શાઓમી / 17 જુલાઈએ ભારતમાં Mi પૉપ 2019 ઇવેન્ટ યોજાશે, તેમાં રેડમી K20 સિરીઝ સ્માર્ટફોન પણ લોન્ચ થઈ શકે છે

Xiaomi Set to Host Mi Pop 2019 for Fans in India on July 17

  • ઇવેન્ટમાં ભાગ લેનાર માટે ટિકિટ 500 રૂપિયા રાખી છે

Divyabhaskar.com

Jul 04, 2019, 04:36 PM IST

ગેજેટ ડેસ્ક: ચીનની કંપની શાઓમી 17 જુલાઈએ ભારતમાં Mi પૉપ 2019 ઇવેન્ટ યોજાવાની છે. દિલ્હીમાં યોજાનારી આ ઇવેન્ટમાં કંપની ગ્રાહકો માટે ઘણી નવી પ્રોડક્ટ લોન્ચ કરી શકે છે. આશા છે કે, કંપની આ ઇવેન્ટમાં લેટેસ્ટ રેડમી K20 સિરીઝ સ્માર્ટફોન પણ લોન્ચ કરી શકે છે. આની પહેલાં કંપની આ સિરીઝના સ્માર્ટફોન ચીનમાં લોન્ચ કરી ચૂકી છે.

શાઓમી ઇન્ડિયાના સીઈઓ મનુ જૈને ટ્વિટર પર આ ઇવેન્ટની જાણકારી આપી હતી. Mi પૉપ ઇવેન્ટ દિલ્હીમાં 17 જુલાઈએ યોજાશે. છેલ્લાં 5 વર્ષથી તમારો પ્રેમ અને સાથ આપવા બદલ દિલથી આભાર.

શાઓમી કંપનીએ Mi પૉપ 2019 ઇવેન્ટ માટે એક ડેડિકેટેડ વેબપેજ પણ બનાવ્યું છે. આ ઇવેન્ટમાં ભાગ લેવા માટેની રજિસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. ઇવેન્ટમાં ભાગ લેનાર માટે ટિકિટ 500 રૂપિયા રાખી છે. જો કે, આ ઇવેન્ટમાં Mi કંપનીએ શોર્ટ લિસ્ટ કરેલ કેન્ડિડેટ જ ભાગ લઈ શકશે.

X
Xiaomi Set to Host Mi Pop 2019 for Fans in India on July 17
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી