયા કહેલાતા હૈ' પહેલાં મોહેના 'દિલ દોસ્તી ડાન્સ' અને 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ 3'ની ફાઇનલિસ્ટ રહી ચૂકી છે. આ સાથે જ તેણે 'ઝલક દિખલા જા'ની સિઝન 5, 6, 7ને કોરિયોગ્રાફ પણ કરી હતી. 'ફિયર ફાઇલ 2' પછી મોહેનાએ 'યે રિશ્તા ક્યા કહેલતા હૈં'માં કામ કરવાનું શરૂ કર્યું હતું. મોહેનાએ ‘ABCD’ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser